નમસ્કાર દોસ્તો, આજ ના આ આર્ટિકલ માં અમે તમને OnePlus 13 વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ. વનપ્લસ નો આ સ્માર્ટફોન આવતા મહિને ચીન માં લોન્ચ થવા જઈ રહ્યો. વનપ્લસ નો આ સ્માર્ટફોન સૌથી વધુ RAM અને સ્ટોરેજ ઓપ્શન સાથે આવશે જોકે તેની કિંમત પણ ઊંચી હસે તેવી શક્યતા છે. આવનાર સ્માર્ટફોન ને Snapdragon 8 Gen 4 ચિપસેટ પાવર આપે તેવી સંભાવના છે.
એવું જાણવા મળ્યું છે કે તેમાં 2k resolution સાથે 6.8 ઇંચ ની ડિસ્પ્લે પણ જોવા મળી શકે છે. ચીનની એક વેબસાઇટ એ એવો દાવો કર્યો છે કે, OnePlus 13 મા 24GB સુધીની LPDDR5X રેમ ઓફર કરશે, oneplus 12 ચીનમાં મહત્તમ 24GB RAM અને 1TB સ્ટોરેજ સાથે ઉપ્લબ્ધ છે, જ્યારે ભારતમાં તમને ફક્ત 12GB RAM + 256GB Storage અને 16GB RAM + 512GB storage નો ઓપ્શન મળે છે.
1TB સુધીની સ્ટોરેજ ધરાવતો આ સ્માર્ટફોન તેના પુરોગામી સ્માર્ટફોન ની કિંમત કરતાં પણ વધારે મોંઘો હસે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટીપસ્ટર જણાવે છે કે , આ સ્માર્ટફોન હેન્ડસેટ નવા ફ્લેગશીપ ની પ્રથમ બેચમાં 24GB ઓનબોર્ડ રેમ ઓફર કરવા માટેનો એકમાત્ર સ્માર્ટફોન હસે.
જો કે, વનપ્લસ 12 એ 24GB રેમ ધરાવતો એક માત્ર સ્માર્ટફોન નથી પરંતુ, તેના વગર પણ realme, Xiaomi, motorola અને બીજી ઘણી કંપનીઓ છે જે 24GB રેમ ઓફર કરે છે, અને સ્માર્ટફોન લોંચ કર્યા છે. વધુ સ્ટોરેજ, સારું મલ્ટી-ટાસ્કિંગ, AI આધારિત સુવીધાઓ, એક સારું ગેમિંગ પરફોર્મન્સ, અને વિડિયો/ફોટો એડિટિંગ ઓપ્શન માટે પરવાનગી આપે છે.
Asus ROG Phone 8, OnePlus Ace 3 pro તેમજ Redmi K70 extreme Edition જેવા મોડલસમાં 24GB RAM અને 1TB સુધીની સ્ટોરેજ ઓફર કરે છે. જો કે 24GB RAM ધરાવતા આ તમામ સ્માર્ટફોન ફક્ત ચીનમાં જ ઉપ્લબ્ધ છે, ઇન્ટરનેશનલ વેરીઅન્ટસ્ ઘણીવાર 16GB RAM પર કેપ કરવામાં આવે છે.
સંભવિત સ્પેક્સ
- વનપ્લસ 13 Snapdragon 8 Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત થાય તેવી સંભાવના છે.
- આ સ્માર્ટફોનમાં 2K resolution અને 6.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
- તે 100W વાયડૅ 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિગ ને સપોર્ટ કરશે તેવી ધારણા છે.
- વનપ્લસ નો આ સ્માર્ટફોન 6000mAh ની બેટરી પેક સાથે આવી શકે છે.
- ટ્રીપલ રીઅર કૅમેરા સેટઅપ સાથે સાથે 50MP LYT-808 મેઈન કૅમેરો આપવામાં આવી શકે છે.
આવી જ ટેક રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર નવી નવી અપડેટ્સ મળતી રહે.
- Samsung Galaxy M05 4G : ફક્ત 7,999 રૂપિયામાં મેળવો 1TB સુધીની સ્ટોરેજ અને 50MP ના કૅમેરા
- Realme P2 Pro 5G ભારતમા લોન્ચ : Qualcomm Snapdragon 7s Gen 2 પ્રોસેસર, 50MP કૅમેરા અને બીજું ઘણું બધું
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.