50MP AI કૅમેરા અને MediaTek Dimensity 6300 સાથે IQOO Z9 Lite 5G એ ભારત માં કરી એન્ટ્રી , જાણો કિંમત, ઉપલબ્ધતા અને specs

WhatsApp Group Join Now

50MP AI કૅમેરા અને MediaTek Dimensity 6300 સાથે IQOO Z9 Lite 5G એ ભારત માં કરી એન્ટ્રી , જાણો કિંમત, ઉપલબ્ધતા અને specs

IQOO Z9 Lite 5G : સ્માર્ટફોન નિર્માતા કંપની IQoo એ z સીરીઝ ના હેઠળ નવા સ્માર્ટફોન ને લોન્ચ કર્યો છે. IQOO Z9 Lite 5G ને વપરાશકર્તાઓ ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવ્યો છે. આ સ્માર્ટફોન ને માધ્યમ વર્ગ ના લોકો ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવ્યો છે જેથી આની કિંમત ફક્ત 10,499 રૂપિયા જ રાખવામાં આવી છે. IQOO Z9 Lite 5G સ્માર્ટફોન માં MediaTek Dimensity 6300 ચિપસેટ, સોની AI કૅમેરા અને બીજા ઘણા specs આપવામાં આવ્યા છે.

50MP AI કૅમેરા અને MediaTek Dimensity 6300 સાથે IQOO Z9 Lite 5G એ ભારત માં કરી એન્ટ્રી , જાણો કિંમત, ઉપલબ્ધતા અને specs

સ્માર્ટફોન નિર્માતા કંપની IQOO એ 15 જુલાઇ ( સોમવારે ) તેની Z સીરીઝ ની અંદર નવા વેરીઅન્ટ ને ઉમેર્યું. જેનું નામ IQOo Z9 lite 5G છે. આ સ્માર્ટફોન ની અંદર ઘણા બધા specs આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન ને ખાસ કરીને મિડલ ક્લાસ ફેમિલી ને ધ્યાન માં રાખી ને બનાવવામાં આવ્યો છે. IQOo Z9 Lite 5G વિશે સંપુર્ણ જાણકારી જાણવા માટે આ લેખ ને અંત સુધી વાંચજો.

IQOO Z9 Lite 5G સ્પીસિફિકેશન

IQOO Z9 Lite 5G સ્માર્ટફોન માં 6.56 ઇંચ ની એલસીડી ડિસ્પ્લે, 1612 x 720 પિક્સેલ resolution, 90Hz રીફ્રેશ રેટ, 840 nits peak બ્રાઇટનેસ લેવલ આપવામાં આવ્યું છે.

અમે તમને આગળ જણાવ્યું તે મુજબ આ સ્માર્ટફોનમાં octa core MediaTek Dimensity 6300 ચિપસેટ આપવામાં આવ્યું છે , જ્યારે 6GB RAM અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને વપરાશકર્તા માઈક્રોએસડી કાર્ડ ના માઘ્યમ થી 1TB સુધી એક્સપેન્ડ કરી શકે છે.

આ પણ વાંચો : New MediaTek SoC સાથે oppo એ લોન્ચ કર્યો oppo Reno 12 pro 5G અને Oppo Reno 12 5G, જાણો ફીચર, કિંમત અને ઉપલબ્ધતા

IQOO Z9 lite 5G Android 14 ઓપરેટિંગ સીસ્ટમ ના FunTouch Os પર ચાલશે. IQOO કંપની તરફ થી 2 વર્ષ ની OS અપડેટ ની અને 3 વર્ષ ની સિક્યોરિટી અપડેટ ની વોરેન્ટી આપવા આવી છે.

જ્યારે કૅમેરા સાઇડ ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં ડ્યુઅલ રીઅર કૅમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 50 મેગા પિક્સેલ નો સોની AI કૅમેરો અને સાથે 2 મેગા પિક્સેલ નો બોકેહ કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે વિડિયો કોલ અને સેલ્ફી માટે 8 મેગા પિક્સેલ નો કેમેરો આપવામાં આવ્યો છે. સાથે આ સ્માર્ટફોન માં AI દ્વારા સંચાલિત ફોટો એડિટિંગ સુવિધાઓ આપવામાં આવી છે.

આ સ્માર્ટફોન ને IP64 ની રેટિંગ આપવામાં આવી છે જે તેને પાણી અને ધૂળ સામે પ્રતિરોધક બનાવે છે. જ્યારે આ સ્માર્ટફોન માં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, સાથે 15W ફાસ્ટ ચાર્જિગ એડેપ્ટર આપવામાં આવ્યું છે.

આ વાંચો : માનવ કલ્યાણ યોજના 2024 યોજનામાં કઈ રીતે કરવી અરજી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

કિંમત અને ઉપલબ્ધતા

IQOo કંપની એ z સીરીઝ ના Z9 Lite 5G ને બે અલગ અલગ રેમ સાથે લોન્ચ કર્યા છે જેમાં તેના પહેલાં વેરીઅન્ટ જેમાં 4GB+128GB સ્ટોરેજ વાળા ની કિંમત 10,499 રૂપિયા છે અને બીજા વેરીઅન્ટ જેની કિંમત 11,499 રૂપિયા છે અને આમાં 6GB+128GB સ્ટોરેજ મળે છે. જ્યારે આ સ્માર્ટફોન એકવા ફ્લો અને મોચા બ્રાઉન કલર ઓપ્શન માં ઉપલબ્ધ છે. IQOO Z9 Lite 5G સ્માર્ટફોન ને 20 જુલાઇ થી amazon અને IQoo ના e store પર થી ખરીદી શકાશે. લોન્ચ ઓફર ના ભાગરૂપે ICICI બેન્ક અને HDFC બેન્ક ના કાર્ડ પર તમને 500 રૂપિયા નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આની સાથે જે લોકો આ સ્માર્ટફોન ખરીદશે તેમને 400 રૂપિયા વાળા વિવો કંપની ના earphone પણ આપવામાં આવશે.

આજ ના આ આર્ટીકલ ની અંદર અમે તમને IQOO Z9 Lite 5G વિશે સંપુર્ણ જાણકારી આપી છે. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય અથવા તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કૉમેન્ટ કરી ને પૂછી શકો છો. અને આવીજ જાણકારી માટે Vitalkhabar સાથે જોડાઈ રહો.

વધુ વાંચો : 

બેંક ભરતી 2024 | બેંકોમાં આવી 6,000 પદો ઉપર ભરતી, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

શું હવે bajaj બાદ TVS પણ લોન્ચ કરશે Jupiter 125 CNG વેરીઅન્ટ ? જાણો આ લેખ માં

Leave a comment