પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી માટે સરકાર આપે છે સહાય, આવી રીતે ઘરે બેઠા કરો અરજી

WhatsApp Group Join Now

પાવર ડ્રીવન ચાફ કટર સહાય યોજના : કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને હિતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની કુલ 28 યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે. ખેડૂતોને ઉત્પાદન વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે ટ્રેકટર સહાય આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના નો લાભ મેળવ્યા બાદ ઘણા બધા સાધનોની જરૂર રહેતી હોય છે જેમ કે કલ્ટીવેટર, રોટાવેટર, ગ્રાઉન્ડ ડીગર, વગેરે ઘણા બધા ખેત ઓજારો ની જરૂર પડે છે પ્રિય વાંચકો આજના આર્ટીકલ દ્વારા ખેડૂતોને પોતાની ખેતી અને પશુપાલનમાં ઉપયોગમાં લેવાતા ચાફ ક્ટર વિશે વિગતવાર માહિતી આપીશું.

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી સમય અને શક્તિની બચત થાય આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એન્જિન આધારે ચાલતા ચાફ કટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે ? કેવી રીતે અરજી કરવાની ? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?

પશુપાલન મિત્રો માટે બહુ જ જ સરસ મજાની યોજના આવે છે જેની અંદર જે કોઈપણ પશુપાલન મિત્રો વધુ પશુપાલન ધરાવે છે તેમને ઢોરના ચારા નાખવા માટે અને તેના કટીંગ માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને પાવર ખરીદી પર સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે જે યોજના બહુ જ સરસ છે જેની અંદર પશુપાલન મિત્રોને લાભ મળે છે.

પશુપાલન વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને 75% સુધીની સબસીડી આપવામાં આવી રહી છે. જેની અંદર પાવર ચાફ કટર ખરીદી કરવાની રહેશે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો હોય તે અંગેની માહિતી આર્ટીકલ ની અંદર મેળવીએ.

ચાફ કટર સહાય યોજના નું હેતુ

ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલ વ્યવસાય છે ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે કે તેમાં જુવાર બાજરી મકાઈ અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો સમય વપરાય છે છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી જેથી ખેડૂતોને ચાફ કટર ખરીદવું પડે છે.

આ પણ વાંચોપ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ 20 ટકા સબસીડી સાથે દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે, જાણો અરજી પ્રક્રિયા.

યોજનામાં આપવામાં આવતા સાધન સહાયની યાદી

  • આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત યોજનાઓ ચાલે છે જેમાં અલગ અલગ પ્રકારની સ્કીમ આધારિત જુદા જુદા પ્રકારે લાભ આપવામાં આવે છે આર્ટીકલમાં ચાર્ટ કોટન સાધન સહાય જુદી જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે જેની વધુ ખરાબ માટે આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટની મુલાકાત લેવી.
  • AGR 2
  • AGR 3
  • AGR 4
  • SMAM

ચાફ કટર ખરીદી પર સહાય

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પશુપાલકોને ₹18,000 ની સહાય ચાફકટર ખરીદવા માટે આપવામાં આવી રહી છે આ યોજનાની અંદર ફોર્મ ભરવાના હાલમાં ચાલુ છે. અને જે કોઈપણ પશુપાલન મિત્રો આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી અને લાભ લઇ શકે છે આ યોજનામાં ચાફ કટરની ખરીદ કિંમતના 75% અથવા તો 18000 રૂપિયા છે બંનેમાંથી ઓછું હશે તે પશુપાલકને મળવા પાત્ર રહેશે.

પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી માટે સરકાર આપે છે સહાય, આવી રીતે ઘરે બેઠા કરો અરજી

આ યોજનાની અંદર લાભ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને યોજનાની અંદર લાભ મેળવવા માટે શું પાત્રતા હોય છે તે અંગેની ચર્ચા આપણે કરીશું.

જરૂરી દસ્તાવેજો

  • અરજદારનું આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ બારકોડ ધરાવતું
  • બેંક ખાતાની પાસબુકની નકલ
  • પાંચ કે તેથી વધુ દુધાળા ધરાવતાં હોવાનો પુરાવો
  • સરકાર માન્ય ફોટા વાળું ઓળખ પત્ર
  • લાભાર્થી ખેડૂતની જમીનની ૭ ૧૨ ની નકલ
  • ખેડૂત ની રેશનકાર્ડ ની નકલ
  • ખેડૂત ની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સા માં સામાન્ય પત્રક.
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની વિગતો.
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ખેડૂત લાભાર્થી આ ખેડૂત યોજનાનું ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી આઇ ખેડુત ઓનલાઈન અરજી કરી શકે છે. વિશેષમાં ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ ઓનલાઇન અરજી કરી શકે છે. તો ચાલો આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીએ.

  • સૌપ્રથમ ગુગલ સર્ચ આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે.
  • Google સર્ચમાંથી સત્તાવાર વેબસાઈટ ખોલવી
    ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર 2 પર આવેલી પશુપાલન યોજનાઓ માટે ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં પશુપાલનની યોજના ખોલ્યા બાદ વર્ષ 2024-25 ની કુલ 28 યોજનાઓ બતાવશે
    જેમાં પાવર ડ્રીવન ચાફ કટર સહાય યોજના ની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી પડી તો ના કરી આગળની પ્રોસેસ કરવાની
    રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કર્યો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફોર્મ કરવાની રહેશે.
  • ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનું સુધારો થશે નહીં તેની નોંધ લેવી.
  • છેલ્લે ખેડૂતો અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.

યોજના ની અંદર લાભ મેળવવા માટેની પાત્રતા

આ યોજનાની અંદર લાભ મેળવવા માટે પ્રમુખપાત્રતા છે અનુસૂચિત જાતિના પશુપાલન મિત્રો જ આ યોજનાનો લાભ મેળવવી શકે છે. અરજદાર ની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પ્લોયમેન્ટ ઉત્પાદન અધિકર્તા પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે. આ રીતે ની પાત્રતા પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે.

હું આશા રાખું છું કે મારા દ્વારા સમજાવવામાં આવેલ તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો.

વધુ જાણો :

ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મેળવો 1.20 લાખ રૂપિયાનો લાભ, અત્યારે જ કરો અરજી

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દિકરીઓ ને મળશે ₹25,000 ની સહાય

તાર ફેન્સીંગ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની આજુબાજુ કાંટાણી વાળ બનાવવા માટે સરકાર આપે છે સહાય

Leave a comment