પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર થકી ખેડૂતો માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે જેમકે કિસાન માન ધન યોજના ખેડૂત પેન્શન યોજના તાડપત્રી સહાય યોજના ટ્રેક્ટર સહાય યોજના ખાતર સહાય યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ માં ઓનલાઈન મૂકવામાં આવેલી છે પરંતુ આજે અમે તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી અમારા આર્ટીકલ ના અંત સુધી વાંચવા વિનંતી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતના કલ્યાણ માટે અમલમાં મુકવામાં આવેલ વ્યક્તિ યોજના છે આ યોજના દ્વારા આર્થિક રીતે ગરીબ ખેડૂતોને સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ નાના ખેડૂતોને લાભ આપવામાં આવશે જેથી ખેડૂત ભાઈઓ સારી ગુણવત્તા ના બિયારણ અને ખાતરની ખરીદી કરી શકે છે. આ યોજના હેઠળ ઘણા બધા હપ્તાની ચુકવણી કરવામાં આવેલ છે જેથી ખેડૂતોને લાભ થઈ શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ભારત શ્રી સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરી 2019 ના રોજ શરૂ કરવામાં આવેલ હતી, જેનો લાભ દેશના આર્થિક રીતે ગરીબ અને નબળા પરિવારના ખેડૂતોને લાભ મળવા પાત્ર રહેશે. તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે નક્કી થયેલ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ ખેડૂતોને સન્માનની રકમ એમના બેંક ખાતામાં અથવા તો પોસ્ટ ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની પાત્રતા
- આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે આ યોજના હેઠળ ભંડોળ સો ટકા કેન્દ્ર સરકારનું રહેશે.
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂત પરિવારને લાભ આપવામાં આવશે.
- જો ખર્ચ પરિવારને બે હેક્ટર પાસે જમીન સંયુક્ત અથવા તો માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારને આ યોજનાઓ લાભ મળવાપાત્ર રહેશે.
- ભારત સરકાર દ્વારા કુટુંબની નક્કી કરેલ છે જેમાં પતિ પત્ની અને સગીર બાળકો 18 વર્ષથી ઓછી વયના કે જો કોઈ પણ વ્યક્તિગત અને સંયુક્ત રીતે જમીન ધરાવતા હોય જે સામુહિક રીતે સંબંધિત રાજ્ય કે સમપ્રદેશના જમીન રેકોર્ડ અનુસાર બે એક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતા હોય.
પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના નું ધોરણ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતને દર વર્ષે રૂપિયા 6000 ચૂકવવામાં આવે છે, જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર મહિને ચૂકવવામાં આવે છે
આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર નથી?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નાનાની સીમાંત ખેડૂતોને જ મળવા પાત્ર રહેશે આ યોજના માટે ભારત સરકારે ઘણી પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે.
- વર્તમાન અને ભૂતપૂર્વક તમામ પ્રકારના બંધારણીય હોદાઓ ધરાવનાર વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
- હાલમાં કે ભૂતકાળ મંત્રી શ્રી રાજ્યકક્ષાના મંત્રી શ્રી લોકસભા વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
- રાજ્ય સરકારના વિવિધ વિભાગો કચેરીઓ મંત્રાલયો અને કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત્ત તમામ અધિકારી અને કર્મચારીને પ્રધાનમંત્રી
- તમામ વયના નિવૃત્ત પેન્શન ધારકો તેઓ દર મહિને ₹10,000 કે તેથી વધુ પેન્શન મેળવતા હોય તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
- છેલ્લે આકારની વર્ષમાં ઇન્કમટેક્સ ચૂકવેલ કરતા તેમજ વ્યવ્સાયકો જેમ કે ડોક્ટર વકીલ એન્જિનિયર અને આર્કિટેક્ટ જેવા વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી કરાવતા હોય તેવા વ્યવસાય ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
જરૂરી દસ્તાવેજો
- જમીનના ૮ અ નો ઉતારો
- સાતબાર ના ઉતારા
- આધારકાર્ડ
- જો આધાર કાર્ડ નો હોય તો એન્ડ્રોઇડમેન્ટ નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ,
- બેંક ખાતાની પાસબુક
આ પણ વાંચો : પુષ્પા 2 ના રીલીઝ પહેલા અલ્લુ અર્જુન પર આવી આફત! નોંધાઈ FIR, 5મી ડિસેમ્બરના દિવસે પુષ્પા 2 થશે રિલીઝ!
પ્રધાનમંત્રી કિસાન યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી?
- દેશના આવા રસ ધરાવતા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગે છે તો તેઓને નીચે આપેલ પ્રક્રિયાને અનુસરી સરળતાથી સમજી ને અરજી કરી શકાય છે.
- સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન યોજના માટે તમારે એની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યાર બાદ આ વેબસાઈટ ના હોમપેજ પર તમે ફાર્મર કોર્નર હેઠળ નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- હવે આગળના પેજ પર તમારી સામે નવું ખેડૂત નોંધણી ફોર્મ ખુલશે.
- હવે ત્યાર પછી ગ્રામીણ ખેડૂત નોંધણી જોબ તમે ગ્રામીણ રહેવાસી હોય તો એના પર ક્લિક કરવાનું અને શહેરી રહેવાસી હોય તો તેના પર ક્લિક કરવું.
- હવે તમે જે વિસ્તાર થા છો તે પ્રમાણે વિકલ્પ પસંદ કરો.
- ત્યાર પછી તમારે આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે અને રાજ્ય પસંદ કરવું પડશે.
- હવે તમારે અહીં captcha કોડ નાખવો પડશે ને ગેટ ઓટીપી પર ક્લિક કરવું પડશે.
- હવે તમારા મોબાઈલ નંબર પર એ ઓટીપી આવશે જેને તમારે ઓટીપી બોક્સમાં ભરી વેરીફાઇ કરવાનું રહેશે.
- હવે પછી પેજમાં તમારે કેટલીક અંગત વિગતો અને જમીનના ટાઈટલ વગેરેની વિગતો દાખલ કરવી પડશે.
- તમામ વિગતો દાખલ કર્યા પછી તમારે અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
- ત્યાર પછી તમે કિસાન યોજનામાં ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકશો.
ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?
દેશના જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકતા નથી તેઓ ઓફલાઈન અરજી પણ કરી શકે છે પ્રધાનમંત્રી કિસાન ઓનલાઈન નોંધણી માટે તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે છે પછી તમારે અરજી ફોર્મ ભરીને તમારે નજીક સેવા કેન્દ્ર માં સબમીટ કરવાનું રહેશે જાહેર સેવા કેન્દ્ર દ્વારા તમારી અરજી રીતે તપાસ કરવામાં આવશે અને તમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરી આપવામાં આવશે જે બાદ તમને યોજના હેઠળ લાભ મળવા લાગશે.
આશા રાખીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપને ને જોઈન કરો. જેથી કરીને તમને ભવિષ્યની યોજનાની લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
વધુ વાંચો :
દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજારની મળશે સહાય
દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજારની મળશે સહાય
રૂપિયા 15,000 થી ₹2,00,000 સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.