Moto G45 5G : મોટોરોલાનો બજેટ 5G સ્માર્ટફોન 21 ઓગસ્ટનો થશે લોન્ચ

WhatsApp Group Join Now

Moto G45 5G : motorola એ છેલ્લા કેટલાક મહિનાઓ થી માર્કેટ માં વિવિધ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે, અને હવે મોટોરોલા ભારતમાં તેના G સીરીઝ વિસ્તરણ કરવા માટે તૈયાર છે. Snapdragon 6s Gen 3 ચિપસેટ સાથે મોટોરોલા moto G45 5G ને ભારતમાં 21 ઓગસ્ટ ના રોજ લોન્ચ કરવા માટે તૈયાર છે, જેની પુષ્ટિ ફ્લિપકાર્ટ પર એક સમર્પિત પુષ્ઠ દ્વારા કરવામાં આવી છે.

Moto G45 5G : મોટોરોલાનો બજેટ 5G સ્માર્ટફોન 21 ઓગસ્ટનો થશે લોન્ચ
Moto G45 5G

મોટો જી45 તેના શક્તિશાળી ચિપસેટ , સ્ટાઇલિશ ડિઝાઈન, અને બજેટ-સભાન ખરીદારો ને પૂરી કરતી અન્ય સુવીધાઓ સાથે ગ્રાહકોના ધ્યાનને ખીચવા માટે તૈયાર છે.

 

Moto G45 5G સ્પેક્સ

માઇક્રોસાઈટમાં જાહેર કરવામાં આવેલ મોટોરોલા moto G45 ની ડિઝાઈન વેગન લેધર ફિનિશ સાથે અને ત્રણ અલગ અલગ કલર વિકલ્પો માં જોવા મળી છે, જેમાં વાદળી, લીલો અને ગુલાબી છે. અને મોટો જી45 Qualcomm ના Snapdragon 6s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત થશે, જે Snapdragon 695 નો અનુગામી છે.

મોટોરોલા એ પણ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન 13 5G બેન્ડ ને સપોર્ટ કરશે, અને આમાં 120Hz રીફ્રેશ રેટ અને ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે 6.5 ઈંચ ની ડિસ્પ્લે આવશે. મોટો જી45 માં ડોલ્બી  એટમોસ અને હાઇ રેસ ઓડીઓ પ્રમાણપત્ર આપવામાં આવશે. સિંગલ સેલ્ફી કૅમેરા રાખવા માટે સ્ક્રિન માં પંચ હોલ ડિઝાઈન પણ છે.

આ પણ વાંચોOnePlus Buds Pro 3 થશે આ મહિને લૉન્ચ ! OnePlus એ કરી વિગતો જાહેર

મોટો G45 5G માં 50 મેગા પિક્સેલ ના કવાડ પિક્સેલ ડ્યુઅલ રિઅર કૅમેરા યુનિટ આપવામાં આવ્યું છે. અને આ સ્માર્ટફોન મોટોરોલા સ્માર્ટ કનેક્ટ ફીચર ને સપોર્ટ કરશે, જે મોબાઈલ ને લેપટોપ, ટેબ્લેટ, વગેરે ઉપકરણોની સાથે જોડવા દે છે.

Moto G45 5G માં 8GB RAM અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ ઓફર કરવામાં આવી છે, અને તે અન્ય RAM અને સ્ટોરેજ વેરિઅન્ટસ્ માં ઓફર કરવામાં આવી શકે છે.

મોટો જી45 20W ના ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી ને સપોર્ટ કરશે.

Moto G45 5G ની કિંમત અને ઉપલબ્ધતા

સ્પેક્સ ને ધ્યાને લેતા કહી શકાય કે, moto G45 5G ની કિંમત ભારતમાં રૂ. આશરે 15,000 હોવાની સંભાવના છે, જે તેને બજેટ સેગમેંટ માં એક સ્પર્ધાત્મક ઓપ્શન બનાવે છે. જો કે હજુ સુધી કિંમત ની કોઈ પુષ્ટિ થઇ નથી, જે લોન્ચ ના દિવસે સત્તાવાર કિંમત ની પુષ્ટિ કરવામાં આવશે. અને moto G45 5G 21 ઓગસ્ટ થી એમેઝોન, ફ્લિપકાર્ટ, અને તેમની ઑફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

આવી જ  ટેક, ટ્રેડિંગ, સરકારી યોજના, જોબ્સ , ઓટોમોબાઇલ્સ વગેરે ના સમાચાર વાંચવાં માટે અમારા whatsapp group ને જોઈન કરો.

વધુ વાંચો :

Stree 2 Box Office Collections Day 1 : શ્રધ્ધા કપૂર અને રાજકુમાર રાઓ ની ફિલ્મ એ રચ્યો ઇતિહાસ ! જાણો પહેલા દિવસે કેટલા કરોડનું કર્યું કલેક્શન ?

અંબાલાલ પટેલ ની આગાહી 2024 || આ તારીખે ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ, જાણો કઈ તારીખે ભારે વરસાદ આવશે

 

Leave a comment