Pashupalan loan: નમસ્કાર મિત્રો આપ સર્વે લોકોનું એક નવા લેખમાં સ્વાગત છે, પશુપાલન લોન ₹12 લાખ રૂપિયા સુધી મળી શકે છે, આ યોજનામાં આજે કઈ રીતે કરવી આ યોજના માટે આવશ્યક દસ્તાવેજો કયા છે? અને આ યોજનાનો લાભ કોને મળી શકે છે આવા ઘણા બધા સવાલો તમારા મનમાં જરૂર હશે તો મિત્રો આ બધા જ સવાલોના જવાબ તમને આ લેખમાં મળવાના છે અને સાથે સાથે અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમે આ યોજનામાં અરજી કઈ રીતે કરી શકો છો તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
જો મિત્રો તમે ગામડામાં રહો છો તો તમને ખબર જ હશે કે ગુજરાતમાં ઘણા ખરા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે જેમની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ છે જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુપાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે. આ લોન યોજના થી ઘણા પશુપાલકોને લાભ થતો હોય છે કારણ કે આવા પશુપાલકો ગરીબો પણ છતાં પોતાના પશુપાલકોનું જતન કરતા હોય છે પરંતુ તેમની પાસે વધુ પૈસા ન હોવાને કારણે તે વધુ જતન કરી શકતા નથી ત્યારે સરકાર દ્વારા આ લોન યોજના દ્વારા સહાય કરવામાં આવે છે.
પશુપાલક લોન યોજના માટેની પાત્રતા
- જે પણ પશુપાલક આ લોન લેવા માંગે છે તે ગુજરાતનો રહેવાસી હોય તો જ તેમને લોન મળશે.
- જો તમારી પાસે તબેલો હોય તો જ તમને આ યોજના અંતર્ગત પશુપાલક લોન મળી શકે છે. જો તમારી પાસે તબેલો નથી તો તમને આ લોન યોજનાનો લાભ નહીં મળે.
- પશુપાલક લોન લેવા માટે તમારી પાસે તબેલામાં ઓછામાં ઓછા 10 પશુ તમારા હોવા જોઈએ તો તમને લોન મળી શકે છે.
આ વાંચો:- Gay Sahay Yojana Gujarat 2024 : પશુપાલકો ને સરકાર આપશે 10,800 રૂપિયા, ગાય સહાય યોજના
Pashupalan Loan યોજના માટે આવશ્યક દસ્તાવેજ
- પશુપાલકનું આધાર કાર્ડ
- પાનકાર્ડ
- બેંકની પાસબુક
- જમીનની નકલ હોવી જોઈએ
- તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- પશુપાલન માલિકી નું પ્રમાણપત્ર
આ વાંચો:- પીએમ મુદ્રા લોન યોજના: ભારતના નાના વ્યવસાયોને મળશે લાખો રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી
આ યોજનામાં અરજી કઈ રીતે કરવી?
હવે તમારામાંથી ઘણા મિત્રો આ પશુપાલન લોન યોજનામાં અરજી કરવા માંગતા હશે પરંતુ તેમના મનમાં એ સવાલ જરૂરથી હશે કે આ યોજનામાં અરજી કઈ રીતે કરી શકાય છે તો હવે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમે અરજી કઈ રીતે કરી શકો તો તમે આગળની માહિતીને ધ્યાનપૂર્વક વાંચો.
- જો તમે જાતે આ યોજનામાં અરજી કરવા માંગો છો તો સૌ પ્રથમ તમારા મોબાઇલમાં https://ikhedut.gujarat.gov.in/ આ વેબસાઈટ ને ઓપન કરો.
- આ વેબસાઈટ ઉપર જઈને તમે પશુપાલક લોન યોજના વિકલ્પ શોધો અને તેના ઉપર ક્લિક કરીને જે પણ માહિતી માંગવામાં આવે તેને ધ્યાનપૂર્વક લખો.
- જો તમને અરજી કરતાં ના આવડતું હોય તો તમે youtube માં વીડિયો જોઈને પણ અરજી કરી શકો છો.
- તમારે બધી જ માહિતી ધ્યાનપૂર્વક લખવાની રહેશે અને આવશ્યક દસ્તાવેજો ના ફોટા પણ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ફોર્મને સબમિટ કરી દો.
ઓફલાઈન અરજી:- જો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોય એટલે કે જો તમને ઓનલાઈન માં અરજી કરતાં ન ફાવતું હોય અને તમે ઓછું ભણેલા હોય તો તમારે જિલ્લા કૃષિ વિભાગમાં જવાનું રહેશે અને ત્યાંથી આ યોજના માટેનું ફોર્મ લેવાનું રહેશે અને કે ફોર્મ વિશેની બધી જ માહિતી તમને ત્યાં મળી જશે અને તે ફોર્મ પણ તમને ત્યાં ભરી આપશે ત્યારબાદ તે ફોર્મ ને ક્યાં જમા કરવાનું તે સંપૂર્ણ માહિતી તમને ત્યાં આપવામાં આવશે તો તમે ત્યાં મુલાકાત લઈ શકો છો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે