OnePlus Nord CE 4 Lite 5G Launch In India : નમસ્કાર મિત્રો, ચાઈનીઝ કંપની OnePlus ભારત માં પોતાનો નવો સ્માર્ટફોન લોંચ કરવા જઈ રહી છે જેનું નામ OnePlus Nord CE 4 Lite 5G છે જેને oneplus કંપની 24 જૂને લોંચ કરશે જેમાં વપરાશકર્તાઓ ને ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે જો તમે પણ આ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો આ લેખ ને અંત સુધી વાંચજો અમે આ લેખ માં oneplus Nord CE 4 Lite 5G વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.
OnePlus Nord CE 4 Lite 5G ભારત માં ક્યારે લોન્ચ થશે ?
OnePlus કંપની દ્વારા હાલ માં જ પુષ્ટિ કરવામાં આવી હતી કે 24 જૂને OnePlus Nord CE 4 Lite 5G ને ભારત ની અંદર લોંચ કરશે, જે એક મધ્યમ શ્રેણી નો સ્માર્ટફોન છે અને એક બજેટ સ્માર્ટફોન છે. જેમાં યુઝર્સને high quality display, Flagship-level battery, charging speed અને સારા ફોટોગ્રાફી અનુભવ જોવા મળશે.
OnePlus Nord CE 4 Lite 5G Display
OnePlus ના આ સ્માર્ટફોન માં તમને AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે સાથે 120Hz રીફ્રેશ રેટ જોવા મળશે સાથે સાથે તમને આ વખતે oneplus ના આ સ્માર્ટફોન માં 2100 nits peak brightness જોવા મળશે.
OnePlus Nord CE 4 Lite 5G Battery
OnePlus Nord CE 4 Lite ની બેટરી ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં 5500mAh ની બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિગ આપવામાં આવ્યું છે અને સાથે 5W રિવર્સ ચાર્જિગ આપવામાં આવ્યું છે જેને કારણે તમે આ સ્માર્ટફોન ને પાવર બેંક તરીકે પણ યુઝ કરી શકો છો.
OnePlus Nord CE 4 Lite 5G Proccessor
આ સ્માર્ટફોન ના પ્રોસેસર ની વાત કરીએ તો આમાં Qualcomm Snapdragon 6s Gen 3 આપવામાં આવ્યું છે જ્યારે RAM ની અને Storage ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં 8GB RAM અને 128GB internal storage આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Android 14 ના ઓપરેટિંગ સિસ્ટમ પર run કરશે અને આની સાથે આમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા આવ્યું છે.
OnePlus Nord CE 4 Lite 5G Camera
OnePlus Nord CE 4 Lite 5G ના કૅમેરા સાઇડ ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં 50 megapixel LYT-600 મેઈન સેન્સર ની સાથે OIS. અને 2 megapixel પોર્ટ્રેટ. સેલ્ફી અને વિડિયો કોલ માટે આમાં 16 megapixel નો મેઈન કૅમેરો આપવામાં આવ્યો છે.
Price and Availability
આગળ અમે તમને જણાવ્યું તે મુજબ oneplus Nord CE 4 Lite 5G 24 જૂને 7 વાગે ભારત માં લોન્ચ કરશે અને આ એક મધ્યમ શ્રેણી નો સ્માર્ટફોન છે જેની કિંમત 20,000 થી 24,999 વચ્ચે રહેશે. અને આ સ્માર્ટફોન 24 જૂન થી તેમના ઓનલાઇન સ્ટોર, ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા પ્લેટફોર્મ પર થી ખરીદી શકાશે.
આ લેખ માં અમે તમને OnePlus Nord CE 4 Lite 5G વિશે સંપુર્ણ માહિતી આપી છે, આવીજ ટેક માહિતી વાચવા માટે અમારી સાથે જોડાઈ ને રહો.
વધુ વાંચો :
ગુજરાતમાં એક સાથે 7500 શિક્ષકોની ભરતી ની જાહેરાત, સરકારી ભરતી
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.