પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારનો આપઘાત! હસમુખ પટેલ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું 

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો હમણાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતી ની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી ચાલુ થઈ ગઈ છે, આ શારીરિક કસોટી દરમિયાન જૂનાગઢના માણાવદરનો એક 29 વર્ષનો ઉમેદવાર શારીરિક કસોટીમાં નાપાસ થવાની કારણે આપઘાત કરી પોતાનો જીવનનો અંત લાવ્યો. ગુજરાત પોલીસ ભરતી વિભાગના લોકરક્ષક અને પીએસઆઇ ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકની આપાત ઘટનાની લઈ જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલે દુઃખ વ્યક્ત કરતા દરેક ઉમેદવારોની સાચી સલાહ આપી.

સમુખ પટેલ સાહેબે શું જણાવ્યું? 

હસમુખ પટેલ દ્વારા દરેક ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે કે પોલીસ ભરતીમાં નિષ્ફળ જતાં એક યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું, આ વિશે તેમને જણાવ્યું કે કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે. આ વિશે તેમને ટ્વિટ કરીને દરેક ઉમેદવારોને સલાહ આપી છે, હસમુખ પટેલ સાહેબ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું તે તમે નીચે જોઈ શકો છો.

પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારનો આપઘાત! હસમુખ પટેલ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું 

 

દરેક પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારોએ આ વાંચવું 

હવે દરેક પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારોને હું મારા તરફથી ખાસ સુચના આપવા માંગુ છું કે જ્યારે તમે કોઈ પણ ભારતીય હોય કે કોઈ પણ ચીજમાં નિષ્ફળ થાવ છો ત્યારે તમારે ક્યારેય એવું ન માનવું જોઈએ કે તમારી આ છેલ્લી હાર છે. કારણકે કુદરત એવું ઈચ્છે છે કે આ ફિલ્ડ આ વ્યક્તિ માટે નથી આ વ્યક્તિને કંઈક આનાથી પણ વધારે આપવું છે ત્યારે કુદરત તમને તે તમને નિષ્ફળતા અપાવતો હોય છે તો તમારે આનાથી હાર ન માનવી જોઈએ.

જ્યારે તમારી કોઈ નિષ્ફળતા થાય ત્યારે તમારે એવું માનવું જોઈએ કે આ ફિલ્ડ મારા માટે છે જ નહીં હું આનાથી પણ કંઈક સારું કરવા માટે બન્યો છું. જો કોઈપણ વ્યક્તિ પોતાની જિંદગીમાં નિષ્ફળ થાય જ નહિ તો તે આગળ વધી શકતો નથી કારણ કે તમે કોઈપણ નાની નોકરી માટે એપ્લાય કરો અને તમે તે નોકરી પાસ કરી દો છું તો તમે ત્યાં ને ત્યાં જ રહી જાવ છો પરંતુ જો તમે તે નોકરીમાં ફેલ થાવ છો કે નિષ્ફળ થાવ છો તો તમે એનાથી પણ આગળ જઈ શકો છો.

દરેક વિદ્યાર્થીઓ કે દરેક ઉમેદવારોએ સમજવું પડશે કે ગુજરાતમાં રહેલા દરેક ઉમેદવારો પોલીસ ભરતી માં પાસ થઈ શકે નહીં કે દરેક લોકોની પોલીસની નોકરી મળી શકે નહીં એટલા માટે આવી કોઈ પણ નાની નિષ્ફળતા મેળવો તો તમારે હાર માનવાની નથી તમારે પ્રયત્નો કરવાના છે તમને આનાથી પણ મોટી સફળતા મળી શકે છે.

આ વાંચો:- RRB Group D ભરતી 2025: રેલવે વિભાગમાં ગ્રુપ ડી માં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

Leave a comment