ગુજરાત હવામાન 2025 : ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલના સમયમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવાર દિવસ દરમિયાન રાજ્યમાં ઘણા શહેરોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સાથે લઘુ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહે છે. જેથી રાજ્યમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.
રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાનમાં માં સોમવાર ની સરખામણીએ લઘુ તાપમાન માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આની સાથે પવનની હતી સામાન્યથી વધુ હોવાના કારણે રાજ્યમાં ઠંડક વર્તાઈ
ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગૌસ્વામી એ રાજ્યના હવામાન ને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, મંગવરે કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. નલિયાંનું તાપમાન 6.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, તેની સાથે ભુજમાં 11, કંડલા એરપોર્ટ પર 8.8, ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.8, કેશોદમાં 11.4, પોરબંદર 13, અમરેલી 12, અમદાવાદ 13.6, વડોદરા 14, ગાંધીનગર 11.4, અને સુરત 15.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો : Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રોમાં આવી ભરતી, પગાર ધોરણ સાંભળી ને ચોંકી જશો, અહીં જાણો સંપુર્ણ માહિતી
શું કરી પરેશ ગૌસ્વામી એ ગુજરાતના હવામાન વિશે આગાહી ?
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી એ તેમની સોશ્યલ મીડિયા ચેનલ પર ગુજરાત ના હવામાન વિશે જણાવે છે કે શનિવાર સુધી રાજ્યના કોઈ પણ ભાગમાં માવઠાની શક્યતાઓ નથી. બે દિવસથી રાજ્યમાં પવનની ગતિમાં વધારો નોંધાયો છે. હાલમાં પવનની હતી સામાન્ય કરતા વધારે ચાલી રહી છે. અત્યારે 14 થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધી પવનની ગતિ આવી જ રહેશે કોઈ ફેરફાર નહી થાય. આ સામાન્યથી થોડો જ વધારે પવન છે જેના કારણે ઊંચાઈ વાળા પાકોને નુકશાન નહિ થાય.
આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ મળતી રહે.
વધુ વાંચો :
એમેઝોન અને ફ્લિપકાર્ટ કરતા પણ આ સરકારી વેબસાઈટ ઉપર સમાન સસ્તો મળે છે! કઈ છે આ વેબસાઇટ?
Jio IPO: રિલાયન્સી જીઓ નો સૌથી મોટો આઇપીઓ આવી રહ્યો છે જે 40 હજાર કરોડનો હશે!

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.