તમારું પાન કાર્ડ થઈ જશે રદ, જલ્દી થી કરીલો આ કામ, 31 ડિસેમ્બર છેલ્લી તારીખ

WhatsApp Group Join Now

પાન કાર્ડ : ઈનકમ ટેક્સ વિભાગે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 આપી છે, જો તમે 31 ડિસેમ્બર સુધી પાન કાર્ડ ને લિંક નહિ કરાવો તો તમારું પાન કાર્ડ સરકાર રદ કરી દેશે. જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું છે તો પણ તમારે તેને એક વાર ચોક્કસ પણે ચેક કરવું જોઈએ જેથી તમને માહિતી મળી શકે કે પાન કાર્ડ લિંક થયું છે કે નહિ.

આજ ના આ લેખ માં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપીશું કે તમે ઘરે બેઠા કેવી રીતે પાન કાર્ડ લિંક થયું છે કે નહિ તે જાણી શકો છો. તો આ લેખ ને અંત સુધી વાંચજો જેથી તમેં પણ જાણી શકો કે પાન કાર્ડ લિંક થયું છે કે નહિ.

પાન કાર્ડ લિંક કરાવવું કેમ જરૂરી છે ?

Pan card એટલે કે પરમેનેન્ટ એકાઉન્ટ નંબર. પાન કાર્ડ અત્યાર માં મોટા ભાગ ના લોકો ના લોકો ના જીવન નો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોઈ પણ જગ્યા એ જાઓ કે કોઈ પણ યોજના માટે જાઓ તો તમારે પાન કાર્ડ તો જોઈએ જ.

પાન કાર્ડ સરકાર ને નાણાંકીય છેતરપિંડી રોકવામાં મદદ કરે છે. અત્યાર ના સમય માં નાણાંકીય છેતપીંડી ના ઘણા કેસ વધી ગયા છે, તેને રોકવા માટે જ સરકારે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું અનિવાર્ય કરી દીધું છે. આ જ કારણે ઈનકમ ટેક્સ વિભાગ સતત લોકો ને પાન કાર્ડ લિંક કરાવવા માટે કહેતું રહે છે. ઈનકમ ટેક્સ વિભાગે પાન કાર્ડ ને લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર આપી છે જો તમે તે તારીખ પહેલાં લિંક નહિ કરાવવો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, જેના કારણે વ્યવહાર માં ઘણી મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમારું પાન કાર્ડ લિંક થયું છે કે નહિ.

પાન કાર્ડ લિંક થયું છે કે નહિ તે ચેક કેવી રીતે કરવું ?

ઘણી વાર એવું પણ બનતું હોય છે કે તમે પાન કાર્ડ ને લિંક કરાવવા માટે તો ગયા પરંતુ તે લિંક થતું નથી અને CSC સેન્ટર વાળા તમને મૂર્ખ બનાવી જતા હોય છે તેથી અમે તમને નીચે કેટલાક સ્ટેપ આપ્યા છે જેને અનુસરી ને તમે જાતે જ ચેક કરી શકો છો કે ખરે ખર પાન કાર્ડ લિંક થયું છે કે નહિ ?

  • સૌપ્રથમ તમારે ઈનકમ ટેક્સ ની ઓફિસિયલ વેબસાઇટ www.incometax.gov.in ની મુલાકાત લો.
  • ત્યાર બાદ તમારે Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે તમારો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યાર બાદ View Aadhar Link Status પર ક્લિક કરો.

તમને હવે જોવા મળશે કે તમારો પાન કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર સાથે લિંક થયેલ છે, જો તમારું પાન કાર્ડ લિંક થયેલ નહિ હોય તો તમને લિંક થયેલ નથી તેવો પોપઅપ જોવા મળશે.

આવી જ કેટલીક અન્ય અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.

Leave a comment