I Khedut Portal 2024: નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે લાભ મળી રહે તે માટે અને ખેડૂતો માટે ખાસ યોજનાઓ નો લાભ મળી રહે તે માટે અત્યારે આઇ ખેડુત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ આઇ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે તમારી ઓનલાઇન અરજી કરી શકો છો,
આ પોર્ટલ ઉપર તમને અલગ અલગ ખેતીવાડીના સાધનો માટે લાભ આપવામાં આવતો હોય છે જેથી ઘણા ખેડૂતોની મદદ થઈ શકે છે. એટલા માટે સરકારે આ યોજનાનો લાભ ખેડૂતને આપવા માટે અત્યારે આ I khedut portal ખુલ્લુ મુકવામાં આવ્યું છે જેથી જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે પોતાની અરજી વહેલા સર કરી શકે છે.
પરંતુ ઘણા ખેડૂતોની આ પોર્ટલ ઉપર અરજી કરતા નથી આવડતું તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ લેખમાં અમે તમને સંપૂર્ણ અરજી કરવાની પ્રક્રિયા જણાવવાના છીએ આ સાથે જ આ યોજનાની પાત્રતા અને આ યોજનાના લાભો શું શું છે તે વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો મિત્રો આ લેખ તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે તો અંત સુધી જરૂરથી વાંચો. આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની તારીખ વિશે જાણો. આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની તારીખ વિશે જાણો.
I khedut portal 2024 ની યોજનાઓ:
ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને લાભ થાય તે માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેના વિશે અહીં અમે તમને માહિતી આપવાના છીએ, આ યોજનાઓમાં મુખ્યત્વે પાંચ યોજના છે જેના વિશે માહિતી નીચે આપેલી છે.
1. ખેતી વાડી યોજના:
ખેતીવાડી માટે સાધન સહાય યોજના અને અન્ય ઓજારો કે સાધનો જેથી ખેતીમાં મદદ થાય તેના માટે સહાય, ખેડૂતોની પાક મુજબ વિધિ માટે પ્રોત્સાહન આપવા માટે ની યોજના, કલ્ટીવેટર, ગ્રાઉન્ડ ડીગર, આ સિવાય પણ ખેતી વાડીને લગતા સાધનો માટે સહાય જેના વિશે વધુ માહિતી તમે ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો.
2. પશુપાલન માટે યોજના:
પશુપાલન યોજનામાં કયા કયા લાભો મળશે તેના વિશે હજી સુધી કોઈ પણ યાદી ઉપલબ્ધ નથી.
3. બાગાયતી યોજના:
તાજેતરમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બાગાયતી યોજના ઓનલાઈન મુકવામાં આવી છે, અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફાળો કે પાકો માટે સહાય યોજના અને દેવીપુજક ખેડૂતોને તરબૂચ ટેટી અને શાકભાજીના બિયારણ માટે પણ સહાય યોજના બનાવવામાં આવી છે.
4. મત્સ્ય પાલન યોજના:
મત્સ્ય પાલન યોજનામાં શું શું લાભ મળશે તેના વિશે હજી સુધી કોઈ યાદી ઉપલબ્ધ નથી.
5. અન્ય યોજના:
અન્ય યોજનાઓમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી આત્માનિક પ્રાકૃતિક યોજનાઓ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ, ગોડાઉન સ્કીમ 25% કેપિટલ સબસીડી, ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા માટે સહાય યોજના
I khedut portal 2024 Document ( આઇ ખેડૂત પોર્ટલ માટે આવશ્યક દસ્તાવેજ )
જે પણ ખેડૂત ભાઈઓ કે અન્ય લોકો આ યોજના નો લાભ લેવા માંગે છે તેમની પાસે નીચે આપેલા બધા જ દસ્તાવેજો હોવા જોઈએ, જે લોકો પાસે નીચે આપેલા બધા દસ્તાવેજો છે તે પોતાની અરજી બહુ જ સરળ રીતથી કરી શકે છે અને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- બેન્ક પાસબુક
- તમારી જમીનનો સર્વે નંબર
- જમીનના 7/12 ના ઉતારા
- રેશનકાર્ડ નંબર
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી
આઇ ખેડૂત પોર્ટલ માટે પાત્રતા
- જો તમે ખેતીવાડીના સાધનો માટે અરજી કરવા માંગો છો તો તમારી પાસે પોતાની જમીન હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના લોકોને જ મળશે.
