દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજારની મળશે સહાય

WhatsApp Group Join Now

કુંવરબાઈનું મામેરું : ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિભાગો કાર્યરત છે અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી ચલાવવામાં આવી રહી છે ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ એ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવી રહી છે.

આ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરીમા યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન, અને કુંવરબાઈનું મામેરુ યોજના, જેવી વગેરે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજના આર્ટીકલ દ્વારા અમે તમને કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના વિશેની વિગતવાર માહિતી આપીશું જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચજો

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના નો સમાવેશ થાય છે, આ સહાય દ્વારા ગરીબ પરિવારને સિદ્ધિ આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્ય રહેલો છે લગ્ન કરેલી દીકરીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવશે, આ યોજના અનુસૂચિત જાતિની દીકરીઓ, અનુસૂચિત જનજાતિની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા અને ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનાની અંદર લાભાર્થી દીકરીઓને ₹12,000 ની સહાય મળવાપાત્ર રહેશે

કુંવરબાઈનુ મામેરૂ સહાય યોજના નો હેતુ

આ સહાય રાજ્યની આર્થિક રીતે નબળા અને ગરીબ પરિવાર માં દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે આ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળ લગ્ન અટકે એ હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે

કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના માટેની પાત્રતા

કુવરબાઈનુ મામેરુ યોજના ફોર્મ ઓનલાઈન ભરવાનું અરજી કરવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ આપેલ છે.

  • લાભાર્થી દીકરી ગુજરાત રાજ્યની મૂળ વતની હોવી જોઈએ.
  • લાભાર્થી દીકરી આર્થિક રીતે નબળા પરિવારની હોવી જોઈએ.
  • એક પરિવારની અંદર બે પુખ્ત દીકરી ના લગ્ન માટે આ સહાય યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • લાભાર્થીના પુનઃલગ્ન કિસ્સામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે વિધવા પુનઃલગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • કન્યા ના લગ્ન પછી બે વર્ષની સમય મર્યાદા ની અંદર આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • સમાજના અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થે કર્યાને સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનુ મામેરુ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય આ બંને યોજનાનો લાભ હેઠળ મળવા પાત્ર રહેશે.

જરૂરી દસ્તાવેજો

  1. કન્યાનું આધાર કાર્ડ
  2. કન્યા ના પિતા નો અથવા વાલી નો વાર્ષિક આવકનો દાખલો
  3. રહેઠાણનો પુરાવો
  4. લાભાર્થી કન્યા ના પિતાનું આધાર કાર્ડ
  5. કન્યાનો જાતિનો દાખલો
  6. બેંક ખાતાની પાસબુક
  7. વર કન્યા નો સંયુક્ત ફોટો
  8. શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનું પ્રમાણપત્ર
  9. લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  10. કન્યા ના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
  11. વર ની જન્મ તારીખ નું આધાર
  12. કન્યા ના પિતા અથવા વાલી નું સ્વ ઘોષણા પત્ર

કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના હેઠળ આવક મર્યાદા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનું  વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે આવક મર્યાદા નું ધોરણ 6 લાખ નક્કી કરવામાં આવેલ છે

આ પણ વાંચો : દીકરીના લગ્ન સુધી 27 લાખની રકમ આપશે lic ની આ યોજના જાણો કેવી રીતે

કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના હેઠળ મળવા પાત્ર લાભ

  • ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે ગરીબ અને નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે, આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે અગાઉ 10,000 સહાય ચૂકવવામાં આવતી હતી જેની સહાય રકમમાં સુધારો કરેલ છે.
  • જે કન્યા એ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તેવા દંપતિને કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ 12000 ની સહાય મળવા પાત્ર રહેશે
  • કન્યા ના તારીખ 1/4/2021 પહેલા લગ્ન કરેલ દંપતિઓને જુના ઠરાવ 10 હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે

કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના હેઠળ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ગુજરાત રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના દીકરીઓને સરકારી કચેરીમાં વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઇન પોર્ટલની સુવિધા ઉભી કરેલ છે, કુવરબાઈનું મામેરુ યોજનાનું નાગરિકોને લાભ આપવા માટે સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવેલું છે. આ પોર્ટલની મદદથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને આ પોર્ટલની મદદથી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી અમે તમને નીચે જણાવેલ છે.

  1. સૌપ્રથમ ગુગલ સર્ચમાં જઈને તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે.
  2. Google સર્ચ રીઝલ્ટ માં સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે.
  3. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો તમે અગાઉ રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો new user please register here પર જઈને રજીસ્ટર ની પ્રક્રિયા કરવાની રહેશે.
  4. તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ સમાજ કલ્યાણ પોર્ટલમાં citizen login પર ક્લિક કરીને લાભાર્થી એ પોતાનું પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
  5. ત્યારબાદ લાભાર્થી દ્વારા જે જ્ઞાતિ પ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય તે મુજબ યોજનાઓ નું લોગીન બતાવશે.
  6. જેમાં કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  7. ત્યારબાદ કુવરબાઈનુ મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જોઈને જે પ્રમાણે માહિતી માંગેલી છે તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે.
  8. ઓનલાઇન ફોર્મમાં બતાવવામાં આવેલ તમામ માહિતી ભર્યા બાદ તેમાં સબમિટ કરવાનું રહેશે.
  9. લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી સબમીટ કર્યા પછી એક અરજી નંબર આવશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે.
  10. ઓનલાઇન અરજીને આધારે અપલોડ ડોક્યુમેન્ટમાં જઈને અસર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  11. તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી કન્ફોર્મ અરજી પર ક્લિક કરવાનું રહેશે.
  12. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તેને પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે.

હું આશા રાખું છું કે તમને આ આર્ટિકલ પસંદ આવ્યું હશે અને તમે આ આર્ટીકલ ને અંત સુધી બરાબર વાંચ્યુ હશે આવી જ રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અમારા whatsapp ગ્રુપને જોઈન કરો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને આવી જ રીતે વિવિધ કલ્યાણકારી યોજના નું તમે લાભ લઈ શકો છો.

વધુ વાંચો :-

BSF Sports Quota Bharti 2024: બીએસએફ માં ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

હવે મધ્યમ વર્ગના લોકોનું પણ બુલેટ લેવાનું સપનું થશે સાકાર, માર્કેટ માં આવી ગયું છે નવું Royal Enfield Classic 250 જેની કિંમત ફક્ત આટલી

AOC Vacancy 2024 : આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ માં 723 જગ્યાઓ માટે ભરતી, આજથી ફોર્મ ભરાવવા ના શરૂ, 10 પાસ પણ કરી શકે અરજી

Leave a comment