હવામાન વિભાગની મોટી આગાહી : દક્ષિણ ગુજરાત માં સતત બે થી ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ ના છુટ્ટા છવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડશે. અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે આ જિલ્લાઓ ને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે નર્મદા અને ડાંગ માં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આ તરફ કચ્છ, સૌરાષ્ટ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ, કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ વરસાદે હવે ઉતર ગુજરાત નો વારો આવવાનો છે. બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાઓ ના અનેક તાલુકાઓ માં ભારે વરસાદ શરૂ થયો છે. સાઇકલોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદની નવો રાઉન્ડ શરૂ થયો છે.
આ પણ વાંચો : ભારતનો ઐતિહાસિક વિજય: પેરાલિમ્પિક 2024માં 64 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ઉતર ગુજરાતની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદ ના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ઑગસ્ટ ની અતિવૃષ્ટિ ના પગલે રાજ્યના ખેડૂતોના પાકો ને ભારે નુકશાન થયું છે. સૌરાષ્ટ, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ખેતીના પાકો તેમજ શાકભાજી અને બાગાયત પાકો ને મોટું નુકશાન પહોચ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ વિનાશ વેરશે. ઉલેખનીય એ છે કે હાલમાં રાજ્યમાં વરસાદ નું થોડું જોર ઘટ્યું છે, પરંતુ સાઈકલોનિક સર્કયુંલેશન સહિતની બીજી ત્રણ સીસ્ટમો વરસાદ લાવી રહી છે.
ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 20 ફૂતને પાર પહોંચી ગઈ છે. ભરૂચમાં ગોલ્ડન બ્રીજે નર્મદા નદી ફરી વોરનિંગ લેવલ વટાવવા તરફ પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
સુરતની તાપી નદીમાં 1 લાખ 48 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી તાપી નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે. તાપી નદી બે કાંઠે વહેતી હોવાથી નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી નદી બે કાંઠે વહેતી થઈ છે, નીચાણ વાળા 106 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
આવી જ હવામાન વિશે ની અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને હવામાન વિભાગની આગાહી તેમજ અંબાલાલ પટેલની આગાહીની અપડેટ્સ મળતી રહે. Thanks For Reading
વધુ વાંચો :
વરસાદની આગાહી: ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી
ઘરઘંટી સહાય યોજના 2024: આ યોજનામાં ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે સહાય, જાણો અરજી કઈ રીતે કરવી?
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.