Motorola Edge 50 Neo : લોન્ચ થયાના પહેલા જ specs થયા લીક, જાણો કિંમત, ઉપલબ્ધતા, ફીચર અને specs !
Motorola Edge 50 Neo : Motorola દ્વારા થોડા સમય પહેલા edge 50 ultra અને edge 50 ultra pro ને લોન્ચ કરવામાં આવ્યા હતા જે લોકો ને ખુબ પસંદ પણ આવ્યા હતા અને આની સારી સેલ પણ થઈ હતી, ત્યાર બાદ હવે મોટોરોલા વિશ્વ સ્તરે મોટોરોલા ઍજ 50 નીઓ ને લોન્ચ કરવાનું પ્લાન કરી રહી છે.

ગયા વર્ષે મોટોરોલા એ motorola edge 40 Neo ને લોન્ચ કર્યો હતો, હવે મોટોરોલા motorola edge 50 Neo લોન્ચ કરવાની પ્લાન કરી રહી છે જે ઍજ 40 નીઓ નો અનુગામી હોઈ શકે છે. મોટોરોલા એ હજુ સુધી નીઓ સીરીઝ ના અસ્તિત્વ વિશે કોઈ ખાતરી કરી નથી પરંતુ તેની આગળ ની ડિઝાઈન અને સ્પેક્સ ઓનલાઇન લીક થઈ ગયા છે. Motorola Edge 50 Neo માં MediaTek Dimensity 7300 SoC આપવામાં આવ્યું છે, સાથે સાથે તે પાતળા બેઝલસ અને રીઅર કૅમેરા સેટઅપ સાથે દેખાડવા માં આવ્યું છે.
Motorola Edge 50 Neo સ્પેસીફિકેશન
Motorola Edge 50 Neo માં 6.4 ઇંચ ની pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, સાથે 120Hz રીફ્રેશ રેટ અને ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન. ઍજ 50 નીઓ માં MediaTek Dimensity 7300 SoC અને mali-G615 GPU આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Android 14 ના Hello UI પર ચાલશે. આ સ્માર્ટફોન માં બે રેમ વિકલ્પ અને બે વિકલ્પ સ્ટોરેજ આપવામાં આવશે – 8GB RAM +256GB સ્ટોરેજ અને 12GB RAM + 512GB સ્ટોરેજ.
Motorola Edge 50 Neo માં ટ્રીપલ રીઅર કૅમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 50 મેગા પિક્સેલ ના પ્રાઇમરી કૅમેરા, 13 મેગા પિક્સેલ અલ્ટ્રા વાઈડ કૅમેરા અને 10 મેગા પિક્સેલ ટેલિફોટો કૅમેરા આપવામાં આવ્યા છે. અને જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે 32 મેગા પિક્સેલ નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. અને આ સ્માર્ટફોન માં 4310mAh ની બેટરી આપવામાં આવી છે.
Motorola Edge 50 Neo ને IP68 ની રેટિંગ આપવામાં આવી છે. અને આ સ્માર્ટફોન માં બ્લૂટૂથ 5.3 અને NFC કનેક્ટિવિટી ઓપ્શન સાથે આપવામાં આવશે.
Motorola Edge 50 Neo ડિઝાઈન
Ytechb.com એ motorola edge 50 Neo ના રેન્ડર અને સ્પેક્સ શેર કર્યા છે. રેન્ડર સ્માર્ટફોન ને સાંકડી ફરસી સાથે વાદળી,ક્રીમ રાખોડી અને લાલ શેડ માં દેખાડવા માં આવી છે. આ સ્માર્ટફોન ની સ્ક્રીન માં વચ્ચે હોલ પંચ કટઆઉટ આપવામાં આવ્યું છે. આગળ અમે તમને જણાવ્યું તે મુજબ આ સ્માર્ટફોન માં ટ્રીપલ રીઅર કૅમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Motorola Edge 50 Pro જેવું જ લંબચોરસ કૅમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે. પાવર અને વોલ્યુમ બટન ને જમણી બાજુ એ મૂકવામાં આવ્યા છે. જ્યારે ઉપર ની સાઈડની ધાર માં અવાજ રદીકરણ માઇક્રોફોન જોવા મળે છે. સ્પીકર ગ્રિલ, USB Type-C પોર્ટ , સીમ ટ્રે, અને નીચે માઇક્રોફોન આપવામાં આવ્યા છે. આવનારો આ સ્માર્ટફોન આ ચાર કલર માં જોવા મળશે – નોટિકલ બ્લૂ, ગ્રિસાઇલી, લાટ્ટે અને પોઈનસિયાના.
Motorola Edge 50 Neo કિંમત અને ઉપલબ્ધતા
ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ સ્માર્ટફોન motorola edge 40 Neo ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 22,999 અને જ્યારે 12GB RAM વાળા વેરીઅંટ ની કિંમત 24,999 હતી. જ્યારે મોટોરોલા એ આવનારા સ્માર્ટફોન ના કિંમત વિશે કોઈ ખાતરી કરી નથી. ઍજ 40 નીઓ ની જેમ જ ઍજ 50 નીઓ ની કિંમત હોઈ શકે તેવી સંભાવના છે. મોટોરોલા આ સ્માર્ટફોન ને ક્યારે લોન્ચ કરશે તેના વિશે પણ કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી.
આ વાંચો : Bajaj Freedom 125: દુનિયાની પહેલી CNG બાઈકના ટોપ ફીચર્સ જાણો !
આ લેખ માં અમે તમને motorola edge 50 Neo વિશે સંપુર્ણ જાણકારી આપી છે, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અમને કૉમેન્ટ કરીને જણાવી શકો છો. અને આવી જ જાણકારી માટે Vital khabar સાથે જોડાઈ રહો.
વધુ વાંચો:
ચાંદીપુરા વાયરસ નો કહેર : ગુજરાતમાં અત્યાર સુધી 27 બાળકોના મોત, 24 કલાકમાં 10 કેસ નોંધાયા
અંબાલાલ પટેલ ની મોટી આગાહી 2024 : ગુજરાતના આ વિસ્તારમાં હજી પણ પડશે ભારે વરસાદ

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.