આજનો સોનાનો ભાવ : સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજે 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો ?

WhatsApp Group Join Now

આજનો સોનાનો ભાવ : મંગળવારે રેકોર્ડ સ્તરે પહોંચેલા સોના ના ભાવ માં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ચાંદી ના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થવાની પ્રક્રિયા ચાલુ જ છે.

મંગળવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 74,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. આ માહિતી ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિયેશન ની વેબસાઇટ દ્વારા આપવામાં આવી છે. અગાઉના ટ્રેડિઁગ સેશનમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ 74,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડિઁગ સેશન બંધ થયું હતું.

આજનો સોનાનો ભાવ : સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજે 22 કેરેટ સોનાનો ભાવ કેટલો ?

ઓલ ઇન્ડિયા બુલીયન એસોસિયેશન ના જણાવ્યાં મુજબ,  ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 85,250 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉના  ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂપિયા 85,500 પર બંધ થઈ હતી.

આના સિવાય 99.5 ટકા શુદ્ધ સોનાનો ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેની કિંમત 73,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ  ગઈ છે.

આ પણ વાંચોજયદેવ જયદેવ આરતી બોલતાં જ ધન અને સમૃદ્ધિ તમારા ઘરે આવી જશે!

જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ તમારા માટે એક સારી તક છે. જવેલરી માં રસ ધરાવતા લોકો 22 કેરેટ સોનું ખરીદે છે કારણ કે તેમાં એલોય સામગ્રી ને કારણે તે વધુ ટકાઉ હોય છે જેના કારણે આ સોનું પસંદ કરતા હોય છે.

મંગળવારે 22 કેરેટ સોનાનો ભાવ 66,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. 

આંતરરાષ્ટ્રીય બજારોમાં અન ચાંદીની કિંમત તૂટી

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, સોનું $2,531.40 પ્રતિ ઔસ પર ટ્રેડ થઈ રહ્યું હતું,જે  અગાઉના ભાવ કરતાં $3.80 પ્રતિ ઔસ વધુ છે. કોમોડિટી ના જાણકારે જણાવ્યું હતું કે, મંગળવારે સોનું મર્યાદિત શ્રેણી માં રહ્યું હતું, જેનું કારણ યુએસ એમપ્લોયમેન્ટ માર્કેટ ના ડેટા પહેલા ટ્રેડ અલગ રહ્યા. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદીનો ભાવ $1.81 ઘટીને 28.62 ડોલર પ્રતિ ઔંસ નોંધાયો હતો.

નોંધ : આ માહિતી મંગળવારના ટ્રેડિંગ સેશનની છે, જે ઓલ ઇન્ડિયા બુલીયન એસોસિયેશન દ્વારા આપવામાં આવી છે.

આવા જ સોના અને ચાંદીના ભાવ વિશેની અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને પલભરની ની જાણકારી મળતી રહે.

વધુ વાંચો :

ઘરઘંટી સહાય યોજના 2024: આ યોજનામાં ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે સહાય, જાણો અરજી કઈ રીતે કરવી?

રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 7 જિલ્લાને આપ્યું ઓરેન્જ એલર્ટ !

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ

Leave a comment