ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા 2024માં હેલ્પરની 1658 ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ITI કરેલા યુવાનો માટે રોજગાર મેળવવાની ઉત્તમ તક છે. ભરતી સંબંધિત તમામ જરૂરી માહિતી જેવી કે લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, અને અરજીની પ્રક્રિયા વિશે આ લેખમાં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
કુલ જગ્યાઓ અને શ્રેણીવાર વિતરણ
GSRTC હેલ્પર માટે કુલ 1658 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:
- lOBC/SCBC: 737
- EWS: 194
- SC: 264
- ST: 103
- અન્ય અનામત: 260
- કુલ ખાલી જગ્યાઓ: 1658
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે માન્ય સરકારની સંસ્થામાંથી આઈટીઆઈનું પ્રમાણપત્ર હોવું જોઈએ. નીચે આપેલ ટ્રેડ્સમાંથી કોઈ એકમાં તાલીમ જરૂરી છે: મીકેનીક મોટર વ્હીકલ, જનરલ મીકેનીક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રીશિયન, સીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રીપેરર, વેલ્ડર, કારપેન્ટર, પેઇન્ટર જનરલ
ઉંમર મર્યાદા:
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
પગાર ધોરણ
આ પદ માટે શરૂઆતી નિશ્ચિત પગાર ₹21,100 રહેવાનું છે, જે પાંચ વર્ષ સુધી લાગુ રહેશે.
અરજી ફી
વિભિન્ન શ્રેણી માટે અરજી ફી નીચે મુજબ છે:
- OBC/SCBC: ₹300
- SC/ST: ₹200
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચેના ધોરણો પર આધારિત રહેશે:
- – લેખિત પરીક્ષા
- – પ્રેક્ટિકલ ટેસ્ટ
- – દસ્તાવેજ ચકાસણી
ફોર્મ ભરવાની પ્રક્રિયા
GSRTC હેલ્પર 1658 ભરતી માટે ઉમેદવારોને ઓનલાઇન માધ્યમથી અરજી કરવી પડશે. ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
- ગુજરાત એસટીની અધિકૃત વેબસાઈટ પર જાઓ.“
- https://www.gsrtc.in/
- GSRTC ભરતી 2024″ લિંક પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ખોલી તેમાં જરૂરી વિગતો ધ્યાનપૂર્વક ભરો.
- માંગેલા દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ઑનલાઇન જમા કરો
- આખું ફોર્મ તપાસીને “Submit” બટન દબાવો.
- અરજીની પીડીએફ ડાઉનલોડ કરો અને તેનો પ્રિન્ટ આઉટ ભવિષ્ય માટે સાચવી રાખો.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: જલ્દી જાહેર થશે
- અરજી કરવાની અંતિમ તારીખ: અધિકૃત વેબસાઈટ પર અપડેટ રહેશે
GSRTC હેલ્પર માટેની આ ભરતી રાજ્યના ITI યુવાનો માટે રોજગારી મેળવવા અનોખી તક છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તકનો લાભ ઉઠાવે અને નક્કી પદ માટે અરજી કરે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અવશ્ય વાંચો.

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે