New Jobs 2024 : ભારત ની મહારતન કંપની ગેલ ઈંડિયા લિમિટેડ એ સિનિયર એન્જીનીયર અને અન્ય પદ માટે નોટિફિકેશન બહાર પાડી છે, ગેલ ઈંડિયા લિમિટેડ માં કુલ 261 અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો સરકારી નોકરીના સપનાઓ જોઈ રહ્યા છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. જે લોકો આ કંપની માં જોબ કરવા માંગે છે તે તેમની ઑફિસિયલ વેબસાઇટ gailonline.com પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.
આ કંપની માં નોકરી માટે ની ઓનલાઇન આવેદન પ્રક્રિયા 12 નવેમ્બર થી શરૂ થઈ ગઈ છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર 2024 છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકે છે.
કઈ કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ?
- સિનિયર એન્જીનીયર :- 98 પોસ્ટ
- સિનિયર ઓફિસર :- 130 પોસ્ટ
- ઓફિસર :- 33 પોસ્ટ
યોગ્યતા
- સિનિયર એન્જીનીયર અને સિનિયર ઓફિસર માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ હોવી જોઈએ.
- ઓફિસર માટે અરજદાર ની ઉંમર 32 વર્ષ હોવી જોઈએ અને સિક્યોરિટી ઓફિસર ની પોસ્ટ માટે અરજદાર ની મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ.
- બધી પોસ્ટ માટે શૈક્ષણીક લાયકાત અલગ અલગ છે જેના માટે તમારે એક વાર ઓફિસિયલ નોટીફિકેશન વાંચવી જોઈએ જેથી તમને ખ્યાલ આવી શકે.
નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પગાર ધોરણ
- સિનિયર એન્જીનીયર અને સિનિયર ઓફિસર ની પોસ્ટ પર અરજદાર ને દર મહિને 60,000 થી લઈને 1,80,000 રૂપિયા પગાર આપવામાં આવશે.
- ઓફિસર ની પોસ્ટ પર અરજદાર ને મહિને 50,000 થી લઈને 1,60,000 રૂપિયા પગાર આપવામાં આવશે.
ઓનલાઇન અરજી કરવા માટેની ફી
- જનરલ, ઓબીસી, EWS કેટેગરી ધરાવતા અરજદારોને 200 રૂપિયા ઓનલાઇન એપ્લિકેશન ફી જમાં કરાવવાની રહેશે.
- એસસી, એસટી અને PwBD કેટેગરી ધરાવતા અરજદારો ને કોઈ પણ પ્રકાર ની ઓનલાઇન ફી ભરવાની રહેશે નહીં.
ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ ઓફિસિયલ નોટિફિકેશન ને અરજદારે સરખી રીતે વાંચી લેવી અને શૈક્ષણિક લાયકાત તેમજ લાયકાત ને ધ્યાનપૂર્વક વાંચી લેવી. વધારે જાણકારી માટે તમે તેમની વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.
આવી જ જોબ્સ રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.
તમારું પાન કાર્ડ થઈ જશે રદ, જલ્દી થી કરીલો આ કામ, 31 ડિસેમ્બર છેલ્લી તારીખ
NTPC IPO ગ્રીન એનર્જીનોં : ભુક્કા બોલાવે તેટલું રિટર્ન આપશે! આ IPO ખૂબજ ચર્ચામાં
BSNL Vacancy 2024 : ભારત સંચાર નિગમ લિમિટેડ કંપનીએ જાહેર કરી ભરતી, પગાર 80,000 થી વધુ
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.