Indian Navy Btech Entry Vacancy : ઇન્ડિયન નેવીમાં 12 પાસ માટે આવી ભરતી, 6 ડિસેમ્બરથી ફોર્મ ભરાવવાના થયા શરૂ

WhatsApp Group Join Now

ઘણા ભારતીય યુવકોનું સપનું હોય છે કે તેઓને ઈન્ડિયન નેવીમાં જોબ કરવા મળે, અને દેશ ની સેવા કરવાનો મોકો મળે. જે વ્યકિત એ 12 પાસ કરેલ છે તેમના માટે ઇન્ડિયન નેવીમાં ભરતીની નોટીફિકેશન જાહેર કરી દેવામાં આવી છે. ભારતીય નેવીમાં એકજ્યુકેટિવ અને ટેકનિકલ બ્રાન્ચ ની ભરતી માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં ફોર્મ ભરવાનું 6 ડિસેમ્બર થી શરૂ થઈ ગયું છે અને આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2024 રાખવામાં આવી છે.

ઇન્ડિયન નેવી દ્વારા 12th બીટેક કેડેટ એન્ટ્રી સ્કીમ કોર્સ જુલાઈ 2025 માટે સૂચના બહાર પાડવામાં આવી છે. જેના માટે અવિવાહિત પુરુષ અને સ્ત્રી બંને આવેદન કરી શકે છે. ભારતીય નેવીમાં એકજ્યુકેટિવ અને ટેકનિકલ બ્રાન્ચ માટે ઉમેદવારો ને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં 36 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, અને 7 જગ્યાઓ માટે સ્ત્રીઓની ભરતી કરવામાં આવશે.

ઈન્ડિયન નેવી ભરતી માટે ઉંમર મર્યાદા

આ ભરતી માટે ઉમેદવારની જન્મ 2 જાન્યુઆરી 2006 થી 1 જુલાઈ 2008 ના વચ્ચે હોવો જોઈએ. તેના માટે આ બે તારીખો આપવામાં આવી છે. જેમનો જન્મ આ બે તારીખો વચ્ચે થયેલો છે તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.

ઇન્ડિયન નેવી ભરતી ફોર્મ માટે ફી

ઇન્ડિયન નેવી ભરતી માટે તમારે ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની જરૂર નથી આ એક ફ્રી પ્રોસેસ છે. આ ભરતી માટે તમે મફત માં ઘરે બેઠા અરજી કરી શકો છો.

ઇન્ડિયન નેવી ભરતી માટે શૈક્ષણીક લાયકાત

આ ભરતી માટે ઉમેદવાર કોઈ પણ માન્ય બોર્ડથી ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અને ગણિત વિષયમાં ઓછામાં ઓછા 70 ટકા સાથે 12 પાસ કરેલ હોવું જોઈએ. અને અંગ્રેજી વિષયમાં પણ 50 માર્કસ હોવા જોઈએ. આનાં વગર પણ જે લોકો જેઇઇ મેઈન 2024 માં સામેલ થયેલ છે તેઓ પણ અરજી કરી શકે છે.

આ પણ વાંચો : Indian Navy Vacancy : 10 પાસ માટે સુવર્ણ તક, ઇન્ડિયન નેવીમાં 275 જગ્યા માટે ભરતી

ઇન્ડિયન નેવી ભરતી માટે પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારો ની પસંદગી જેઇઇ મઈન્સ 2024 કોમન રેન્ક લીસ્ટ ના આધાર પર, ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન અને મેડિકલ ચેકઅપ ના આધાર પર કરવામાં આવશે.

ઇન્ડિયન નેવી ભરતી માટે આવેદન પ્રક્રિયા

ઇન્ડિયન નેવી ભરતી માટે ઉમેદવારો ને ઓનલાઈન મોડ માં અરજી કરવાની રહેશે. પરંતુ અરજી કરતા પહેલા એક વાર ઑફીસિયલ નોટીફિકેશન વાંચવાની રહેશે. આમાં આપેલી બધી જાણકારી સરખી રીતે વાંચી સમજી ત્યાર બાદ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

ઉમેદવારો ને ઓનલાઈન અરજી કરવા માટે ઇન્ડિયન નેવી ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.ત્યાર બાદ તમારે વ્યક્તિગત બધી જાણકારી સાચી સાચી ભરવાની રહેશે. જાણકારી ભર્યા બાદ માંગવામાં આવતા ડોક્યુમેન્ટ ને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. લાસ્ટ માં ફોર્મ ને સબમિટ કરીને પ્રિન્ટ આઉટ લઈ ને તમારા મોબાઈલ માં સેવ કરીને રાખવાની રહેશે. જેથી તમારે જ્યારે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે મળી રહે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને join કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.

Indian Navy Btech Entry Vacancy check :

ઓનલાઇન અરજી શરૂ થયાની તારીખ :- 6 ડિસેમ્બર 2024

ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ :- 20 ડિસેમ્બર 2024

નોટીફિકેશન ડાઉનલોડ : Download Now

ઓનલાઇન અરજી માટેની લીંક : Apply Now

FCI New Vacancy 2024 : ખાદ્ય વિભાગમાં 10000 થી વધુ જગ્યાઓ માટે બંપર ભરતી, પગાર 20 હજાર થી 60 હજાર, આવી રીતે કરો અરજી

AOC Vacancy 2024 : આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ માં 723 જગ્યાઓ માટે ભરતી, આજથી ફોર્મ ભરાવવા ના શરૂ, 10 પાસ પણ કરી શકે અરજી

BSNL Vacancy 2024 : ભારત સંચાર નિગમ લિમિટેડ કંપનીએ જાહેર કરી ભરતી, પગાર 80,000 થી વધુ

Leave a comment