Roadways Data Entry Operator Vacancy : નમસ્કાર દોસ્તો, આજે અમે ફરીવાર તમારા માટે ડેટા એન્ટ્રી ઓપરેટરની ની ભરતી ની જાણકારી લઈને આવ્યા છીએ. એક્સ્પ્રેસ રોડવેજ પ્રાઇવેટ લિમિટેડ માં ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતીની જગ્યા માટે સૂચના બહાર પાડવામાં આવી છે. એપ્રેન્ટીસ ઇન્ડિયા પોર્ટલ દ્વારા સૂચના અનુસાર, પુરુષ તેમજ સ્ત્રી બંને ઉમેદવારો માટે ભારતના વિવિઘ રાજ્યોમાં આ જગ્યાઓ માટે અરજી કરવા માટે આમંત્રણ આપે છે. આજના આ આર્ટિકલમાં અમે તમને આ ભરતી વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ જેથી આ લેખને અંત સુધી વાંચજો.
ખાલી પડેલ જગ્યાઓની વિગત
એક્સપ્રેસ રોડવેજ પ્રાઇવેટ લિમિટેડ માં ડેટા એન્ટ્રી ઓપરેટરની ની 19 કરતા વધુ જગ્યાઓ ખાલી પડેલ છે. આ પોસ્ટ માટે પસંદ કરાયેલા વ્યક્તિઓને 5,000 થી 17,000 ની વચ્ચે માસિક પગાર આપવામાં આવશે. આ પોસ્ટમાં ઓપરેટરની ફક્ત કમ્પ્યુટર પર ડેટા એન્ટ્રી કરવાની હોય છે, કોઈ હાર્ડ કામ હોતું નથી.
મહત્વપૂર્ણ તારીખો :
- અરજી શરૂ થવાની તારીખ : 13 સપ્ટેમ્બર 2024
- અરજીની છેલ્લી તારીખ : 12 ઓક્ટોમ્બર 2024
નોંધ, અરજીની છેલ્લી તારીખ બાદ અરજી સ્વીકારવામાં આવશે નહિ અને અરજી ની અંતિમ તારીખ બાદ જે પણ વ્યક્તિ અરજી સબમિટ કરશે તેની અરજી ન કરવામાં આવશે.
અરજી કરવા માટેની વયમર્યાદા
- ન્યુનત્તમ ઉંમર : 18 વર્ષ
- મહત્તમ ઉંમર : 35 વર્ષ
સરકારી માર્ગદર્શિકા અનુસાર, SC અને ST કેટેગરી ધરાવતાં વ્યકિતઓ ને વયમર્યાદા માં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારોએ વયમર્યાદા માં છૂટછાટ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
શૈક્ષણીક લાયકાત
- ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટમાં અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડ કે સંસ્થામાં ધોરણ 10 પાસ કરેલ હોવું જોઇએ, અને તેની પાસે બોર્ડ દ્વારા આપવામાં આવેલી માર્કશીટ અને પ્રમાણપત્ર હોવું જોઈએ. ઉમેદવારને અંગ્રેજી આવડવું જોઈએ.
અરજી ફી
- ઉમેદવારને આ પોસ્ટમાં અરજી કરવા માટે કોઈ ફી ભરવાની જરૂર નથી, આ એકદમ ફ્રી છે. સ્ત્રી કે પુરૂષ બંને આ પોસ્ટમાં મફતમાં માં અરજી કરી શકે છે.
આ પોસ્ટમાં અરજી કેવી રીતે કરશો ?
આ અરજી પ્રક્રિયા ઓનલાઈન છે જેને તમે નીચેના સ્ટેપ અનુસરી ને અરજી કરી શકો છો.
- આ પોસ્ટમાં અરજી કરવા માટે તમારે સૌથી પહેલા તેમની ઓફીસિયલ વેબસાઇટ www.apprenticeshipIndia.gov.in
- તેમની વેબસાઈટ પર ગયા પછી, તમારે નીચે જવાનું છે જ્યાં તમને Apply for this opportunity પર ક્લિક કરવાનું છે.
- હવે તમને લોગીન કરવા માટે કહેશે, જો તમારે પહેલેથી જ આ વેબસાઇટ પર એકાઉન્ટ છે તો તમે ડાયરેક્ટ લોગીન કરી શકો છો, અથવા તમે નવું એકાઉન્ટ બનાવી શકો છો.
- Login કર્યા બાદ તમારે તમારી વિગતો ભરવાની છે, વિગતો ભર્યા બાદ તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે.
- વિગતો તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે આ અરજીને સબમિટ કરીને પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે.
નિષ્કર્ષ
જો તમે પણ 10 પાસ કરેલ છે અને તમે પણ રોડવેજ ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહ્યા છો, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. આ અરજીની છેલ્લી તારીખ પહેલાં તમારે અરજીને સબમિટ કરવાની રહેશે જેની નોંધ લેવી.
આવી જ જોબ્સ રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર નવી નવી અપડેટ્સ મળતી રહે.
આ પણ વાંચો : Agriculture Data Entry Operator Vacancy : કૃષિ વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી, લાયકાત ફક્ત 10 પાસ
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.