આજનો સોનાનો ભાવ : ગયા અઠવાડિયે સોના અને ચાંદીમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી, તેજી બાદ આજે સોના અને ચાંદી ના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે એક બાજુ શેર બજાર ભારે તેજી સાથે ખૂલ્યું તો બીજી બાજુ સોના અને ચાંદી ના ભાવ માં જોરદાર કડાકો જોવા મળ્યો. શરાફા બજાર અને વાયદા બજાર MCX માં સોના અને ચાંદી ના ભાવ માં ઘટાડો જોવા મળ્યો છે.
શરાફા બજાર ના લેટેસ્ટ ભાવ
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની ઓફિસિયલ વેબસાઇટ ના ભાવ જોઈએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ આજે 1,089 રૂપિયા ના કડાકા સાથે 76,698 રૂપિયા ની સપાટીએ જોવા મળ્યું. જે ગયા અઠવાડિયે 77,787 રૂપિયા ભાવ હતો. જ્યારે ચાંદી ની વાત કરીએ તો ચાંદી ના ભાવ માં ઘણો ઘટાડો જોવા મળ્યો છે, આજે ચાંદી 1,762 રૂપિયા ના ઘટાડા સાથે 89,088 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના સ્તરે જોવા મળી છે. ગયા અઠવાડિયે ચાંદી 90,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
આ પણ વાંચો : Tata ગ્રુપની સાથે બિઝનેસ કરવાની સુવર્ણ તક, કઈ રીતે કરી શકાય બિઝનેસ જાણો અહીં
નોંધ : ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફ થી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટી વાળા સોના ના સ્ટાન્ડર્ડ ભાવની માહિતી મળે છે. આ તમામ ભાવ મેકિંગ ચાર્જ અને જીએસટી પહેલા ના છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરેલા ભાવ દેશભરની અંદર માન્ય ગણવામાં આવે છે. પરંતુ તેમની કિંમતો માં GST સામેલ હોતો નથી. ગ્રાહક ને જે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવાની થતી હોય છે તે જીએસટી અને મેકીંગ ચાર્જ સહિત ની હોવાથી તેનો ભાવ વધુ હોય છે
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.
અદાણી ગ્રૂપનો મોટો નિર્ણય: અમેરિકી આરોપો બાદ બોન્ડ જાહેર ન કરવાનો નિર્ણય
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.