ગુજરાતમાં એક મંદિર એવું છે જ્યાં નવરાત્રીના નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે!

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો નવરાત્રીના નવ દિવસ મંદિરોમાં પરંપરાગત રીતે માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં નવરાત્રિના નવે નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે. 

વડોદરા ના સેવાસી ખાતે આવેલું ગાયત્રી માતાનું મંદિર અહીં પહેલા નોરતાથી લઈને ઠેક છેલ્લા નોરતા સુધી 1100 જેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે દીવા પ્રગટાવવામાં માટે 1200 કિલો થી વધુ શુદ્ધ ઘીનો વપરાશ કરવામાં આવે છે. તેમજ આ પૂજામાં પવિત્રતા રહે તે માટે દીવા બુજાય ન જાય તે માટે 24 કલાક બ્રાહ્મણો દ્વારા મંદિરમાં દેખરેખ કરવામાં આવે છે. ગુજરાતમાં માત્ર આ એક જ એવું મંદિર છે જ્યાં 1100 થી વધુ અખંડ દિવાઓને પ્રગટાવવામાં આવે છે એટલે કે નવરાત્રી ના નવ દિવસ આ દીવાઓને પ્રગટાવવામાં આવે છે.

ગયા વર્ષે 32 કરોડનું ઘી ધરાવવામાં આવ્યું હતું!

બીજી બાજુ ગાંધીનગર નજીક રુપાલ ગામમાં વરદાયિની માતા જી ની લઈ ને મોટું આયોજન કરવામાં આવે છે. મિત્રો પલીના મેળામાં દસ લાખથી વધુ ભક્તો આવે છે રાત્રે 12 વાગ્યાથી લઈને માતાજીની પલ્લી નીકળે છે જે જે સ્થળે આ પલ્લી ઉભી રહે છે ત્યાં ભક્તો પલ્લી પર ઘી નું ચઢાવો કરે છે, તેની ખાસ વાત એ છે કે રૂપાલ ગામની વિવિધ જાતિ અને જ્ઞાતિઓ એક થઈને માતાજીની પલ્લી તૈયાર કરે છે. ગયા વર્ષે લગભગ ભક્તો દ્વારા કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લી કરવામાં આવ્યું હતું. માતાજીને ધરાવવામાં આવ્યું હતું. અને આ વર્ષે પણ ભક્તોમાં એક અને રોજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આમ આ રીતે અલગ અલગ શહેર કે ગામડાઓમાં નવરાત્રી ની તૈયારીઓ થતી હોય છે, મિત્રો તમારા ગામ કે શહેરમાં કેવિ નવરાત્રી ચાલી રહી છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. જો આ લેખમાં તમને સારી માહિતી લાગી હોય તો આ લેખને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને આ રીતે જ દરરોજ અવનવા ન્યુઝ અને સમાચાર વાંચવા માટે અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

આ વાંચો:- 

Leave a comment