ચીની કંપની oppo એ શુક્રવારે (12 જુલાઇ) એ ભારત માં oppo Reno 12 Pro 5G અને oppo Reno 12 5G લોન્ચ કર્યો છે, આ સ્માર્ટફોન MediaTek Dimensity 7300 એનર્જી ચિપસેટ પર ચાલે છે. અને આ સ્માર્ટફોન 120Hz રીફ્રેશ રેટ અને AMOLED ડિસ્પ્લે પણ ધરાવે છે. આ સ્માર્ટફોન માં બીજા ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે જેમ કે આ ફોન સૌથી પહેલો એવો સ્માર્ટફોન છે જે AI ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જો તમે પણ આ સ્માર્ટફોન ના તમામ ફીચર જાણવા માંગતા હોય તો આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.
Oppo Reno 12 ની સીરીઝ ચીન માં લોન્ચ કરવામાં આવી હતી અને હાલના મહિનાની આ સીરીઝ વૈશ્વિક બજારો માં લોન્ચ કરવામાં આવી છે. Android 14 ઉપર આધારિત ColorOS 14.1 પર આ સ્માર્ટફોન ચાલે છે. આ સ્માર્ટફોન માં વપરાશકર્તાઓ ને ટ્રિપ્લ રીઅર કૅમેરા ઓફર કરવામાં આવ્યા છે જેમાં 50 મેગા પિક્સેલ Sony LYT600 નો મેઈન કેમેરો આપવામાં આવ્યો છે. ચીન માં reno 12 MediaTek Dimensity 8285 અને Reno 12 pro MediaTek Dimensity 9200+ સ્ટાર સ્પીડ એડીશન ચિપસેટ ધરાવે છે.
OPPO Reno 12 pro 5G અને oppo Reno 12 5G સ્પીસિફિકેશન
અમે આગળ જણાવ્યુ તે મુજબ oppo Reno 12 સીરીઝ માં MediaTek Dimensity 7300 એનર્જી SoC પ્રોસેસર અને 12GB LPDDR4X RAM અને 512GB UFS 3.1 અનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે, જેને યુઝર્સ માઇક્રોએસડી દ્વારા 1TB સુધી એક્સપેન્ડ કરી શકે છે. આ સ્માર્ટફોન Android 14 ના લેટેસ્ટ વર્ઝન ColorOS 14.1 પર ચાલશે, oppo નવા સ્માર્ટફોન પર 3 વર્ષ ના OS અપગ્રેડ અને 4 વર્ષના સુરક્ષા અપગ્રેડ નું વચન આપે છે.
Oppo Reno 12 5G અને oppo Reno 12 pro 5G માં 6.7 ઇંચ ની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, સાથે 120Hz રીફ્રેશ રેટ, 294ppi પિક્સેલ ડેંસિટી અને 1080 X 2412 પિક્સેલ resolution ધરાવે છે, જ્યારે આ સ્માર્ટફોન માં 1200 નીટ પિક બ્રાઇટનેસ લેવલ ધરાવે છે. Oppo Reno 12 pro 5G ની સ્ક્રીન પર કોનિંગ ગોરીલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન અને જ્યારે oppo Reno 12 5Gમાં કોનીંગ ગોરીલા ગ્લાસ 7I કોટિંગ પ્રોટેક્શન આપવા આવ્યું છે.
આ પણ વાંચો : E Ration Card 2024 – રેશનકાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા માત્ર બે મિનિટની અંદર
જ્યારે Oppo Reno 12 pro 5G ના કૅમેરા વિશે વાત કરીએ તો આમાં ટ્રિપ્લ રીઅર કૅમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, અને આ મોડેલ ના કૅમેરા સેટઅપ ની અંદર OIS આપવામાં આવ્યું છે. 8 મેગા પિક્સેલ નો સોની આઇએમએકસ355 અલ્ટ્રા વાઈડ એન્ગલ કૅમેરા, અને જ્યારે 50 મેગા પિક્સેલનો સેમસંગ S5KJN5 સેન્સર આપવામાં આવ્યું છે. અને 50 મેગા પિક્સેલનો પ્રાઇમરી સોની એલવાયટી600 સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે આગળ ના ભાગ માં સેમસંગ S5KJN5 સેલ્ફી શૂટર આપવામાં આવ્યું છે. Oppo Reno 12 5G માં OIS સાથે પણ 50 મેગા પિક્સેલ નો સોની એલવાયટી600 સેન્સર આપવામાં આવ્યું છે. પ્રાઇમરી કેમેરો 8 મેગા પિક્સેલ નો સોની આઇએમએકસ355 અને 2 મેગા પિક્સેલ માઈક્રો સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે 32 મેગા પિક્સેલ નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Oppo Reno 12 સીરીઝ ની અંદર 5000mAh ની બેટરી અને 80W સૂપરવૂક ચાર્જિગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. આ સુપર ફીચર ના માધ્યમ થી યુઝર્સ 1 ટકા થી 100 ટકા સુધી ચાર્જિગ ફક્ત 46 મિનિટ ની અંદર કરી શકે છે.
બંને મોડેલ ની અંદર AI ઇંન્ટ્રીગ્રેટેડ ફીચર ની સાથે AI સમરી, AI ક્લીઅર વોઇસ, AI રેકોર્ડ સમરી, AI સ્પિક, અને AI રાઇટર જેવા ફીચર આપવામાં આવ્યા છે.
જ્યારે કનેક્ટિવિટી ની અંદર Bluetooth 5.4 WiFi 6, IR blaster આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ની અંદર ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ને IP65 રેટિંગ આપવામાં આવી છે.
Oppo Reno 12 5G અને Oppo Reno 12 pro 5G કિંમત અને ઉપલબ્ધતા
Oppo Reno 12 5G ની કિંમત ની વાત કરીએ આની કિમત 32,999 છે જેમાં 8GB RAM + 256GB Storage મળે છે. અને આ સ્માર્ટફોન 25 જુલાઇ થી એસ્ટ્રો સિલ્વર, મેટ બ્રાઉન, અને સનસેટ પીચ કલર માં સેલ થવા લાગશે.
Oppo Reno 12 pro 5G તમને બે અલગ અલગ સ્ટોરેજ માં જોવા મળશે, જેમાં 12GB RAM અને 256GB storage વાળા વેરીઅન્ટ ની કિંમત 36,999 રાખવામાં આવેલી છે, અને જ્યારે 12GB RAM અને 512GB storage વાળા વેરીઅન્ટ ની કિંમત 40,999 રૂ. છે, અને આ સ્માર્ટફોન સનસેટ ગોલ્ડ, સ્પેસ બ્રાઉન કલર માં જોવા મળશે. Oppo Reno 12 pro 5G નું સેલિંગ 18 જુલાઇ થી શરૂ થશે.
આજ ના આ આર્ટિકલ માં અમે તમને oppo Reno 12 pro 5G અને oppo Reno 12 5G વિશે સંપુર્ણ જાણકારી આપી છે જો તમને કોઈ પણ પ્રકાર નો પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને પૂછી શકો છો. અને આવીજ જાણકારી માટે Vital khabar સાથે જોડાઈ રહો.
વધુ વાંચો :
Redmi 13 5G Launch કિંમત ફકત ૧૨,૯૯૯, ફીચર અને સ્પીસિફિકેશન જાણી ને ચોંકી જશો !
બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.