જુનિયર ક્લાર્ક ભરતી 2025
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ – જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU) અને સાર્દાર કૃષિ યુનિવર્સિટી (SDAU) દ્વારા 2025માં કુલ 227 જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને ગ્રેજ્યુએટ છો તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે.
જુનિયર ક્લાર્ક ભરતી કેટલા પદો ઉપર છે?
આ ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી જગ્યા કુલ: 227 જેટલા પદો ઉપર છે.
કાર્યસ્થળ: ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ (JAU, AAU, NAU, SDAU)
ઓનલાઇન અરજીની વિગતો:
ફોર્મ ભરવાનું શરૂ: 15 જુલાઈ 2025
અંતિમ તારીખ: 11 ઓગસ્ટ 2025
અરજી કરવાની રીત: માત્ર ઓનલાઈન (યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જઇને, અહીં અમે તમને નીચે જતાવર જેટલી પણ વેબસાઈટ છે તેની લીંક આપી છે તેને નીચે આપેલી વેબસાઈટ માંથી કોઈ પણ વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકો છો.
www.jau.in , www.aau.in , www.nau.in , www.sdau.edu.in
🔹 લાયકાત (Eligibility):
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે (B.A., B.Sc., B.Com. વગેરે)
કમ્પ્યુટરના આધારભૂત જ્ઞાનનું પ્રમાણપત્ર (CCC અથવા સમકક્ષ) હોવું જરૂરી છે
ગુજરાતી અને હિન્દી ભાષાનું વાંચન-લેખન આવડવું જોઈએ.
🔹 વય મર્યાદા:
ઓછામાં ઓછી ઉમેદવારની ઉંમર: 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર: 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.
અનામત કેટેગરીને છૂટછાટ સરકારના નિયમો મુજબ મળી શકે છે.
પસંદગી કઈ રીતે કરવામાં આવશે?
જૂનિયર ક્લાર્ક પદ માટે પસંદગી નીચે મુજબ તબક્કાવાર લેશે:
1. પ્રાથમિક પરીક્ષા (Prelims):
પ્રશ્નો: 100
કુલ માર્ક્સ: 100
સમય: 90 મિનિટ
વિષયો: રીઝનિંગ, ગણિત, ગુજરાતી, અંગ્રેજી
પરીક્ષા પ્રકાર: OMR અથવા કમ્પ્યુટર આધારિત
2. મુખ્ય પરીક્ષા (Mains):
પ્રશ્નો: 200
સમય: 120 મિનિટ
વિષયો:
ગુજરાતી – 20 માર્ક
અંગ્રેજી – 20 માર્ક
વર્તમાન ઘટનાઓ, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ, રીઝનિંગ વગેરે
3. દસ્તાવેજ ચકાસણી (Document Verification):
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો રજૂ કરવા પડશે
પગાર ધોરણ:
પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને રૂ. 26,000/- ફિક્સ પગાર મળશે
ત્યારબાદ નિયમાનુસાર પે મેટ્રિક્સ મુજબ પગાર લાગુ પડશે (લેવલ-2 મુજબ)
અરજી કરવાની રીત:
1. યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈને Recruitment/Online Application વિભાગ ખોલો
2. રજીસ્ટ્રેશન કરો અને તમારા ઇમેઇલ-મોબાઈલથી લોગિન કરો
3. અરજી ફોર્મમાં તમામ માહિતી ભરો
4. જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, ડિગ્રી, CCC પ્રમાણપત્ર વગેરે) અપલોડ કરો
5. ફી ભરો અને ફોર્મ સબમિટ કર
6. ફોર્મનો પ્રિન્ટઆઉટ રાખો
આ વાંચો:- jio no navo recharge plan : જિયો નો નવો રિચાર્જ પ્લાન ! ફક્ત ₹895માં મેળવો 12 મહિના રિચાર્જ
મહત્વપૂર્ણ સૂચનાઓ:-
અરજી કરતાં પહેલાં સંપૂર્ણ જાહેરાત PDF ધ્યાનપૂર્વક વાંચવી
ફોર્મમાં કોઈ ભૂલ ન રહે તેની ખાતરી કરો
યોગ્ય CAT કે જગ્યા માટે અરજી કરો
સરકારી ભરતી છે એટલે ફ્રોડ કોલ કે ફેક વેબસાઈટથી બચો
આ ભરતી માટે કોઈ સીધી ભરતી કે એજન્ટ દ્વારા પસંદગી થતી નથી
વધુ માહિતી:-
ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કના પદ માટે આવી ભરતી ઘણા યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની એક સુવર્ણ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર અરજી કરવી અને પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી. આ નોકરીમાં સારી નોકરીની સુરક્ષા, નિયમિત પગાર અને સરકારના વિવિધ લાભો મળશે.
આ વાંચો:- આજનું હવામાન : રાજ્યમાં આગામી 7 દિવસમાં અતિભારે વરસાદની ચેતવણી

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે