નમસ્કાર દોસ્તો, રિવોલ્ટ મોટર એ તેનું ત્રીજું ઇલેક્ટ્રિક બાઈક ભારતમાં લોન્ચ કર્યું છે જેનું નામ revolt rv1 છે. આ ઇ-બાઈક બે વેરીઅન્ટ માં ઉપ્લબ્ધ છે જેમા -RV1 અને RV1+. જેની એક્સ શોરૂમ કિંમત 84,990 થી 99,990 છે. આ એક સારું બાઈક છે જે તમને સિંગલ ચાર્જ પર 100 કિમી ની રેન્જ ઓફર કરે છે.
રીવોલ્ટ RV1 2.8kW ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત થાય છે,જે પાછળના વ્હિલને ચેઈન ડ્રાઇવ દ્વારા ચલાવે છે. બેઝ વેરીઅન્ટ 2.2kW બેટરી સાથે ઓફર કરવામાં આવે છે, જે સિંગલ ચાર્જ પર 100કિમી ની રેન્જ ઓફર કરે છે.
જ્યારે RV1+ વેરીઅન્ટ મોટા 3.24kWh બેટરી પેક ઓફર કરે છે, જે સિંગલ ચાર્જ પર 160 કિમી સુધીની રેન્જ ઓફર કરે છે. નાની બેટરી 0 થી 80 ટકા 2 કલાક 15 મિનિટમાં ચાર્જ થઈ જાય છે. જ્યારે 3.24kWh બેટરી 3 કલાક અને 30 મિનીટ ચાર્જ થવામાં લે છે. બંને વેરીઅન્ટ ની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાકની છે.
ડિઝાઈન
જ્યારે ડિઝાઈનમાં, રીવોલ્ટ RV1 એક સામાન્ય કોમ્પ્યુટર બાઈક જેવી લાગે છે. તેના આગળના ભાગમાં એક વર્તુળાકાર LED હેડલેમ્પ છે. બાજુઓ પર પ્લાસ્ટિક ફેરિંગ અને પાછળના ભાગમાં V આકાર ની ટેલલાઇટ સાથે સિંગલ-પીસ સીટ છે. આ બાઈક 6 ઇંચના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, રિવર્સ મોડ તેમજ બિલ્ટ-ઈન ચાર્જર સ્ટોરેજ સાથે ઓફર કરવામાં આવે છે.
બાઈક બ્લેક એલોય વ્હીલ પર ચાલે છે, આગળના ભાગમાં ટેલેસ્કોપીક ફોર્ક છે જ્યારે પાછળના ભાગમાં ટ્વીન શોક એબસોબ્રસ છે. બાઈકમાં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે.
આવી જ ઓટોમોબાઇલ્સ રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો, જેથી તમને અવનવાર આવી જાણકારી મળતી રહે.
આ પણ વાંચો : Jawa 42 FJ vs Honda CB350RS: બાઈક શોખીનો માટે કઈ છે શ્રેષ્ઠ પસંદગી?

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.