પ્રીમિયર એનર્જી IPO માં apply કરતા પહેલા જાણી લો આ 10 પોઇન્ટ

WhatsApp Group Join Now

Premier Energies IPO : પ્રીમિયર એનર્જી એપ્રિલ 1995 માં સામેલ કરવામાં આવી હતી. કંપની રૂ. 2830.40 કરોડનો બુક ઇસ્યુ કરશે. જેમાંથી 2.87 કરોડ બુક નો નવો ઇસ્યુ અને 3.42 કરોડ શેર ઓફર-ફોર-સેલ જારી કરવામાં આવશે. પ્રીમિયર એનર્જી IPO ને મંગળવારે, 27 ઓગષ્ટ 2024 ના રોજ ખૂલવામાં આવશે જ્યારે 29 ઓગષ્ટ 2024 ના રોજ બંધ કરવામાં આવશે.

પ્રીમિયર એનર્જી IPO માં apply કરતા પહેલા જાણી લો આ 10 પોઇન્ટ

પ્રીમિયર એનર્જી IPO ની માહિતી

પ્રીમિયર એનર્જી કંપની એક સોલાર સેલ નિર્માતા કંપની છે. પ્રીમિયર એનર્જી IPO BSE અને NSE બંને પર લીસ્ટેડ થશે. આ ipo એ રૂ. 1,291.40 કરોડ ના 2.87 કરોડ શેરના તાજા ઇશ્યુ અને રૂ. 1,539.00 કરોડના મૂલ્યના 3.42 કરોડ શેર ના વેચાણની ઓફર નું મિશ્રણ છે.

પ્રીમિયર એનર્જી IPO પ્રાઈસ બેન્ડ અને મીનીમમ લોટ સાઇઝ

પ્રીમિયર એનર્જી કંપની એ 1 રૂપિયા ની ફેસ વેલ્યુ સાથે, 427 થી 450 પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. પ્રીમિયર એનર્જી IPO માં એપલાઈ કરવામાં માટે મીનીમમ લોટ સાઇઝ 33 શેર છે, આનો અર્થ એ થયો કે રેગ્યુલર ઇન્વેસ્ટર્સ માટે જરૂરી મીનીમમ રકમ 14,091 છે.

આ પણ વાંચોKolkata doctor case: સીબીઆઈ એ આરજી કારના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને 13 અન્ય સ્થળો પર પાડી રેડ !

પ્રીમિયર એનર્જી IPO રજિસ્ટાર અને બુક રનિંગ લીડ મેનેજર

KFin Technology પ્રીમિયર એનર્જી IPO ના રજિસ્ટાર છે, જ્યારે જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ અને ICICI સિક્યોરિટીઝ ઈશ્યુના બુક રનીંગ લીડ મેનેજર છે.

પ્રીમિયર એનર્જી કંપનીના ઉદ્દેશ્યો શું છે ?

પ્રીમિયર એનર્જી કંપની હૈદરાબાદ માં 4 GW સોલાર PV TOPCon સેલ તથા 4 GW સોલાર PV TOPCon મોડ્યુલ ઉત્પાદન સુવિધાની સ્થાપના કરવા માંગે છે જેના માટે તે નાણાં પૂરા પાડવા માટે તેની પેટા કંપની પ્રીમિયર એનર્જી ગ્લોબલ એન્વાયરનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ઈશ્યુ થયેલ ચોખી આવકનું રોકાણ કરવા માંગે છે, કેટલીક આવક નો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ કંપનીઓ માં કરવા માંગે છે.

પ્રીમિયર એનર્જી ઉદ્યોગનો ઓવરવ્યુ શું છે ?

કંપનીના RHP અનુસાર, 2050 સુધીમાં કંપની લગભગ 75 ટકા જેટલી વીજળી રીન્યુએબલ માંથી ઉત્પન્ન કરશે. ભારતમાં, FY24 માં વીજળી ઉત્પાદનમાં 27 ટકા જેટલો હિસ્સો રીન્યુએબલ નો હતો. COP-26 દરમિયાન ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આબોહવા ક્રિયાઓ અનુસાર, 2030 સુધીમાં દેશની લગભગ 50 ટકા ઊર્જા જરૂરિયાત રીન્યુએબલ સ્ત્રોતો દ્વારા પૂરી પાડવામાં આવશે.

પ્રીમિયર એનર્જીની નાણાંકીય માહિતી

નાણાંકીય વર્ષ 2022 થી કંપની ની આવક માં સતત વધારો જોવા મળ્યો છે. FY22, FY23 અને FY24 માટે, કામગીરી માંથી કંપની ની આવક અનુક્રમે વધીને લગભગ ₹ 7,428.71 મિલિયન, ₹ 14,285.34 મિલિયન અને ₹ 31,437.93 મિલિયન થઈ ગઈ છે. Q1FY25 માટે, કંપનીની વાર્ષિક આવક ધોરણે ₹ 6,110.23 મિલિયનની સામે 16,573.67 મિલિયન રહેશે.

પ્રીમિયર એનર્જી કંપની ને FY22 માં ₹ 143.63 મિલિયન નો લોસ થયો હતો જે FY23 માં ઘટીને ₹ 128.05 થઈ ગઈ હતી. જ્યારે FY24 માં ₹ 2,313.60 મિલિયન નો નફો કર્યો હતો. Q1FY25 માટે, કંપનીએ 1,981.60 મિલિયન નો નફો કર્યો હતો.

પ્રીમિયર એનર્જીના મુખ્ય જોખમો

પ્રીમિયર એનર્જી કંપની ના RHP અનુસાર, તેની કામગીરી માંથી થતી આવક મર્યાદિત સંખ્યામાં ગ્રાહકો પર આધારિત છે. કંપનીની વ્યવસાયિક સંભાવનાઓ બે ઉત્પાદનોની સફળતા ઉપર આધારિત છે : સોલાર સેલ અને સોલાર મોડ્યુલ

પ્રીમિયર એનર્જી IPO નું વર્તમાન GMP

શેર માર્કેટ ના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રીમિયર એનર્જી IPO નું GMP ( ગ્રે માર્કેટ પ્રીમિયમ ) ₹ 336 હતું, આનો અર્થ એ થયો કે શેરની અંદાજિત લિસ્ટીંગ કિંમત ₹ 786 છે. જે GMP+ઈશ્યુની પ્રાઈસ બેન્ડ ₹ 450 છે. છેલ્લે GMP દર્શાવે છે કે શેર 74.67 ટકા ના પ્રીમિયમ સાથે લીસ્ટ થઈ શકે છે.

નોંધ : ઉપરના મંતવ્યો અને ભલામણો વ્યક્તિગત વિશ્લેષકો અને નિષ્ણાતો ની છે Vitalkhabar ની નહિ, રોકાણકારો રોકાણ કરતાં પહેલાં પોતાના નિષ્ણાતો ની સલાહ લેવી.

આવા જ પ્રકારના સમાચાર વાંચવાં માટે અમારા whatsapp group ને જોઈન કરો જેનાથી તમને ટાઇમસર નવા નવા સમાચાર વાંચવાં મળી રહે.

વધુ વાંચો : 

વરસાદની આગાહી : આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા, જાણ સંપૂર્ણ માહિતી 

POCO Pad 5G : પોકો ના આ પેડમાં મળશે Snapdragon 7s Gen 2 ચિપસેટ અને સાથે 10000mAh ની બેટરી !

Kolkata Doctor Case Update : મુખ્ય આરોપી સંજય રૉય કોર્ટમાં કેમ તૂટી પડ્યા ?

Leave a comment