Realme Narzo 70 Turbo 5G : ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની તેનો નવો સ્માર્ટફોન નાર્જો 70 ટર્બો ને ભારતમાં લોંચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. સ્માર્ટફોન ને ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર મૂકવામાં આવ્યું જે તેની પાછળની ડિઝાઈન ને જાહેર કરે છે. આ સ્માર્ટફોન 9 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ આ ફોન ની કેટલાક સ્પેક્સ પણ જાહેર કર્યા છે તો ચાલો તમને આ સ્માર્ટફોન વિશે સંપુર્ણ જાણકારી આપીએ.
Realme Narzo 70 Turbo 5G સ્પેક્સ
Realme Narzo 70 Turbo 5G સ્મારટફોન MediaTek Dimensity 7300 એનર્જી ચીપસેટ દ્વારા સંચાલિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જે તાજેતર માં લોન્ચ થયેલ realme 13+ 5G સ્માર્ટફોન પર આપવામાં આવી હતી. આ સ્માર્ટફોન મોટરસ્પોર્ટ પ્રેરિત ડિઝાઈન સાથે ઓફર કરવામાં આવશે.
કંપની એ પણ પુષ્ટી કરી છે કે, હેન્ડસેટ 7.6mm જાડા અને 185 ગ્રામ વજન સાથે આવશે. પ્રમોશનલ ઈમેજ એ પણ દર્શાવે છે કે ફોનનું AnTuTu સ્કોર 7,50,000 હશે. અમે જમણી બાજુએ પાવર બટન અને volume રોકસ અને ટોચ પર 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે.
ઘણાં અહેવાલો એવો પણ દાવો કરે છે કે , આ સ્માર્ટફોન 120Hz રીફ્રેશ રેટ સાથે 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે. Narzo 70 turbo Android 14 પર ના આધારિત Realme UI 5.0 પર રન કરશે. સ્માર્ટફોન ત્રણ કલર માં જોવા મળશે જેમાં , જાંબલી, લીલો, અને પીળો.
આ પણ વાંચો : વરસાદની આગાહી: ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી
Realme Narzo 70 Turbo 5G ત્રણ અલગ અલગ રેમ અને સ્ટોરેજ વિકલ્પમાં જોવા મળશે, 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB અને 12GB+256GB માં ઉપલબ્ધ હસે.
Realme Narzo 70 Turbo 5G કિંમત અને સ્પેક્સ
ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની એ પણ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન 9 સપ્ટેમ્બરના બપોરે 12 વાગ્યે થી તેમના ઓનલાઇન સ્ટોર અને એમેઝોન પર ઉપલબ્ધ રહેશે. જોકે હજુ સુધી આ સ્માર્ટફોન ની કિંમત અને બીજી વિગતો જાહેર કરવામાં આવી નથી અને આગળ જણાવ્યુ તે મુજબ આ સ્માર્ટફોન ત્રણ અલગ અલગ રેમ માં ઓફર કરવામાં આવશે.
આવી જ સ્માર્ટફોન રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને દરરોજ નવી નવી અપડેટ્સ મળતી રહે.
વધુ વાંચો :
આજનો સોનાનો ભાવ : સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજે 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો ?
ઘરઘંટી સહાય યોજના 2024: આ યોજનામાં ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે સહાય, જાણો અરજી કઈ રીતે કરવી?
ઇન્ડિયન બેંક ભરતી : બેન્ક માં 300 થી પણ વધારે જગ્યા ઉપર આવી મોટી ભરતી, જાણો અરજી કરવાની પ્રક્રિયા
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.