Gold Price Today : આંતરરાષ્ટ્રીય બજાર માં સોના ચાંદી ના ભાવ માં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. શનિવારે મતલબ કે 30 નવેમ્બરે ભારતમાં સોનામાં 100 થી 110 રૂપિયા સસ્તું થયું છે. હજુ દેશ ના કેટલાક શહેરો માં 24 કેરેટ સોનાના રૂ. 78,000 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોના નો ભાવ રૂ. 71,500 રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે દિવાળી ના દિવસે એટલે કે 31 ઑક્ટોબર 2024 ના રોજ સોનું ઓલ ટાઈમ હાઇ હતું, ત્યારે સોનાનો ભાવ 81,330 રૂપિયા હતો.
અમદાવાદ માં સોના ના ભાવની વાત કરીએ તો 30 નવેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ 78,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 71,660 પ્રતિ 10 ગ્રામ રહ્યો.
ચાંદીનો ભાવ 30 નવેમ્બર
ચાંદી ના ભાવમાં શુક્રવારે 2000 રૂપિયા ની તેજી આવી હતી, જ્યારે 30 નવેમ્બરે ચાંદી ના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તમને જણાવી દઈએ કે 25 થી 27 નવેમ્બર ની વચ્ચે ચાંદી 2600 રૂપિયા સસ્તી થઈ હતી. અત્યારે 1 કિલો ગ્રામ ચાંદી નો ભાવ 91,500 રૂપિયા છે. 23 ઓક્ટોબરે ચાંદી ઓલ ટાઈમ હાઇ 1.04 લાખ પ્રતિ કિલોગ્રામ હતો.
આ પણ વાંચો : ફ્રી ફ્રી ફ્રી! Jio લાવ્યું છે બેસ્ટ પ્લાન, દરરોજ 2GB ડેટા સાથે 20GB વધારાનો ડેટા એકદમ ફ્રી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં માં સોના ના ભાવ માં તેજી ચાલી રહી છે, શનિવારે કોમેક્સ પર સોનું 16 ડોલર વધીને 2661 ડોલર પ્રતિ ઔસ પર રહ્યું. જ્યારે બીજી બાજુ, ચાંદી 31.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે. ચાંદી ઓલ ટાઈમ હાઇ 34.04 ડોલર પ્રતિ ઔંસ પર ગયેલ છે.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને આવી જ સમયસર અપડેટ્સ મળતી રહે.
વધુ વાંચો :
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.