RRB Group D ભરતી
નમસ્કાર મિત્રો ભારતીય RRB Group D ભરતી જગ્યા માટે એક મહત્વની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ભરતીમાં ઘણા પદો ઉપર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને અરજી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી હું તમને આજના આ લેખમાં આપવાનો છું. તો મિત્રો જો તમે રેલવે વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો આ લેખ તમારા માટે ખાસ છે તો અંત સુધી જરૂરથી વાંચજો.
શૈક્ષણિક લાયકાત
RRB Group D ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધોરણ 10 પાસ અથવા તો આઈ.ટી.આઈ નું પ્રમાણપત્ર હોવું જોઈએ, જો તમે પણ ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે પણ આ ભરતીમાં અરજી કરી શકો છો.
RRB Group D ભરતી માટે ઉંમર મર્યાદા
જે પણ ઉમેદવારોની ઉંમર 18થી 33 વર્ષ સુધી છે તે આ ભરતીમાં અરજી કરી શકે છે, (SC/ST અને OBC માટે છૂટછાટ ઉપલબ્ધ)
મહત્વપૂર્ણ તારીખો
આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ જાય છે, અરજી કરવાની તારીખો વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી શકો છો અને આ ભરતી વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો.
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે રેલવે વિભાગ ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે
- www.indianrailways.gov.in
- ત્યાં તમારે સૌ પ્રથમ RRB Group D ભરતી શોધવાની છે અને તેના પર ક્લિક કરવાનું છે
- ત્યારબાદ તમારે હવે અહીં ધ્યાનપૂર્વક અરજી કરવાની છે, અને જે પણ આવશ્યક દસ્તાવેજ હોય તેની વિગતો ત્યાં લખવાની રહેશે.
- ત્યારબાદ અરજી સબમીટ કરી દેવી, અને તમારું અરજી ફોર્મ ડાઉનલોડ કરી દેવું.
પરીક્ષા પ્રક્રિયા અને પેટર્ન
લેખિત પરીક્ષા (CBT) અને શારીરિક ક્ષમતા કસોટી (PET) માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મુખ્ય વિષયોમાં સામાન્ય જ્ઞાન, ગણિત, અને સમકાલિન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે