Infinix GT 20 Pro : ઇન્ફિનિક્સ કંપની નવા સ્માર્ટફોન ને ૨૧ મે ના રોજ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં યુઝર્સને ને ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે અને ખાસ કરીને આ ફોન gamers માટે બનાવવામાં આવ્યો છે, આ એક મધ્યમ શ્રેણી નો 5G સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન માં MediaTek Dimensity 8200 ultimate chipset, 12GB LPDDR5X RAM અને 256GB OFC3.1 સ્ટોરેજ આપવામાં આવી છે, આના સિવાય બીજા ઘણા ફીચર આપવામાં આવ્યા છે જેથી આ લેખ ને અંત સુઘી વાંચજો અમે આ લેખ માં infinix GT 20 Pro વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ.
Infinix GT 20 Pro ને સાયબર મેચા ડિઝાઈન નો ઉપયોગ કરી ને બનાવવામાં આવ્યો છે. અને આ સ્માર્ટફોન ના પાછળ ના ભાગ માં મેચા લૂપ લાઈટિંગ આપવામાં આવી છે જેને 8 કલર કોમ્બિનેશન અને 4 લાઈટિંગ ઈફેક્ટ સાથે બનાવવા માં આવી છે .
ડિસ્પ્લે અને ઓડિયો
Imfinix GT 20 Pro માં 6.78 ઇંચ ની FHD+ AMOLED ડિસ્પ્લે ની સાથે 144 રીફ્રેશ રેટ 1300 નીટશ પિક બ્રાઇટનેસ અને 1080X2436 પિક્સેલ resolution જોવા મળશે. અને જે લોકો ગેમિંગ માં ઘણો રસ ધરાવે છે તેમના માટે આ સ્માર્ટફોન બેસ્ટ ઓપ્શન છે. ઓડિયો ની વાત કરીએ તો આમાં JBL દ્વારા ટ્યુન કરેલ સ્પીકરસ્ આપવા માં આવ્યા છે.
મેઈન કૅમેરા અને સેલ્ફી કૅમેરા
આ સ્માર્ટફોન ના કૅમેરા સાઇડ ની વાત કરીએ તો, આમાં ટ્રિપ્લ રીર કૅમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં 108 મેગા પિક્સેલ નો મેઈન કૅમેરા ની સાથે Quad-LED flash, HDR, ane panorama જેવા ફીચર આપવામાં આવ્યો છે જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે 32 મેગા પિક્સેલ નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન
બેટરી અને કૂલિંગ
GT 20 Pro ની બેટરી ની વાત કરીએ તો આમાં 5000mAh ની નોન રેમોવેબલ બેટરી આપવામાં આવી છે જે 45W ના wired ચાર્જર ને સપોર્ટ કરે છે. ગરમી નું સંચાલન ઓછું કરવા માટે આ સ્માર્ટફોન માં ઇન્ફીનિક્સ માલિકી ની વીસી ચેમ્બર કૂલિંગ ટેકનોલોજી આપવા માં આવી છે જયારે ફોન ગરમ થસે ત્યારે તેને ઠંડો કરવાનું કામ કરશે.
રેમ અને સ્ટોરેજ
શરૂઆત માં અમે તમને જણાવ્યુ તે મુજબ આ સ્માર્ટફોન માં MediaTek Dimensity 8200 ultimate chipset, અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઇઝ્ડ XOS 14 પર કામ કરશે.12GB LPDDR5X RAM અને 256GB OFC3.1 સ્ટોરેજ, ઓક્ટાકોર સીપીયુ અને mali-g610 MC6 જીપીયુ આપવામાં આવ્યું છે.
આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામા આવશે: મેચા સિલ્વર, મેચા બ્લૂ અને મેચા ઓરેન્જ.
પ્રાઈસ અને લોન્ચ
આગળ અમે તમને જણાવ્યું તે મુજબ આ સ્માર્ટફોન 21 may નો લોન્ચ થસે, અને આ એક મધ્યમ શ્રેણી નો સ્માર્ટફોન રહેશે. જેની કિંમત ની વાત કરીએ તો આની કિમત ભારત માં 25,000 હજાર રહેશે અને આ ફોન ને તમે 21 may થી imfinix ના સ્ટોર અને ફ્લિપકાર્ટ તથા ઓફલાઈન સ્ટોર પર થી ખરીદી શકો છો.
વધુ વાંચો :
Vivo Y18 And Y18e, ફક્ત 7000 હજાર રૂપિયા માં વિવો એ લોન્ચ કર્યો નવો ફોન જેમાં મળશે 4GB RAM
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.