ધોરણ 10 રિઝલ્ટ ની તારીખ જાહેર, 11 મે ના આઠ વાગે આવશે ધોરણ 10નું રિઝલ્ટ | GSEB Class 10 Result
ધોરણ 10 રિઝલ્ટ :- નમસ્કાર મિત્રો, આમ તો તમને દરેક વિદ્યાર્થીઓને ખબર હશે કે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ જાહેર થયું છે, અને હવે માત્ર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે તેમનું રિઝલ્ટ ક્યારે આવશે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પણ બહુ જ મોટી ખુશખબરી આવી ગઈ છે,
વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 રિઝલ્ટ ક્યારે આવશે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જો તમે પણ એ તારીખ જાણવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

ધોરણ 10 રિઝલ્ટ ની તારીખ
અત્યારના સમયમાં ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર થતાં ધોરણ 10ના વિદ્યાર્થીઓના મનમાં પણ એ સવાલ હતો કે તેમનું રીઝલ્ટ ક્યારે જાહેર થશે તો બોર્ડ દ્વારા જણાવવામાં આવી ગયું છે કે ધોરણ 10નું રિઝલ્ટ 11 મે ના દિવસે સવારે આઠ વાગે રીઝલ્ટ જાહેર કરવામાં આવશે એટલે કે શનિવારના દિવસે ધોરણ 10 નું રીઝલ્ટ આઠ વાગે આવશે.
ધોરણ 10 ની પરીક્ષા લગભગ 8 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આપી હતી, આ આઠ લાખ વિદ્યાર્થીઓ બોર્ડના પરિણામની રાહ જોઈને બેઠા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અત્યારે સોશિયલ મીડિયાના રિપોર્ટ્સના આધારે એ જ એવું જણાવવામાં આવી રહ્યું છે કે 11 મે ના દિવસે રીઝલ્ટ જાહેર કરવામાં આવશે પરંતુ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર તેના વિશે કોઈ પણ ઓફિસિયલ પરિપત્ર મુકવામાં આવ્યો નથી કે બોર્ડ દ્વારા પણ હજી સુધી કંઈ પણ ધોરણ 10 ના રિઝલ્ટ વિશે જણાવવામાં આવ્યું નથી,
પરંતુ દરેક ન્યુઝ ચેનલ ઉપર અત્યારે એવું આવી રહ્યું છે કે શનિવારના દિવસે સવારે આઠ વાગે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે. વિદ્યાર્થી મિત્રો આ માહિતી કેટલી સાચી છે કે ખોટી તે તો આગળના સમયમાં જ ખબર પડશે પરંતુ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈપણ ઓફિશિયલ પરિપત્ર ધોરણ 10 રિઝલ્ટ ને લઈને આવ્યો નથી.
ધોરણ 10 રિઝલ્ટ કઈ રીતે જોવું?
વિદ્યાર્થી મિત્રો જેવું તમારું રિઝલ્ટ જાહેર થાય ત્યારબાદ તમે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ છે તેના ઉપર જઈને તમારું રિઝલ્ટ તમે જોઈ શકો છો.
ગુજરાત સરકારની બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://www.gseb.org/ આ છે, જ્યારે પણ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ તમારે આ વેબસાઈટને તમારા મોબાઇલમાં ઓપન કરવાની છે ત્યારબાદ તમારે તમારું સીટ નંબર આ વેબસાઈટ ઉપર લખવાનું છે ત્યારબાદ તમને બાજુમાં ગો બટન લખેલું હશે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ થોડાક જ સમયમાં તમારું રિઝલ્ટ તમારા મોબાઇલમાં આવી જશે.
જો વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ 10 રિઝલ્ટ આવે તે દિવસે જો ઉપર આપેલી વેબસાઈટ ન ઓપન થતી હોય તો તમે તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આ 6357300971 whatsapp નંબર ઉપર પણ જોઈ શકો છો, સૌપ્રથમ તમારે આ ઉપર આપેલા whatsapp નંબર નહીં સેવ કરવાનો છે ત્યારબાદ તમારે whatsapp માં તમારું સીટ નંબર ઉપર આપેલા whatsapp નંબર ઉપર લખીને મોકલવાનો છે એટલે થોડાક જ સમયમાં તમારું રિઝલ્ટ તમારી સમક્ષ આવી જશે.
વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ કે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવે, અને તમારે કેટલા ટકા આવશે તે તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. અને વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ દ્વારા ઓફિસિયલ માહિતી આપવામાં આવી નથી પરંતુ સોશિયલ મીડિયાના રિપોર્ટ્સના આધારે જાણવા મળી રહ્યું છે એટલે અમે તમને જણાવ્યું છે.
આ વાંચો:-
std 12 Result Date Declare | ધોરણ 12 રિઝલ્ટ ની તારીખ જાહેર! અહીં જાણો ક્યારે આવશે રીઝલ્ટ
ગુજરાતની એક વિધાર્થિનીને 210 માંથી 212 ગુણ મળ્યા, તેના માતા પિતા પણ માર્કશીટ જોઈને ચોંકી ગયા!

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે