ગુજરાત પોલીસ ભરતી 2024: શારીરિક કસોટી માટે આવ્યા અગત્યના સમચાર! અહીં જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp Group Join Now

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે તાજેતરમાં ટ્વીટ કરી માહિતી આપી છે કે, શારીરિક કસોટી 25મી નવેમ્બર આસપાસ શરૂ થવાની શક્યતા છે. મિત્રો અમે અહીં તમને પોલીસ ભરતીના લગતી અગત્યની તારીખો પણ જણાવવાના છે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી અને કોલલેટર

હસમુખ પટેલે જણાવ્યું કે, શારીરિક કસોટીના કોલલેટર કસોટી શરુ થતી તારીખથી આશરે 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને હાલ તેમના શારીરિક તૈયારીઓ ચાલુ રાખવી જોઈએ જેથી કસોટીમાં સફળતા મેળવી શકાય. મિત્રો તમે હસમુખ પટેલે કરેલું ટ્વીટ નીચે દેખી શકો છો તેનો સ્ક્રીનશોટ અમે અહીં નીચે આપ્યો છે જે તમે વાંચી શકો છો અને તેના આધારે તમારી શારીરિક કસોટી ની તૈયારીઓ કરી શકો છો. હસમુખ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થવા માટે જરૂર પ્રમાણે તૈયારી ચાલુ રાખે.

ગુજરાત પોલીસ ભરતી

અગાઉના અપડેટ્સ

હસમુખ પટેલે અગાઉ પોલીસ ભરતીના કેલેન્ડર વિશે પણ માહિતી આપી હતી. આ વખતે કુલ 15 થી 17 લોકેશન પર શારીરિક કસોટી યોજાશે અને પીએસઆઈ (PSI)ની શારીરિક કસોટી પહેલા લેવાશે, ત્યારબાદ લોકરક્ષકની શારીરિક કસોટી પૂર્ણ કરાશે.

પરીક્ષાની પ્રક્રિયા

PSIની શારીરિક કસોટી પછી, PSIની પ્રથમ ઓબ્જેક્ટિવ પરીક્ષા અને ત્યારબાદ વર્ણનાત્મક પરીક્ષા લેવામાં આવશે.

લોકરક્ષકની લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાવાની શક્યતા છે.

આવનારા સમયગાળામાં મહત્વપૂર્ણ તારીખો

શારીરિક કસોટી:- 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ થાય તેવી સંભાવના છે.

PSIની સંભવિત લેખિત પરીક્ષા: ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં પીએસઆઇ ની લેખિત પરીક્ષા યોજાઈ શકે છે.

ખાસ નોંધ:- અમુક તારીખો અનુમાન પર આધારિત છે, તેથી ઉમેદવારોને અધિકારીક સૂચનાઓ સાથે અપડેટ રહેવું જરૂરી છે.

આ વાંચો:- 

આ સાત રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી! બંગાળની ખાડીમાં ચક્રવાતની આશંકા

લોરેન્સ બિશ્નોઈ: ગેંગસ્ટરની જીવનયાત્રા અને ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે જાણો અહીં

Leave a comment