Google Pixel 9 Pro teaser રિલીઝ, લોન્ચ પહેલા જ specs પણ જાહેર કર્યા, જાણો ક્યારે થશે લોન્ચ અને શું રહેશે કિંમત અને ફીચર
Google Pixel 9 Pro : વિશ્વ ની જાણીતી કંપની માની એક ગુગલ એ પોતાની પિક્સેલ સિરીઝ ના તહત Google Pixel 9 Pro સ્માર્ટફોન નું ટીઝર રિલીઝ જાહેર કર્યુ છે. ગૂગલે પિક્સેલ નેકસ્ટ જનરેશન ની તૈયારી કરી રહ્યું છે. ટેક જાયન્ટ 13 ઓગસ્ટ ના રોજ થનારી ઇવેન્ટ “મેડ બાય ગૂગલ” માં ગૂગલ પિક્સેલ 9 પ્રો ને લોન્ચ કરશે. ગૂગલ એ આવનારી ઇવેન્ટ પહેલા જ ગૂગલ પિક્સેલ 9 પ્રો નું ટીજર રિલીઝ કર્યું છે. આજ ના આ લેખ માં અમે તમને ગૂગલ પિક્સેલ 9 પ્રો વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ તેથી આ લેખ ને અંત સુધી વાંચજો.
Google Pixel 9 Pro ની ડિઝાઈન
ગૂગલ કંપની એ આવનારા google pixel 9 Pro સ્માર્ટફોન નું ટિઝર વિડિયો બહાર પાડ્યો છે , જેમાં સ્માર્ટફોન ઑફ વ્હાઇટ કલર માં જોવા મળે છે. ડિઝાઈન માં ટેક્સ્ટર પૂર્ણહુતી સાથે રીઅર કૅમેરા island ની વિશેષતા જોવા મળે છે. ગૂગલ પિક્સેલ 9 પ્રો માં 3 આડા ગોઠવાયેલ કૅમેરા સેટઅપ જોવા મળે છે. મોડ્યુલ ની બહાર એક ફ્લેશ લાઈટ તથા તાપમાન સેન્સર દેખવા મળે છે.

ગૂગલ પિક્સેલ 9 પ્રો ના ફ્લેટ ડિસ્પ્લે, પાવર બટન અને વોલ્યુમ રોકર્ષ ની સાથે જમણી સાઇડ ના ભાગ માં સ્થિત મેટાલિક ફ્રેમ ની ઝલક જોવા મળે છે. આ સ્માર્ટફોન AI Gemini સાથે આવી શકે તેવા સંકેત વર્તાઈ રહ્યાં છે.
Google Pixel 9 Pro સ્પેક્સ
અફવાઓ મુતાબિક, google નું આવનારું પિક્સેલ 9 પ્રો નવી ટેન્સર G4 ચિપસેટ દ્વારા સંચાલિત થસે અને ઓછાં માં ઓછા 25W ફાસ્ટ વાયરડ ચાર્જર ને સપોર્ટ કરશે તથા આ સ્માર્ટફોન માં 4,558mAh ની બેટરી આપવામાં આવશે.
કૅમેરા સાઇડ ની વાત કરીએ તો , લિક્સ અનુસાર, પિક્સેલ 9 પ્રો અલ્ટ્રા વાઈડ, ફ્રન્ટ ફેંસિંગ અને ટેલિફોટો માટે 50 મેગા પિક્સેલ સોની IMX858 સેન્સર સાથે ટ્રિપ્લ રિઅર કૅમેરા સેટઅપ આપવામાં આવશે. પ્રાઇમરી સેન્સર તેના પિક્સેલ 8 પ્રો માં જોવા મળતા 50 મેગા પિક્સેલ samsung GNK સેન્સર સમાન હસે.
ગૂગલ પણ એપલ ની જેમ ભારત ની અંદર ગૂગલ સ્માર્ટફોન મેનુફેકચરીંગ ની સ્થાપના કરી રહ્યું છે. આ સ્માર્ટફોન ને યુએસ અને યુરોપ જેવા મોટા દેશો ની બજારો માં નિકાસ કરવામાં આવે તેવી સંભાવના છે.
અહેવાલો અનુસાર, ઉત્પાદન ની સુવિધા માટે સ્થાપિત ઉત્પાદકો ની સાથે ભાગીદારી સૂચવે છે. ફોસ્કોન , એક મુખ્ય એપલ ઉત્પાદક અને ડિક્સન ટેકનોલોજી ની પેટાકંપની પેજેટ ઇલેક્ટ્રોનિક્સ જેવા નામો ને સંભવિત સહયોગીઓ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
તમિલનાડુ રાજ્ય ની અંદર ફોકસકોન સાથે ટ્રાયલ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જે સંપુર્ણ પાયે ઉત્પાદન ની શરૂઆત છે.
લીકસ અનુસાર google Pixel 9 સિરીઝ ની કિંમત
ફ્રેન્ચ પ્રકાશન dealabs ના તાજેતર ના અહેવાલમાં પિક્સેલ 9 સિરીઝ ની કિંમતો જાહેર કરવામાં આવી છે, રિપોર્ટ અનુસાર ગૂગલ પિક્સેલ 9 સીરીઝ 4 કલર વેરીઅંટ માં જોવા મળશે : ઓબસેડીયન બ્લેક, સફેદ, કોસ્મો અને મોજીટો.
લિક્સ અનુસાર, 128GB સ્ટોરેજ અને વેનીલા વેરીઅંટ ની કિંમત 81,953 રહેશે. જ્યારે 256GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 91,069 રહેશે, મતલબ કે pixel 9 Pro સ્માર્ટફોન ની કિંમત 128GB સ્ટોરેજ વાળા વેરીઅંટ ની કિંમત 1 લાખ , જ્યારે 256GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 1 લાખ 9 હજાર અને 512GB વાળા વેરીઅંટ ની કિંમત 1,21,152 હોઇ શકે છે.
આ લેખ ની અંદર અમે તમને Google Pixel 9 Pro વિશે સંપુર્ણ જાણકારી આપી છે, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અમને કૉમેન્ટ કરીને પૂછી શકો છો. અને તમને અમારા આ લેખ થી કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આવી જ જાણકારી માટે vitalkhabar સાથે જોડાઈ રહો.
વધુ વાંચો:
GPSC ભરતી 2024 : ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી
અંબાલાલ પટેલ ની મોટી આગાહી 2024 : ગુજરાતના આ વિસ્તારમાં હજી પણ પડશે ભારે વરસાદ

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.