નમસ્કાર મિત્રો ખેલ મહાકુંભ માં જે પણ રમતવીરો છે તે 25 ડિસેમ્બર સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને મહાકુંભમાં ભાગ લઈ શકે છે, જે પણ રમત વિરો જે પણ રમત માં રસ ધરાવે છે તે પોતાની અરજી કરી શકે છે, સ્પોર્ટ્સમેન લોકો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે આ ખેલ મહાકુંભ જુદી જુદી ઉંમરના ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી શકે અને વિજય પ્રાપ્ત કરી શકે તે માટે આયોજિત કરવામાં આવતું હોય છે આ મહાકુંભના ખેલાડીઓને તેમજ તેમને શીખવતા શિક્ષકોની અથવા કોચને નાણાકીય રીતે પણ પુરસ્કાર આપવામાં આવતા હોય છે અને સન્માનિત કરવામાં આવતા હોય છે.
મિત્રો આજના સમયમાં માત્ર નોકરી જ બધું નથી વ્યક્તિ સ્પોર્ટ્સમાં પણ પોતાનું કાર્ય બનાવી શકે છે અને તેમાં પણ ઘણા પૈસા કમાઈ શકે છે અને ઘણો આગળ વધી શકે છે, સ્પોર્ટ્સમાં ખેલાડીઓ તાલુકા કક્ષાએ ઉત્તેર્ણ થઈને જિલ્લા કક્ષામાં રમતમાં ભાગ લેતા હોય છે ત્યાંથી વિજય થતા તેઓ રાજ્યકક્ષા તરફથી રમતા હોય છે ત્યારબાદ રાજ્યમાં વિજય થનાર રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે સિદ્ધિ અને ખ્યાતિ મેળવી શકતા હોય છે.
ખેલ મહાકુંભમાં રહેલ ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ નીનામાના સલાહથી ગુજરાતમાં ખેલ મહાકુંભ 3.0 ની શરૂઆત કરવામાં આવી છે, અને આ ખેલ મહાકુંભમાં કોઈ પણ રમતવીરો ભાગ લઈ શકે છે, અત્યારના સમયમાં આ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે, જો તમે પણ એક ખેલાડી બનવા માંગતા હોય અને તમને કોઈ પણ રમતમાં સારું એવું જ્ઞાન હોય તો તમે પણ આ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકો છો અને તમારી અંદરની શક્તિ બતાવી શકો છો.
ખેલ મહાકુંભનું ઉદ્દેશ્ય અને મહત્વ
ગુજરાત રાજ્યમાં રમતગમતના પ્રોત્સાહન માટે આયોજિત ખેલ મહાકુંભ એ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અને અલગ અલગ કક્ષાઓ પર સફળતા પ્રાપ્ત કરવાનો એક અનોખો પ્લેટફોર્મ છે. રમતવીરોના ઉત્સાહને વધારવા માટે રાજ્ય સરકાર દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે, જેમાં ગામથી લઈ રાજ્યકક્ષાના ખેલાડીઓ પોતાનો હાથ અજમાવી શકે છે.
રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને તારીખો
ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રમતવીરો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન 5 ડિસેમ્બર 2024થી 25 ડિસેમ્બર 2024 સુધી ખુલ્લું રહેશે. રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખે સાંજના 6 વાગ્યા સુધી રમતવીરો પોતાની વિગતો ઓનલાઇન દાખલ કરી શકે છે.
આ વાંચો:- સરકાર આપશે ટ્રેકટર ખરીદવા માટે સહાય, આવી રીતે જાતે કરો અરજી – Tractor Sahay yojana 2025
ખેલ મહાકુંભમાં ભાગ લેવાના નિયમો અને શરતો
- ખેલાડીઓ માત્ર બે રમતમાં જ ભાગ લઈ શકે છે.
- ઉંમર ગાણતરી માટે આધાર વર્ષ 31 જુલાઈ 2024 નક્કી કરાયું છે.
- શાળા કક્ષાના ખેલાડીઓએ તેમના શાળાના દ્વારા જ રજીસ્ટ્રેશન કરાવવું પડશે
- કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ કોલેજ દ્વારા અથવા પોતાના દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે
- જે ખેલાડી અભ્યાસમાં નથી અથવા શાળા/કોલેજમાં દાખલ નથી, તેઓએ જિલ્લા રમત પરીક્ષણ કેન્દ્ર મારફતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે
- તમામ ખેલાડીઓ ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
- ઓછામાં ઓછા બે વર્ષથી તેઓ ગુજરાતમાં અભ્યાસ, નોકરી, અથવા વ્યવસાય કરતા હોવા જોઈએ.
રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- બેંક પાસબુકની ઝેરોક્સ
- સ્કૂલ બોનાફાઈડ સર્ટિફિકેટ
નોધ: ખોટી ઉંમર દર્શાવનાર ખેલાડીઓને ત્રણ વર્ષ સુધી ભાગ લેવા પ્રતિબંધ મૂકવામાં આવશે.
પુરસ્કાર વ્યવસ્થા અને નાણાકીય ઇનામ
ખેલાડીઓ માટે વિવિધ કક્ષાઓમાં જુદા-જુદા પુરસ્કારની વ્યવસ્થા કરવામાં આવી છે:
વ્યક્તિગત પુરસ્કાર:
તાલુકા કક્ષા:
- પ્રથમ સ્થાને: ₹1,500 (વ્યક્તિગત), ₹1,000 (ટીમ માટે)
- દ્વિતીય સ્થાને: ₹1,000 (વ્યક્તિગત), ₹750 (ટીમ માટે)
- તૃતિય સ્થાને: ₹750 (વ્યક્તિગત), ₹500 (ટીમ માટે)
જિલ્લા કક્ષા
- પ્રથમ સ્થાને: ₹5,000 (વ્યક્તિગત), ₹3,000 (ટીમ માટે)
- દ્વિતીય સ્થાને: ₹3,000 (વ્યક્તિગત), ₹2,000 (ટીમ માટે)
- તૃતિય સ્થાને: ₹2,000 (વ્યક્તિગત), ₹1,000 (ટીમ માટે)
આ વાંચો:- પોસ્ટ ઓફીસ પીપીએફ સ્કીમ : મહિને 6000 રૂપિયા ભરો, અને 19,52,740 રૂપિયા મેળવો
રાજ્ય કક્ષા
- પ્રથમ સ્થાને: ₹10,000 (વ્યક્તિગત), ₹5,000 (ટીમ માટે)
- દ્વિતીય સ્થાને: ₹7,000 (વ્યક્તિગત), ₹3,000 (ટીમ માટે)
- તૃતિય સ્થાને: ₹5,000 (વ્યક્તિગત), ₹2,000 (ટીમ માટે)
શાળાઓ માટેના ઇનામ
તાલુકા કક્ષા:
- પ્રથમ સ્થાને: ₹25,000
- દ્વિતીય સ્થાને: ₹15,000
- તૃતિય સ્થાને: ₹10,000
જિલ્લા કક્ષા:
- પ્રથમ સ્થાને: ₹1,50,000
- દ્વિતીય સ્થાને: ₹1,00,000
- તૃતિય સ્થાને: ₹75,000
રાજ્ય કક્ષા
- પ્રથમ સ્થાને: ₹5,00,000
- દ્વિતીય સ્થાને: ₹3,00,000
- તૃતિય સ્થાને: ₹2,00,000
વિશેષ સૂચનાઓ
- રમતવીરોએ પોતાની ટીમ અને શાળાનું કોડ નંબર એકસરખું હોવું જોઈએ.
- શાળા અને શાખાના આચાર્યની મંજૂરી જરૂરી છે.
- રમતવીરોએ તેમના બોનાફાઈડ પ્રમાણપત્ર સાથે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.
આ વાંચો:- લેપટોપ સહાય યોજના 2024-25: 25,000 રૂપિયાની સહાયથી સહાય મેળવો
સંપર્ક માહિતી
જો મિત્રો તમને આ ખેલ મહાકુંભ વિષે કોઈપણ પ્રકારના સવાલ હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને ત્યાંથી તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો. વધુ જાણકારી માટે અને મદદ માટે ખેલ મહાકુંભ હેલ્પલાઇન નંબર 180024460151 પર સંપર્ક કરવો.
આ રીતે દરરોજ નવા સમાચાર અને દરરોજ નવી યોજના કે નવી સરકારી ભરતી વિશે જાણવા માટે અત્યારે જ અમારા Whatsapp ચેનલ ને જોઈન કરો.

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે