Jawa 42 FJ : 42 વર્ષથી બજાર માંથી ગેરહાજર, જાવા મોટરસાઇકલ બ્રાન્ડે બાઇકના શોખીનોમાં ફરી રસ દાખવ્યો છે. મહિન્દ્રા અને મહિન્દ્રા ના ક્લાસિક લીજેન્ડ્સ ના બેનર હેઠળ jawa 2016 માં ફરી ઉભર્યું અને તેણે મંગળવારે, 3 સપ્ટેમ્બરના રોજ Jawa 42 FJ ને ભારતમાં લોંચ કર્યું છે. મહિન્દ્રા ગ્રુપ ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પડકારોને દૂર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો કારણ કે કંપની બજારમાં પ્રભુત્વ મેળવવા માટે કાર્યશીલ છે.
Jawa, મૂળરૂપે ભારતમાં 1960 થી ઉત્પાદિત, 1974 માં જ્યાં સુધી ઉત્પાદન બંધ ના થાય ત્યાં સુધી એક મોટી સફળતા હતી. મહિન્દ્રા ગ્રુપ દ્વારા તેની પેટા કંપની, ક્લાસિક લિજેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓ્ક્ટોબર 2016 માં બ્રાન્ડ ને પાછું જીવીત કરવામાં આવ્યું હતું, અને ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ મોડલ લોંચ કરવામાં આવ્યા છે જેમાં Jawa 42 FJ નવીનતમ મોડલ છે.
Jawa 42 FJ એન્જીન
ભારતમાં લોન્ચ કરવામાં આવેલી Jawa 42 FJ નું એન્જિન ઈટલી માં બનાવવામાં આવ્યું છે. તેની ડિઝાઈન સંપુર્ણ પણે જૂની બાઈક જેવી જ છે. અને તેનો અવાજ પણ પહેલા જેવો જ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાઈક માં 334 સીસી નું લિકવીડ-કુલ્ડ, સિંગલ સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 28.7bhp અને 29.62Nm નો પાવર વિકસાવે છે. આ બાઈક છ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
Java 42 FJ સ્પેક્સ
Jawa એ LED ઈલ્યુમિનેશન, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે સંપુર્ણ ડિજિટલ કંસોલ, USB ચાર્જિગ પોર્ટ, અને ડ્યુઅલ ચેનલ ABS જેવી સુવિધાઓ પણ કાર્યરત કરી છે. આ jawa 42 FJ સૌથી સસ્તું બેઝ વેરીઅન્ટ છે. તે ટ્યુબ વાળા વ્હીલ્સ સાથે સ્પોક વ્હીલ્સ પણ ઓફર કરે છે. આ સ્પોક વ્હીલ્સ ફક્ત એક જ પેઇન્ટ સ્કીમ માં આવે છે – અરોરા ગ્રીન મેટ.
આ પણ વાંચો : રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ
Jawa 42 FJ ટોપ-સ્પેક મોડલ છે જે પાંચ કલર ઓફર કરે છે – અરોરા ગ્રીન મેટ, મિસ્ટિક કોપર, કૉસ્મો બ્લૂ મેટ, ડીપ બ્લેક/મેટ બ્લેક કલેડ અને ડીપ મેટ બ્લેક/ મેટ રેડ કલેડ.
Jawa 42 FJ કિંમત
Jawa 42 FJ ની એકસ શોરૂમ કિંમત 2,10,000 થી 2,20,000 છે. જે પાંચ કલર ઓફર કરે છે – અરોરા ગ્રીન મેટ, મિસ્ટિક કોપર, કૉસ્મો બ્લૂ મેટ, ડીપ બ્લેક/મેટ બ્લેક કલેડ અને ડીપ મેટ બ્લેક/ મેટ રેડ કલેડ.
Jawa 42 FJ ની હરીફ રોયલ એનફીલ્ડ ની બાઈક ક્લાસિક 350, હન્ટર 350 અને થી અલગ છે, વજન હોય કે માઈલેઝ હોય એન્જિન હોય, સ્પીડ હોય તે તેના હરીફો કરતા 20 ગણી સારી સાબિત થાય છે.
આવી જ બાઈક રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને આવીજ અપડેટ્સ ડેઇલી મળતી રહે.
વધુ વાંચો :
સુરેન્દ્રનગર જીલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો 2024 આજથી શરૂ , પહેલી વાર યોજાશે ગ્રામીણ ઓલિમ્પિક
આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી! જાણો ક્યાં પડશે ક્યારે વરસાદ?
કુંવરબાઈનુ મામેરુ યોજના: ગરીબ પરિવારની દીકરીઓ માટે સૌથી શ્રેષ્ઠ યોજના

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.