હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી એ પણ માવઠાંની આગાહી વ્યક્ત કરી છે. આગામી સપ્તાહમાં રાજ્યના મોટા ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી માવઠાંની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આ કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના મોટા ભાગના આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી ની આગાહી અનુસાર, આવનારા સમયમાં ગુજરાત રાજ્યના હવામાન માં પલટો જોવા મળશે. ગુજરાત માં ફરી માવઠાની શક્યતાઓ છે. રાજ્યમાં 21 થી 28 ડિસેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળશે.અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે. ડિસેમ્બર મહિનાની 25, 26, 27 એમ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી
પરેશ ગૌસ્વામી ના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો માંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જે ખૂબ જ મજબૂત છે. જ્યારે દક્ષિણ ભારત પર ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ કારણે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે. આ બંને પરિબળો ના લીધે મધ્ય, ઉત્તર રાજસ્થાન ઉપર સાઈકલોનિક સર્ક્યુલેસન બની રહ્યું છે. તેના કારણે ગુજરાત ના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી
સૌરાષ્ટ્ર જિલ્લાના મોરબી, જામનગર, દ્વારકા, અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસ ઠંડીની આગાહી
અરબી સમુદ્ર માં આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી પણ કરાઈ છે. ત્રણ દિવસ પછી તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે.
આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને આવી જ સમયસર અપડેટ્સ મળતી રહે. ધન્યવાદ…
વધુ વાંચો :-
વોટ્સએપના આ ત્રણ ફીચર વિશે હજી સુધી કોઈને પણ ખબર નથી, તમે જાણી લો
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.