ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની પોકો એ નવું ટેબ્લેટ ભારતમાં પ્રથમવાર લોન્ચ કર્યું છે જેનું નામ Poco Pad 5G છે. આમાં 12.1 ઈંચ ની ડિસ્પ્લે આપવામાં આવી છે, સાથે Snapdragon 7s Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત થાય છે. આ એન્ડ્રોઈડ ટેબ્લેટમાં સ્લિક મેટલ બોડી આપવામાં આવી છે અને આ ટેબ્લેટ માં 10000mAh ની બેટરી ઓફર કરવામાં આવી છે.

Poco Pad 5G સ્પેક્સ
Poco pad 5G માં 12.1 ઇંચ ની ડિસ્પ્લે સાથે 2560X1600 પિક્સેલ નું resolution ધરાવે છે. 120Hz રીફ્રેશ રેટ અને 600 nits સુધીની પિક બ્રાઇટનેસ લેવલ ધરાવે છે. આ ટેબ્લેટ ની ડિસ્પ્લે ડોલ્બી વિઝનને પણ સપોર્ટ કરે છે, અને સાથે કોનિંગ ગોરીલા ગ્લાસ 3 પ્રોટેકશન દ્વારા સુરક્ષિત છે.
Poco pad 5G ઓકટા-કોર Qualcomm Snapdragon 7s Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત થાય છે, અને Xiaomi ના Hyper OS ચાલે છે. પોકો ના આ પેડ માં 8GB RAM અને 256GB ની ઇન્ટરર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે, જેને યુઝર્સ માઈક્રોએસડીકાર્ડ નો ઉપયોગ કરીને 1.5TB સુઘી એક્સપેંડ કરી શકે છે.
આ પણ વાંચો : Dimensity 7300 Energy SoC સાથે Realme 13 5G સિરીઝ 29 ઓગસ્ટે થશે ભારતમાં લોન્ચ!
જ્યારે ફોટોગ્રાફી માટે, પોકો પેડમાં આગળ અને પાછળ ના બંને ભાગમાં 8 મેગા પિક્સેલ નો કેમેરો ઓફર કરવામાં આવ્યો છે. સારા ઓડીઓ અનુભવ માટે ઉપકરણ માં ડોલ્બી એટમોસ દ્વારા ટ્યુન કરેલા કવોડ સ્પિકર્સ ઓફર કરવામાં આવ્યા છે. પોકો પેડ 10,000mAh ની બેટરી ધરાવે છે જે 33W ફાસ્ટ ચાર્જિગ ને સપોર્ટ કરે છે.
Poco Pad 5G કિંમત અને ઉપલબ્ધતા
Poco Pad 5G બે અલગ અલગ વેરીઅન્ટસ્ માં ઓફર કરવામાં આવ્યા છે. જેમાં તેના 8GB+128GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત રૂ. 23,999 છે, જ્યારે 8GB+256GB સ્ટોરેજ ની કિંમત રૂ. 25,999 છે. Poco નું આ એન્ડ્રોઈડ ટેબલેટ કોબાલ્ટ બ્લૂ અને પીસ્તા ગ્રીન કલર ઓપ્શન માં ખરીદી શકાશે.
Poco Pad 5G 27 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ, એમેઝોન અને બાકી ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. લોન્ચ ના ભાગરૂપે પોકો કંપની SBI, HDFC, અને ICICI બેન્ક ના કાર્ડ ઉપર રૂ. 3000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે. કંપની દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ સેલ પર રૂ. 1000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
દરરોજ ટેક, ટ્રેડિંગ, સરકારી યોજના, જોબ્સ, ઓટોમોબાઇલ્સ, તથા હવામાન અંગે ના સમચાર વાંચવા માટે અમારા Whatsapp group ને જોઈન કરો.
વધુ વાંચો :
વરસાદની આગાહી : આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા, જાણ સંપૂર્ણ માહિતી
Kolkata Doctor Case Update : મુખ્ય આરોપી સંજય રૉય કોર્ટમાં કેમ તૂટી પડ્યા ?
Hyundai Alcazar ફેસલીફ્ટની બુકિંગ શરૂ : 9 સપ્ટેમ્બરે ભારતમા થશે લોન્ચ

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.