Redmi 13 5G : Xiaomi કંપની એ પોતાની 10મી વર્ષગાંઠ નિમિત્તે પોતાનો નવો સ્માર્ટફોન ( redmi 13 5G) લોંચ કરીને શરૂઆત કરી છે. આ સ્માર્ટફોન ની શરૂઆતી કિંમત 12,999 રાખવામાં આવી છે. અને આમાં ઘણા બધા સ્પીસિફિકેશન અને ફીચર આપવામાં આવ્યા છે. આજ ના આ આર્ટિકલ્સ માં અમે તમને Redmi 13 5G વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો જેથી કોઈ જાણકારી છૂટી ના જાય.
Xiaomi કંપની એ કાલે બપોરે 12 વાગે પોતાનો નવો સ્માર્ટફોન Redmi 13 5G ભારતીય માર્કેટ માં લોન્ચ કર્યો છે જેની સેલ 12 જુલાઇ ના 12 વાગે થી શરૂ થશે, જેની શરૂઆતી કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપની એ લોન્ચ ની સાથે ઘણા બધા ફીચર પણ બહાર પાડ્યા છે જેને અમે તમને આગળ જાણવાના છીએ. Redmi 13 5G માં ક્રિસ્ટલ ગ્લાસ ડિઝાઈન આપવામાં આવી છે જે યુઝર્સ બજેટ ફોન લેવાનું વિચારી રહ્યા છે તેમને આ સ્માર્ટફોન પ્રીમિયમ નો અનુભવ આપશે. Xiaomi એ સ્માર્ટફોન વિશે 10 મહિના પહેલા જાહેરાત કરી હતી અને ફક્ત 10 મહિનાની અંદર ગ્રાહકો સમક્ષ 15,000 હેઠળ નો બેસ્ટ ઓપ્શન વાળો સ્માર્ટફોન રજૂ કર્યો છે.
Redmi 13 5G ફીચર અને સ્પીસિફિકેશન
Redmi 13 5G ફીચર અને સ્પીસિફિકેશન ની વાત કરીએ તો આમાં, 120Hz રીફ્રેશ રેટ સાથે 6.79 ઇંચ ફૂલ HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. જે એક સરસ દ્રશ્ય ની ખાતરી આપે છે. સાથે આ સ્માર્ટફોન માં પંચ-હોલ ડિઝાઈન આપવામાં આવી છે. સ્માર્ટફોન માં ક્રિસ્ટલ ગ્લાસ ડિઝાઈન અને તેના સેગમેન્ટ માં ડયુઅલ સાઇડેડ ગ્લાસ ઓફર કરનાર આ પ્રથમ સ્માર્ટફોન છે. ક્રોનિંગ ગોરીલા ગ્લાસ 3 સ્ક્રીન પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.
Snapdragon 4 Gen 2 AE SoC દ્વારા સંચાલિત આ સ્માર્ટફોન માં 8GB RAM અને 8GB virtual RAM નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જ્યારે આની storage 128GB છે, જેને વપરાશકર્તા માઈક્રોએસડી નો ઉપયોગ કરીને 1TB સુધી કરી શકે છે. આ સ્માર્ટફોન Xiaomi ના Hyper OS ની સાથે android 14 પર રન કરે છે.
Redmi 13 5G ની બેટરી ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં 5030mAh ની બેટરી આપવામાં આવી છે જે 33W ના ફાસ્ટ ચાર્જર ને સપોર્ટ કરે છે.
Redmi 13 5G માં યુઝર્સને ને 108 મેગા પિક્સેલ નો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે અને સાથે 2 મેગા પિક્સેલ માઇક્રો કૅમેરા આપવામાં આવ્યા છે. જયારે વિડિયો કોલ અને સેલ્ફી માટે 13 મેગા પિક્સેલ નો કેમેરો આપવામાં આવ્યો છે.
વધારા ના ફીચર
Redmi 13 5G માં વપરાશકર્તાને સાઇડ – માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન ને IP53 ની રેટિંગ આપવામાં આવી છે જેથી આ સ્માર્ટફોન ધૂળ અને રેતી થી પ્રતિરોધક છે. આ સ્માર્ટફોન માં 3.5mm ઓડિયો જેક અને બોટમ ફાયરિંગ લાઉડસ્પીકર આપવામાં આવ્યા છે.
કનેક્ટિવિટી ની વાત કરીએ તો આમાં 5G SA/NSA, ડ્યુઅલ 4G VoLTE, bluetooth 5.1, WiFi 6, GPS + Glonass અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે.
કિંમત અને વેરીઅન્ટ
Xiaomi કંપની એ Redmi 13 5G ને બે વેરીઅન્ટ માં લોન્ચ કર્યા છે. જેમાં 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 12,999 છે, જ્યારે 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 14,499 રહેશે. અને સાથે તમને 1000 રૂપિયા સુધી ની બેન્ક ઓફર ડિસ્કાઉન્ટ પણ મળશે.
આજ ના આ આર્ટિકલ માં અમે તમને Redmi 13 5G વિશે સંપુર્ણ જાણકારી આપી છે. જો અમારા થી કઈ ભૂલ થઈ હોય કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અમને કમેન્ટ કરીને પૂછી શકો છો. અને આવી જ જાણકારી માટે Vitalkhabar.com સાથે જોડાઈ રહો.
વધુ વાંચો :
Samsung Galaxy M35 5G, 17 જુલાઈ એ થસે ભારત માં લોન્ચ, 6000mAh બેટરી અને Exynos 1380
Samsung Galaxy M35 5G, 17 જુલાઈ એ થસે ભારત માં લોન્ચ, 6000mAh બેટરી અને Exynos 1380
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.