GSSSB Bharti 2024 I ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી
GSSSB Bharti :- નમસ્કાર વિદ્યાર્થીમિત્રો આજે અમે વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર લઈને આવ્યા છીએ કારણકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભારતી વિશે જાહેરાત કરવામાં આવી છે, ઘણા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે એક સારી નોકરીની રાહ જોઈને બેઠા છે તેવા વિદ્યાર્થીઓ માટે આ એક ખુશખબર ગણી શકાય છે આજના આ લેખમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં આવેલી ભરતી વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એટલે કે GSSSB Bharti દ્વારા કુલ 154 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી છે આમ ગણીએ તો આ જગ્યાઓ બહુ જ ઓછી છે પરંતુ જે વિદ્યાર્થીઓ સાથે જ એક સારી નોકરી લેવા ઇચ્છે છે તેમના માટે આ એક સારી ખબર ગણી શકાય છે, જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં પોતાનું ફોર્મ ભરવા ઈચ્છે છે તેવા વિદ્યાર્થીઓ ને આજના લેખમાં આ ભરતી વિશે સંપૂર્ણ જાણકારી મળવાની છે, આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું આવશ્યક દસ્તાવેજ શું છે? વગેરે વિશે આજના આ લેખમાં તમને માહિતી મળવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
GSSSB Bharti : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 154+ જગ્યાઓ ની ભરતી કરવામાં આવી છે, આ 154 પદોમાં વિવિધ પદો ઉપર પરથી આવેલું છે જેમકે, આસિસ્ટન્ટ મશીનમેન માં 70 જગ્યા, આસિસ્ટન્ટ બાઈન્ડરન માં 66 જગ્યા , કોપી હોલ્ડરની 10 પોસ્ટ, પ્રોસેસ આસિસ્ટન્ટની 03 પોસ્ટ અને ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની 5 જગ્યા ખાલી છે. આ રીતે અલગ અલગ વિવિધ પોસ્ટો ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે.
આ વાંચો :- પોસ્ટ ઓફિસ ભરતી 2024 I પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની મોટી ભરતી, આ રીતે કરો આવેદન
GSSSB Bharti માટે વય મર્યાદા
જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં પોતાનું ફોર્મ ભરવા ઈચ્છે છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે અને વધુમાં વધુ ઉંમર 33 વર્ષ હોવી જોઈએ તો જ તે વિદ્યાર્થી આ ભરતી માટે પોતાનું ફોર્મ ભરી શકશે. આ વયમર્યાદામાં અમુક જ્ઞાતિની થોડીક છૂટ આપવામાં આવતી હોય છે જેના વિશે તમે વધુ માહિતી ઓફિસિયલ નોટિફિકેશન વાંચીને લઈ શકો છો.
GSSSB Bharti માટે આવશ્યક દસ્તાવેજ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં આવેદન કરવા માટે નીચે આપેલા દસ્તાવેજો આવશ્યક છે, જે દસ્તાવેજો તમારી પાસે હોવા જરૂરી છે તો જ તમે આ ભરતી માટે તમારું ફોર્મ ભરી શકશો.
- આધારકાર્ડ
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- ડિગ્રી
- જાતિનો દાખલો
- મોબાઈલ નંબર
- આ દસ્તાવેજો શિવાય અમુક દસ્તાવેજો ની જરૂર પડી શકે છે.
GSSSB Bharti માં ફોર્મ ભરવાની તારીખ
જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં પોતાનું ફોર્મ ભરવા ઈચ્છે છે જે વિદ્યાર્થીઓને અમે જણાવવા માંગે છે કે આ ભરતી માટે આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે કે તમે અત્યારે આ ભરતીમાં તમારું ફોર્મ ભરી શકો છો, આ ભરતી માટે 16 એપ્રિલ થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને તે 30 એપ્રિલ સુધી તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો.
GSSSB Bharti ફોર્મ કઈ રીતે ભરવું?
- જે પણ વિદ્યાર્થીઓ આ ભરતી માટે ફોર્મ ભરવા ઈચ્છે છે તેમને સૌપ્રથમ આની અધિકારિક વેબસાઈટ ઓપન કરવાની છે,
- આ www.ojas.gujarat.gov.in તેની અધિકારિક વેબસાઈટ છે,
- સૌપ્રથમ ઉપર આપેલી વેબસાઈટ ને google માં ઓપન કરો.
- આ વેબસાઈટના હોમ પેજ ઉપર તમને GSSSB Bharti apply નો ઓપ્શન મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે ત્યાં આવશ્યક ડિટેલ દાખલ કરવાની રહેશે અને આવશ્યક દસ્તાવેજ ની ફોટો અપલોડ કરવાની રહેશે.
- ત્યારબાદ નીચે સબમિટ બટન આપેલું હશે તેના ઉપર ક્લિક કરીને તમે ફોર્મ ને સબમીટ કરી શકો છો.
E olakh Download Birth certificate | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે