ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ખેડૂતોને ખેતી કામોમાં અવનવી રીતો અપનાવીને પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે.
આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન યોજનાઓ, બાગાયતી યોજનાઓ, વગેરે જેવી યોજનાઓ ચાલે છે. પરંતુ આજના આ આર્ટિકલ દ્વારા ખેતી વિભાગની કિસાન પરિવાર યોજના વિશેની અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ. કિસાન પરિવહન યોજના નો લાભ લેવા માટેની પાત્રતા શું છે અને કેવી રીતે લાભ લઇ શકાય છે ? ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ? તેની તમામ વિગતો આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું જેથી અમારા આર્ટીકલ અંત સુધી વાંચો.
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અવનવી કલ્યાણકારી ખેડૂતલક્ષી યોજનાઓ અમલ કરે છે. જેનો ઉદેશ્ય અને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂત યોજનાઓ બહાર પાડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પાદન થતા પાકના પરિવહન માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુડકેરેજ વેહિકલ નો પણ ઉપયોગ કરે છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર સૌને સરળતાથી ખેત બજારો સુધી પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના બહાર પાડવામાં આવી છે.
કિશાન પરિવહન યોજના નો હેતુ Kisan Parivahan Yojana
ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પોતાના પાકને નજીકના બજારો સુધી પહોંચાડવામાં તકલીફ ન પડે તે માટે સાધન સહાય આપવામાં આવે છે, સ્ત્રોતો અને માલવાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. કિસાન પરિવારની યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની હોય છે.
કિસાન પરિવહન યોજનાની પાત્રતા Kisan Parivahan Yojana
કૃષિ સહાય યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થી માટે કેટલીક પાત્રતાઓ નક્કી કરેલી છે જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- નાના મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂતોએ કિશાન પરિવહન યોજના નું પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની સમય મર્યાદામાં અરજી કરી શકે છે.
- ખેડૂત લાભાર્થી એ આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
કિસાન પરિવહન યોજના નું સહાય ધોરણ Kisan Parivahan Yojana
સામાન્ય અને અન્ય ખેડૂતોને કિસાન પરિવહન ની યોજના હેઠળ કુલ ખર્ચના 25% અથવા તો 50000 બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી ની રકમ મળવા પાત્ર રહેશે.
મહિલા નાના સીમાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતોને કિસાન પરિવહનની યોજના હેઠળ કુલ ખર્ચના 35% અથવા 75 હજાર બે માંથી જે ઓછું હશે તે સબસીડી મળવા પાત્ર રહેશે.
આ વાંચો:- બોરવેલ સબસીડી યોજના 2024: બોરવેલ સ્થાપન માટે ₹50,000 સુધીની સબસીડી મેળવો
કિસાન પરિવહન યોજનાની સાધન ખરીદીની શરતો Kisan Parivahan Yojana
- આઇ ખેડુત દ્વારા નક્કી કરેલ એમ પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઈઝ discovery ના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદન માન્ય વેપારી પાસેથી લાભાર્થી ખેડૂતોએ ખરીદી કરવાની રહેશે.
- ખેડૂતોએ આ સહાય મેળવવા માટે પાકું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ.
જરૂરી દસ્તાવેજો Kisan Parivahan Yojana
- આઇ ખેડૂત પોર્ટલ 7 12 ઉતારા
- લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
- જાતિ નો દાખલો
- રેશનકાર્ડ ની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- વન અધિકાર વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ
- જો ખેતીના 7/12 અને 8 અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- લાઇસન્સ
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Kisan Parivahan Yojana
કિશાન પરિવહન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન અરજી ઘરે બેઠા જાતે પણ કરી શકે છે તથા ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવારની યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે જેને અનુસરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- સૌપ્રથમ google સર્ચમાં જઈને આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં google સર્ચમાં જે પરિણામ આવે તેમાંથી સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે.
- આઇ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- યોજના ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર એક પર આવેલી ખેતીવાડી ની યોજના ખોલવાની રહેશે.
- ખેતીવાડીની યોજના ખોલ્યા પછી સરકારી અન્ય યોજના ખેડૂત યોજનાઓ બતાવશે.
- જેમાં માલવાહક યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યો તો ના કરવાનું રહેશે.
- જો તમે તેમાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ CAPTCHA ઇમેજ નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોએ કિસાન પરિવારની યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરી એના પર ક્લિક કરવાનું.
- ત્યારબાદ લાભાર્થી એ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફોર્મ કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા પછી અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં જેની નોંધ લેવી.
- ઓનલાઇન અરજી કર્યા પછી પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવવાની રહેશે.
હું આશા રાખું છું કે કિસાન પરીવહન યોજના હેઠળ મારા દ્વારા આપેલી તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.
Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.