ગુજરાત હવામાન 2025 : ઉત્તર ભારતના વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે ફરી એકવાર વરસાદ થવાની શક્યતા છે. આના પછી તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળશે. જેના પરિણામે ઘણા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધશે. પશ્ચિમી વિક્ષેપ મેદાની વિસ્તારોને અસર કરશે.
જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદની સાથે સાથે કરા પડશે અને ભારે પવન ફૂંકાશે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે. હવામાન વિભાગે આ અંગે અપડેટ્સ આપી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પૂર્વ ઈરાન અને આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેસન બન્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનો સાથે પશ્ચિમી હવાઓ ભળી જવાની શક્યતા છે. તેની અસરના કારણે 11 અને 12 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં હળવેથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
આ પણ વાંચો : Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રોમાં આવી ભરતી, પગાર ધોરણ સાંભળી ને ચોંકી જશો, અહીં જાણો સંપુર્ણ માહિતી
આ દરમિયાન ઉતર-પશ્ચિમ ભારત અને નજીકના મધ્યમ ભારતના વિસ્તારોમાં વરસાદ પડશે. 11 જાન્યુઆરી રાજસ્થાન, જમ્મુ, કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉતર પ્રદેશ, ઉત્તરાખંડ, અને મધ્યપ્રદેશ માં ગાજવીજ સાથે વરસાદ પડશે અને તેની સાથે કરા પણ પડવાની સંભાવના છે. પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે.
11 રાજ્યોની સાથે સાથે આ રાજ્યોમાં પણ વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની આજુબાજુમાં આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેસન બનેલી છે. જેના પરિણામે 13 જાન્યુઆરીએ આંધપ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે 12 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી વચ્ચે તમિલનાડુ અને પુડુંચેરીમાં અને 13 અને 14 જાન્યુઆરીએ કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસમાં ઉતર-પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાન 2-3°Cનો વધારો થવાની સંભાવના છે. જ્યારે મધ્ય ભારતમાં લઘુતમ તાપમાનમાં આગામી 2 દિવસમાં 3-4°કનો વધારો થવાની શક્યતા છે. જોકે, આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ભારતમાં તાપમાનમાં કોઈ ખાસ તફાવત નહિ જોવા મળે. હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ ની ચેતવણી જારી કરી છે. 12-13 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં, રાત્રિ અને સવાર દરમિયાન ગાઢ ધુમ્મસ જોવા મળશે. 11 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશમાં અને 14 અને 15 જાન્યુઆરીએ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ રહેશે. મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, આસામ, મેઘાલય, મણિપુર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, મિઝોરમ, ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ નું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ મળતી રહે.
આવકનો દાખલો તમારા મોબાઈલ દ્વારા ઘરે બેઠા કાઢો, માત્ર 10 મિનિટની અંદર!

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.