મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરીમાં યોજના બહાર પાડવામાં આવેલ છે. તાજેતરમાં કમિશનર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના ની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે આજે આપણે માનવ કલ્યાણ યોજના હેઠળ આવતી મફત સિલાઈ મશીન યોજનાની માહિતી મેળવીશું.
માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામૂલ્ય આપવામાં આવે છે જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેશર કુકર સહાય યોજના, મોબાઇલ રીપેરીંગ સહાય યોજના, હેર કટીંગ સહાય યોજના, ઘરઘંટી સહાય યોજના, મસાલા મીલ સહાય યોજના વગેરે જેવી યોજનાઓ ચાલે છે, પરંતુ આજના આ લેખ દ્વારા અમે તમને સિલાઈ મશીન યોજના વિશેની વાત કરીશું.
સમાજના આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જ અગત્યનું છે. જેમાં માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સહાય આપવામાં આવી રહી છે. મફત સિલાઈ યોજનાનો લાભ કોને મળશે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે કેટલો લાભ અને શું સહાય મળશે તેની તમામ માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને પ્રદાન કરીશું જેથી અમારા આર્ટીકલ સુધી વાંચો.
મફત સિલાઈ મશીન યોજનાનો હેતુ
રાજ્યોના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ અગત્યનું છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા પોતાના આવડત અનુસાર દરજીકામને લખતો અથવા તો સિલાઈ બાબતે કોઈ નવો ધંધો કે વ્યવસાય અને સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે. આ યોજના હેઠળપાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે. એટલે કે આ યોજના હેઠળ મફત સિલાઈ મશીન નો સંચો આપવામાં આવે છે જેથી મહિલાઓ નવું વ્યવસાય શરૂ કરી શકે છે.
આ પણ વાંચો : બોરવેલ સબસીડી યોજના 2024: બોરવેલ સ્થાપન માટે ₹50,000 સુધીની સબસીડી મેળવો
મફત સિલાઈ યોજના હેઠળ કયા કયા લાભો મળે છે અને કેટલા રૂપિયાની સહાય મળે છે?
માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે જેમાં મફત સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાઓને નવો ધંધો ચાલુ કરવા માટે સિલાઈ મશીન નો સંચા રૂપે સાધન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ 21,500 ની કીટ આપવામાં આવે છે
દસ્તાવેજો
- લાભાર્થી સીવણની તાલીમ મેળવવી હોય તો તેનું પ્રમાણપત્ર
- સીવણની તાલીમ મેળવેલ હોય તો તેનું અનુભવનું પ્રમાણપત્ર
- વિધવા સહાય યોજનામાં માંગવામાં આવતા વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી નું રેશનકાર્ડ
- અરજદારનો ઉમર અંગેનો પુરાવો
- લાભાર્થીને જે જાતી હોય તે અંગેનું દાખલો
- ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોર સાથે દાખલો
આવકનો દાખલો - દરજીકામના ધંધાના અનુભવનો દાખલો
- ચૂંટણી કાર્ડ ની નકલ
- આધાર કાર્ડ ની નકલ
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વરોજગારલક્ષી યોજના લાભ લેવા માટે કુટીર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઈ કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે અરજી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ ગૂગલમાં ઈ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની સત્તાવાર વેબસાઈટ ઇ કુટીર પોર્ટલ ખુલશે.
- ઈ કુટીર પોર્ટલ પર ક્લિક કરતા હવે માનવ કલ્યાણ યોજના પેલી દેખાશે.
- ઈ કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ યુઝર આઇડિ અને પાસવર્ડ બનાવેલ હોય તો લોગીન ટુ પોર્ટલ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ લોગીન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના નામની અલગ અલગ યોજનાઓ બતાવશે.
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં વ્યક્તિગત માહિતીમાં તમામ માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને સિલાઈ મશીન કે આ યોજના માટે અરજી સિલેક્ટ કરવાની રહેશે.
- દરજીકામ માટે સિલાઈ મશીન માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
- હવે આધાર કાર્ડ રેશનકાર્ડની નકલ તેમજ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલા નિયમો અને શરતોને કન્ફોર્મ એપ્લીકેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે ઓનલાઇન અરજીઓ છે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
વઘુ વાંચો :
કિસાન પરિવહન યોજના: ખેડૂતો માટે દરેક પ્રકારના વાહન ખરીદવા પર મળશે સબસીડી
ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ સહાય યોજના હેઠળ ₹900 ની સહાય મળશે
દીકરીના લગ્ન સુધી 27 લાખની રકમ આપશે lic ની આ યોજના જાણો કેવી રીતે

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.