RRB Group D Recruitment 2025 : રેલવે વિભાગમાં આવી 32,000+ પોસ્ટ માટે બંપર ભરતી, પગાર પણ સારો

WhatsApp Group Join Now

RRB Group D recruitment 2025 : ભારતીય રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા 2025 માટે ગ્રુપ D ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ 32,438 ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા વિવિધ પદો માટે છે, જેમાં પોઇન્ટ્સમેન, સહાયક, ટ્રેક મેન્ટેનર અને અન્ય પદો શામેલ છે.

જો તમે પણ સરકારી નોકરીની શોધમાં છો અને સરકારી નોકરી લેવા ઈચ્છતા હોવ તો આ નોકરી તમારા માટે સુવર્ણ તક બની શકે છે. જેમાં તમને સારો પગાર અને સરકારી સુવિધાઓ પણ આપવામાં આવશે. જો તમે પણ જાણવા માંગો છો કે આ ભરતી માં અરજી કેવી રીતે કરવી ?, અરજી ફી કેટલી છે ?, પાત્રતા અને માપદંડો શું છે તો તમારે આ આર્ટિકલ ને અંત સુધી વાંચવાનો રહેશે. જેથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જાય.

મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઇન અરજી શરૂ: 23 જાન્યુઆરી 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 22 ફેબ્રુઆરી 2025

પાત્રતા માપદંડ:

પાત્રતા અને માપદંડો નીચે મુજબ છે. અરજી કરતા પહેલા પાત્રતા અને માપદંડો ને સરખી રીતે વાંચી લેવા.

  • શૈક્ષણિક લાયકાત: કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ થયેલ હોવું જોઈએ અથવા તેની સમકક્ષ.
  • ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ (22 ફેબ્રુઆરી 2025 સુધીની ગણતરીએ). સરકારના નિયમો અનુસાર અનામત વર્ગને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પોસ્ટ ના નામો :

  • પોઇન્ટ્સમેન-B: 5,058
  • સહાયક (ટ્રેક મશીન): 799
  • સહાયક (બ્રિજ): 301
  • ટ્રેક મેન્ટેનર ગ્રેડ-IV: 13,187
  • સહાયક P-વે: 247
  • સહાયક (C&W): 2,587
  • સહાયક TRD: 1,381
  • સહાયક (S&T): 2,012
  • સહાયક લોકો શેડ (ડીઝલ): 420
  • સહાયક લોકો શેડ (ઇલેક્ટ્રિકલ): 950
  • સહાયક ઓપરેશન્સ (ઇલેક્ટ્રિકલ): 744
  • સહાયક TL & AC: 1,041
  • સહાયક TL & AC (વર્કશોપ): 624
  • સહાયક (વર્કશોપ) (મેકેનિકલ): 3,077

અરજી ફી:

  • સામાન્ય/OBC/EWS: ₹500 (CBT-1માં હાજર રહેવા પર ₹400 પરત મળશે)
  • SC/ST/PWD/મહિલાઓ: ₹250 (CBT-1માં હાજર રહેવા પર સંપૂર્ણ રકમ પરત મળશે)

પસંદગી પ્રક્રિયા:

  1. કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT): સૌ પ્રથમ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી માટે તેમની કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે.
  2. શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET):  CBT પરીક્ષા પાસ કર્યા બાદ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા લેવામાં આવશે.
  3. દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પરીક્ષા: કમ્પ્યુટર આધારિત પરીક્ષા અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા પાસ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને મેડિકલ એક્ઝામ લેવા માં આવશે. અને જો તમે મેડિકલ માં પાસ થઈ જાઓ છો તો તમને નોકરી આપવામાં આવશે.

આ પણ વાંચોઅમદાવાદમાં આવાસ યોજનાના નામે ઠગાઈ: 250થી વધુ લોકોના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું!

અરજી કેવી રીતે કરવી ? How to apply RRB Group D recruitment 2025

  1. સૌ પ્રથમ તમારે ગૂગલ માં સર્ચ કરવાનું છે RRB ત્યારબાદ તેમની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  2. ત્યાર પછી તમારી સામે નવું પેજ ખુલશે જેમાં તમારે ‘નવા નોંધણી’ લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો.
  3. નોંધણી પૂર્ણ થયા બાદ, લોગિન કરો અને અરજી ફોર્મ ભરો.
  4. ફોર્મ ભર્યા પછી તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને અરજી ફી ચુકવવાની રહેશે.
  5. હવે તમારે એકવાર સંપૂર્ણ ફોર્મ ને સરખી રીતે ચેક કરી લેવાનું છે અને ત્યાર બાદ અરજી ફોર્મને સબમિટ કરવાનું છે અને તેની પ્રિન્ટઆઉટ લઈ લો.

મહત્વપૂર્ણ સૂચનાઓ:

  • અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનથી વાંચવી જરૂરી છે.
  • અરજી ફોર્મમાં કોઈ ભૂલ ન રહે તે માટે તમામ વિગતો સાચી અને સચોટ ભરવી. અને સબમિટ કરતા પહેલા એક વાર ચેક કરી લેવું.
  • અરજી ફી સમયસર ચૂકવી દેવી અને તેની પાવતીને સાચવીને રાખવી.

સત્તાવાર વેબસાઇટ: https://www.rrbcdg.gov.in/

આ ભરતી પ્રક્રિયા ભારતીય રેલ્વેમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે ઉત્તમ તક છે. યોગ્ય તૈયારી અને સમયસર અરજી કરીને, તમે આ તકનો લાભ લઈ શકો છો. અને તમારું સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર કરી શકો છો.

આવી જ યોજના, ભરતી, ટ્રેડિંગ ન્યૂઝ, એજ્યુકેશન વગેરે ની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અત્યારે જ અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.

વધુ વાંચો : 

10 પાસ ઉપર વન વિભાગમાં આવી મોટી ભરતી! વન્ય વિભાગ ભરતી વિશે જાણો સંપૂર્ણ માહિતી 

Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી

 

Leave a comment