Oneplus Buds Pro 3 : વનપ્લસ એ તેના નવા ઓડિયો પ્રોડક્ટ, OnePlus Buds Pro 3 ને 20 ઓગસ્ટ ના રોજ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે લોન્ચ કરેલ buds pro 2 નો અનુગામી તરીકે IP55 રેટેડ બિલ્ડ બ્લૂટૂથ 5.4 ની કનેક્ટિવિટી સાથે આવે તેવી અપેક્ષા વર્તાઈ રહી છે.
એક જ ચાર્જ સાથે 43 કલાક સુધી ચાલતી લાંબી બેટરી. કંપનીના જણાવ્યા અનુસાર, આગામી ઓડિયો ડીવાઈસ તેની “સૂક્ષ્મતાપૂર્વક સંતુલિત નોંધો ” સાથે હજુ સુધી ની સર્વ શ્રેષ્ઠ ઓડીઓ ઓફરિંગ છે.
OnePlus એ X પર એક પોસ્ટ શેર કરીને, સોમવારે બડ્સ પ્રો 3 ની લોન્ચ તારીખ ની જાહેરાત કરી. તેમણે લખ્યું કે, “અમારી અત્યાર સુઘી ની શ્રેષ્ઠ ઓડીઓ ઓફર – ક્ષિતિજ પર કેટલીક સાવચેતી પૂર્વક સંતુલિત નોંધો”.
OnePlus Buds Pro 3 અંડાકાર આકાર માં આવશે, જે પહેલા ના વનપ્લસ earbuds ના બૉક્સી સ્ટ્રકચરથી નોંધપાત્ર પ્રસ્થાન છે. આના અગાઉના લિકસ અનુસાર, OnePlus Buds Pro 3 પાસે ડિજીટલ ટુ એનાલોગ કન્વર્ટર હોવાની સંભાવના છે, અને એની સાથે 24-bit/192KHz ના ઓડિયો સાથે LHDC 5.0 ઓડીઓ કોડેક ને સપોર્ટ કરે છે. એવું કહેવામાં આવ્યું છે કે , oneplus Buds Pro 3 50DB સુધીની અનુકૂલનશીલ અવાજ રદ કરવાની ઓફર કરે છે, જે તેના પહેલા ના buds ના મુકાબલે વધારે છે. તેના ઉપરાંત buds pro 3 માં બ્લૂટૂથ 5.4 કનેક્ટીવીટી ની સાથે આપવામાં આવે તેવી સંભાવના છે, અને આમાં 11mm વુફર અને 6mm ટ્વિટર નો સમાવેશ કરતું ડ્યુઅલ ડ્રાઇવર સેટઅપ શામેલ કરવામા આવી શકે છે.
આ પણ વાંચો : OnePlus Open Apex Edition ભારત માં લોન્ચ, જેમાં મળશે 16GB રેમ અને 1TB સ્ટોરેજ
રિપોર્ટ માં વધુ સૂચવવામાં આવ્યું છે કે, buds pro 3 ને IP55 ડસ્ટ અને વૉટર રેસિસ્ટન્ટ સાથે આવી શકે છે, અને તેની સાથે 43 કલાક સુઘી ચાલે તેવી બેટરી ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે, અગાઉના buds pro 2 મોડલ ની સરખામણી કરતા 4 કલાક વધુ ચાલશે.
OnePlus Buds Pro 3 ની સંભવિત કિંમત અને ઉપલબ્ધતા ?
OnePlus Buds Pro 3 ભારતમાં રૂ. 13,000 થી રૂ. 14,000 ની વચ્ચેની કિંમત સાથે લોન્ચ થવાની સંભાવના છે. આગળ અમે તમને જણાવ્યુ તે મૂજબ buds pro 3 20 ઓગસ્ટ ના રોજ લોન્ચ થશે. અને 20 ઓગસ્ટથી તેમના ઓફિસિયલ સ્ટોર પર અને એમેઝોન, ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ રહેશે.
ટેક, ટ્રેડિંગ, ઓટોમોબાઇલ, સરકારી યોજના, જોબ્સ વગેરે ના સમાચાર વાંચવા માટે અમારા whatsapp group ને જોઇન કરો.
વધુ વાંચો :
Kolkata Doctor Rape Case Updates : ડોક્ટરના બળાત્કાર-હત્યાના વિરૂદ્ધમાં RG કાર હોસ્પિટલમાં હિંસા !
Samachar : દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3 લોકોના મોત જુઓ સંપુર્ણ માહિતી
ન્યુ Royal Enfield Classic 350 કાલે થસે લોન્ચ
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.