- તમારું કોઈપણ બેંકમાં ખાતું હોવું જોઈએ
- તમારી પાસે 7/12 ના ઉતારા હોવા જોઈએ.
- જમીન ને લગતા દસ્તાવેજ હોવા જોઈએ.
આઇ ખેડૂત પોર્ટલ માટે અરજી કરવાની રીત
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ ને ઓપન કરો.
- આ ikhedut.gujarat.gov.in ઓફિસિયલ વેબસાઈટ છે, તમે અહીં લિંક ઉપર ક્લિક કરીને પણ ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈ શકો છો.
- હોમ પેજ ઉપર યોજનાઓનો વિકલ્પ પસંદ કરો.
- હવે તમારે જે પણ જરૂરી હોય તે યોજના ને પસંદ કરો.
- ત્યારબાદ જો તમે આ પોર્ટલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે ડાયરેક્ટ ફોર્મ ભરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ હજી ફોર્મ ભરો. જેમાં તમારી ઉપયોગી માહિતી લખવાની રહેશે.
- ફોર્મ ધ્યાનથી ભર્યા બાદ આ અરજીને સબમીટ કરો.
- ત્યારબાદ તમારું અરજી નંબર મેળવો જેને તમારે ધ્યાનથી સાચવીને રાખવાનો છે.
આ વાંચો:- Money control: પૈસા હાથમાં ના ટકતા હોય તો અપનાવો આ ટિપ્સ, તમારા પૈસાની થશે બચત!
I khedut portal 2024 status : આઇ ખેડૂત પોર્ટલની ઓનલાઇન અરજીનું સ્ટેટસ તપાસો
જો તમે આઇ ખેડૂત પોર્ટલ ઉપર તમારી અરજી કરી દીધી છે અને તમે તેનું સ્ટેટસ ચેક કરવા માંગો છો તો સૌ પ્રથમ ફરીથી તમારી આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ ની ઓપન કરવાની છે.
- હોમ પેજ ઉપર તમને I khedut portal status નો ઓપ્શન મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હોમ પેજ પર તમને આઇ ખેડુત પોર્ટલ સ્ટેટસ/ રીપ્રિન્ટ લેવા માટે અહી ક્લિક કરો આવો ઓપ્શન મળે તો તેના ઉપર ક્લિક કરો.
- હવે ત્યારબાદ તમારે તમારો અરજી નંબર અને તેનો પાસવર્ડ અને બીજી જે પણ અગત્યની વિગતો હોય તેને લખવાની રહેશે.
- અગત્યની વિગતો લખ્યા બાદ તમને નીચે સ્ટેટસ તપાસો તેવો ઓપ્શન મળશે તેના ઉપર ક્લિક કરો.
- સ્ટેટસ તપાસો તેના ઉપર ક્લિક જેવું તમે કરશો ત્યારબાદ તમારા સમક્ષ તમે જે પણ અરજી કરી હશે તેની વિગતો ખુલી જશે અને તેનું સ્ટેટસ તમને જોવા મળશે.
FAQ:
1. આઈ ખેડૂત પોર્ટલ શું છે?
:- આઇ ખેડૂત પોર્ટલ એક યોજના છે જે સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવા માટે બનાવવામાં આવી છે.
2. આ યોજનાનો લાભ કોને મળે?
:- આઇ ખેડૂત પોર્ટલ યોજનાનો લાભ જે પણ ખેડૂતો કે અન્ય મજૂર લોકોમાં સમાવેશ થતો હોય તેવા લોકોને મળે છે.
3. I khedut Portal ઉપર અરજી કઈ રીતે કરવી?
:- જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગે છે તે આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને પોતાની અરજી કરી શકે છે.
આ વાંચો:- OnePlus 13: આ સ્માર્ટફોનમાં મળશે 24GB RAM, જાણો ક્યારે થશે લોન્ચ?

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે