ગુજરાતના ખેડૂતોને થશે મોટો લાભ! સરકારનું મોટું આયોજન, જાણો કઈ રીતે?

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી ગુજરાતના તમામ લોકોને અલગ અલગ રીતે ફાયદો થતો હોય છે અને ખાસ કરીને ગુજરાત સરકાર ખેડૂતો માટે બહુ જ અલગ અલગ ઘણી યોજનાઓ લાવતા હોય છે, ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાતના બધા જ ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે તેમની સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા બનાવી છે. ગુજરાતના ધરતીપુત્રો એટલે કે ખેડૂતો ગુજરાત સરકારની ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાઓનું સરળતાથી લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

જો તમને આઇ ખેડુત પોર્ટલ વિશે ખબર ના હોય કે આ શું છે તો હું તમને જણાવી દઉં કે આ એક સરકારની વેબસાઈટ છે જ્યાં ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી છે આ વેબસાઈટ સરકારની ઓફિશિયલ વેબસાઈટ છે અને ત્યાં જઈને ખેડૂતો અલગ અલગ યોજનાનો લાભ મેળવી શકે છે. ખેડૂતોને સ્વ નિર્ભરતા તરફ લઈ જવા માટે ગુજરાત સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો કોઈપણ યોજનામાં સરળતાથી અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ 2024 માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા વાર સાત દિવસ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે, તેમજ ખેતીની નિયામકની અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ વાંચો:- Gay Sahay Yojana Gujarat 2024 : પશુપાલકો ને સરકાર આપશે 10,800 રૂપિયા, ગાય સહાય યોજના

આઇ ખેડૂત પોર્ટલ કયા જિલ્લામાં ક્યારે ખુલશે? 

મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા સુરત તાપી કચ્છ વલસાડ નવસારી અને ડાંગ આ જિલ્લાઓ માટે તારીખ 21 થી 27 સપ્ટેમ્બર 2024 સુધી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું રહેશે.

અમદાવાદ આણંદ ગાંધીનગર ખેડા ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અમરેલી બોટાદ અને ભાવનગર આ જિલ્લાઓ માટે તારીખ 23 થી 29 સપ્ટેમ્બર સુધી આઈ પોર્ટલ ખુલ્લો મુકવામાં આવશે.

બનાસકાંઠા અરવલી પાટણ મહેસાણા મહીસાગર વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ સાબરકાંઠા નર્મદા અને ભરૂચ આ જિલ્લાઓ માટે તારીખ 24 થી 30 સપ્ટેમ્બર સુધી આઈ પોર્ટલ ખુલ્લું રહેશે.

જો મિત્રો તમે પણ એક ખેડૂત જ છો અને તમારી ખેતીની આગળ વધારવા માટે કોઈપણ સરકારી યોજના નું લાભ મેળવવા માંગો છો તો અત્યારે આ એક બહુ જ ખાસ મોકો છે તો તમે તમારા જિલ્લા અનુસાર જ્યારે પણ આઇ ખેડૂત પોર્ટલ ખુલે ત્યારે તમે જે પણ સાધનોની આવશ્યક હોય તે માટે અરજી કરી શકો છો. આઇ ખેડુત ની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે, અહીં જે પણ સરકારી યોજનાઓ ચાલતી હોય તેમાંથી તમે કોઈ પણ સરકારી ખેડૂત યોજનાનું લાભ મેળવી શકો છો.

આ વાંચો:- Pashupalan loan : પશુપાલન લોન અંતર્ગત પશુપાલકોને 12 લાખ સુધીની લોન મળી શકે છે, જાણો કઈ રીતે?

Leave a comment