અતિ ભારે વરસાદની આગાહી 2024 : સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
વરસાદની આગાહી ની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી હજુ પણ પાંચ દિવસ આ જિલ્લાઓમાં વરસાદ પડશે, હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લામાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે એ જાણવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો. તમારા વિસ્તારમાં વરસાદ પડશે કે નહીં એ પણ તમને આ લેખમાં જાણવા મળશે, તેની સાથે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડશે અને ક્યારે વરસાદ પડશે એ પણ અમે આ લેખમાં જણાવવાના છીએ તો મિત્રો ખાસ આ લેખને અંત સુધી વાંચજો.
આજની વરસાદની આગાહી
આજે તારીખ 18 જુલાઈ 2024 ના દિવસે કયા જિલ્લામાં રેડ યેલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ બધું જ આપણે આ લેખમાં જાણવાના છીએ, તેની સાથે હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ પણ અમે તમને જણાવવાના છીએ.
આજે ગુરુવાર અને 18 તારીખ નાં દિવસે મોરબી, કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, નવસારી, ગીર સોમનાથ અને વલસાડ આ આટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલા માટે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલા માટે આ જિલ્લાઓમાં હળવા થી ધીમો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, જામનગર, રાજકોટ, પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે આ જિલ્લામાં વરસાદ પડે તેવી ઘણી શક્યતા છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આવતીકાલે વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે તારીખ 19 અને શુક્રવારના દિવસે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલો જાણીએ. કચ્છ, જામનગર, રાજકોટ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અને ભાવનગર આટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અહીં વરસાદ પડવાની શક્યતા વધુ છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે મોરબી, ભરૂચ, તાપી, ડાંગ, સુરત અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં હળવા થી મધ્યમ વર્ગનો વરસાદ પડે તેવી શક્યતા છે.
તારીખ 20 અને 21 જુલાઈની વરસાદની આગાહી
તારીખ 20 અને 21 જુલાઈ એટલે કે શનિવાર અને રવિવારના દિવસે કયા કયા જિલ્લામાં વરસાદ પડે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ચાલો તે જાણીએ.
મુખ્યત્વે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, અને ડાંગ આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદ થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આ રીતે આગામી ચારથી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આઇ હોપ તમને હવામાન વિભાગની આગાહી વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હશે, હવે તમને જાણવા મળી ગયું હશે કે તમારા વિસ્તારમાં ક્યારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે અને કેવો વરસાદ પડી તેવી શક્યતા છે, જો તમે આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપ ને જરૂરથી જોઈન કરો.
- આ વાંચો:- ગુજરાતમાં ફેલાયો નવો વાયરસ | ગુજરાતના 6 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર,
- આ વાંચો :- Royal Enfield Guerrilla 450 ભારત માં લોન્ચ, શરૂઆતી કિંમત 2.39 લાખ, જાણો specs
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે