નમસ્કાર મિત્રો આપ સૌનું એક નવા લેખમાં સ્વાગત છે, મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ એક રેલવે વિભાગ ભરતી વિશે, આ ભરતી કુલ 11,558 જગ્યા ઉપર છે રેલવેમાં અલગ અલગ પદો ઉપર આ ભરતી આવી છે, જો મિત્રો તમે રેલ્વે વિભાગમાં નોકરી કરવા માટે ઈચ્છુક હોય તો તમારા માટે આ એક બહુ જ સારો મોકો ગણાય કારણ કે આ 11,000 થી પણ વધુ પદો ઉપર ભરતી આવેલી છે જેમાં તમે તમારી અરજી કરી શકો છો.
મિત્રો આ ભરતી વિશે તમારા મનમાં ઘણા સવાલ હશે જેમ કે રેલવે વિભાગ ભરતી માં અરજી કઈ રીતે કરવી? શૈક્ષણિક લાયકાત કેટલી જોઈએ, આવશ્યક દસ્તાવેજો કયા છે? રેલવે વિભાગમાં નોકરી કરવાથી પગાર કેટલો મળશે? આ બધા જ સવાલોના જવાબ મિત્રો તમને આ લેખમાં મળશે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
રેલવે વિભાગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
Railway bharti માં જો તમે અરજી કરવા માંગો છો તો તમે ઓછામાં ઓછું 12 મું ધોરણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી પાસ હોવા જોઈએ તો તમે આ રેલવે વિભાગની ભરતીમાં અરજી કરી શકો છો.
જે ઉમેદવાર ગ્રેજ્યુએટ કરેલું છે તે પણ આ ભરતી માટે અરજી કરી શકે છે અને તે રેલવે વિભાગમાં મોટું પદ મેળવી કરી શકે છે, આમ અલગ અલગ પદો ઉપર વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવે છે તો તમે કેટલું ભણેલા છો તેના ઉપર તમારે અરજી કરવાની રહેશે.
આ વાંચો:- નમો લક્ષ્મી યોજના: દીકરીઓને મળશે ₹50 હજાર થી વધુની સહાય
રેલવે વિભાગ ભરતી માટે વય મર્યાદા
જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમનો સૌથી મોટો સવાલ એ હશે કે Railway bharti માટે કેટલી વય મર્યાદા રાખવામાં આવી છે? તો મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 36 વર્ષ હોવી જોઈએ. તેના સિવાય અમુક જ્ઞાતિના લોકોને આ ઉંમર મર્યાદામાં વધુ છૂટછાટ આપવામાં આવી છે જેના વિશે તમે ઓફિસિયલ નોટિફિકેશન વાંચીને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો.
રેલવે વિભાગ ભરતી માટે ફી
જે પણ ઉમેદવારો જનરલ અને ઓબીસી કેટેગરીમાં આવે છે તેમને આ ભરતી માટે અરજી કરવા માટે ₹500 ફી ભરવાની રહેશે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. જે પણ ઉમેદવારો આ ભરતીની પ્રથમ પરીક્ષા પાસ કરે છે તેમની જે પણ ફી ભરી હશે તે પરત આપવામાં આવશે કે હું ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.
આ વાંચો:- અટલ પેન્શન યોજના: અત્યારે કરો અરજી 60 વર્ષની ઉંમરે સરકાર આપશે પૈસા
પોસ્ટ અને પગાર
હવે મિત્રો તમારામાંથી ઘણા ઉમેદવારના સવાલ હશે કે આ ભરતી માટે કેટલો પગાર આપવામાં આવશે તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે કે કઈ પોસ્ટમાં કેટલો પગાર રેલવે વિભાગ દ્વારા આપવામાં આવશે તો મિત્રો તમે તેના વિશે ધ્યાનથી નીચે વાંચી શકો છો.
- જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટઃ રૂ. 19,900
- એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટઃ રૂ. 19,900
- ટ્રેન ક્લાર્કઃ રૂ. 19,900
- જુનિયર ટાઈમ કીપરઃ રૂ. 19,900
- કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કઃ રૂ. 21,700
- ટ્રાફિક આસિસ્ટન્ટઃ રૂ. 25,000
- ગુડ્સ ગાર્ડઃ રૂ. 29,200
- સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટઃ રૂ. 29,200
- વરિષ્ઠ કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કઃ રૂ. 29,200
- જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટઃ રૂ. 29,200
- સિનિયર ટાઈમ કીપરઃ રૂ. 29,200
- સ્ટેશન માસ્ટર: રૂ. 35,400
- કોમર્શિયલ એપ્રેન્ટિસઃ રૂ. 35,400
રેલવે વિભાગ ભરતીમાં અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ તમારે રેલવે વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની છે અથવા તો નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને પણ તમે ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈ શકો છો.
- હવે ત્યાં તમને આ ભરતી માં એપ્લાય કરવાનો ઓપ્શન મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે.
- ક્લિક કર્યા બાદ તમારે ત્યાં તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમારી આવશ્યક વિગત લખવાની રહેશે.
- ત્યારબાદ તમારે જે પણ કેટેગરી અનુસાર જે પણ ફી ચૂકવવાની હોય તે ફીર ચૂકવી દેવી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવું.
- સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ ફોર્મ ની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની છે અને તેને સાચવીને રાખવાની છે.
આ વાંચો:- IPhone 16 vs IPhone 15: પરફોર્મન્સ, ડિઝાઇન અને નવી સુવિધાઓમાં શું છે ખાસ?
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે