Samachar : દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3 લોકોના મોત જુઓ સંપુર્ણ માહિતી
Samachar :- નમસ્કાર મિત્રો હમણાં ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા પાંચ લોકો ગયા હતા એન તે પાંચેય લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. તો ચાલો આ સંપૂર્ણ ઘટના વિશે વિસ્તારમાં માહિતી પ્રાપ્ત કરીએ.
દુઃખદ Samachar : મિત્રો આપ સૌને ખબર હશે કે આજે દશામાની મૂર્તિ વિસર્જન હતું, મોટાભાગના ભક્તો દશામાની મૂર્તિ નું વિસર્જન કરવા માટે નદી કિનારે જતા હોય છે, આ વિસર્જન કરવા જતા લોકોમાં એક ગાંધીનગરથી ઘટના સામે આવી છે જેમાં દશામાની મૂર્તિ પધરાવવા ગાંધીનગરના પાંચ લોકો સાબરમતીના કિનારે ગયા હતા અને તે પાંચેય લોકો પાણીમાં ડૂબ્યા હોય તેવી ઘટના સામે આવી છે, સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે સ્થાનિકો દ્વારા 5 વ્યક્તિઓ માંથી 2 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ ઘટના એક બહુ જ દુઃખદ ઘટના કહેવાય કારણ કે ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે જ્યારે બે લોકો ને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યા છે.
અમને મળતી માહિતી અનુસાર સેક્ટર-30 પાસે સાબરમતી નદીમાં બેલેન્સ ગુમાવતા નદીમાં પડેલા એક વ્યક્તિને બચાવવા અન્ય 5 લોકો ડૂબ્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને એક બાળકી, મહિલા અને પુરુષ ના મૃતદેહની આ નદીમાંથી કાઢવામાં આવ્યા હતા. આ ત્રણેય લોકોના મૃત્યુ નદીમાં જ થઈ ગયા હતા.
નર્મદા નદીમાં નહાવા માટે મૂકયો પ્રતિબંધ : Samachar
વડોદરાના ડભોઈના ચાંદોદ ગ્રામ પંચાયતે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્યારના સમયમાં વરસાદના કારણે નર્મદા નદીની સપાટી માં ખૂબ જ વધારો થયો છે, તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને તેની સાથે જો કોઈ પણ જાન હની થશે તો તંત્રની કોઈપણ પ્રકારની જવાબદારી નહીં રહે તેવા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે અત્યારે નર્મદા નદીમાં પાણીની સપાટી ખૂબ જ વધી ગઈ છે.
જો મિત્રો તમે પણ સૌ પ્રથમ અને સાચા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે તમારા WHATSAPP GROUP ને જોઈન કરો
આ વાંચો:-
Rakshabandhan Gift Tips : બહેનો ! રક્ષાબંધન પર ભાઈને આપવી છે ગિફ્ટ ? આ રહ્યા બેસ્ટ વિકલ્પો
જન્માષ્ટમી નિમિત્તે રેશનકાર્ડ ધારકોને અનાજ ઘણું બધું મળશે, તુવેરદાળ, ચણા, ખાંડ વગેરે…

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે