સમય રૈના એ તેમની યુટ્યુબ ચેનલ પરથી “ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ” ના તમામ વિડીયોઝ ડિલીટ કર્યા

WhatsApp Group Join Now

ભારતીય કોમેડિયન સમય રૈના આજકાલ તેમના શો “ઈન્ડિયાઝ ગોટ લેટેંટ” ને લઈને ખૂબ ચર્ચામાં છે. સમય રૈના તેના યુટ્યુબ ચેનલ પર હાસ્ય વીડિયો પોસ્ટ કરે છે. જે લોકોમાં ખૂબ લોકપ્રિય બની જાય છે. તેમના વિડીયો હરરોજ વાઇરલ પણ થાય છે. તેમનો સમદેશ એ છે કે લોકો હસી શકે અને મજા કરી શકે.

છતાં એક વિવાદ હમણાં ઘણો ચર્ચામાં આવ્યો છે. જેના લીધે કરોડો લોકોની લાગણી ને ઠેસ પહોંચી છે. આ વિવાદમાં સમય રૈના સાથે રણવીર અલ્હાબાદિયા પણ સામેલ હતા. રણવીર, જેમણે એક પોડકાસ્ટ ચેનલ બનાવી છે, “ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ” શો માં હાજર હતા. આ શો દરમિયાન રણવીર એક એવી ટિપ્પણી કરે છે જે ક્યારેય કરવી પણ ના જોઈએ અને એવું વિચારવું પણ ના જોઈએ. રણવીર માતા-પિતાને લઈને ખરાબ એશ્લીલ ટિપ્પણી કરી છે. જેના લીધે લાખો કરોડો લોકોને માનસિક રીતે ઠેસ પહોંચાડી છે.

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

રણવીરના આ પ્રશ્ન પછી, સોશ્યલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો અને ગણત્રીની થોડી જ મિનિટોમાં આ વીડિયો વાયરલ થઈ ગયો. ત્યાર બાદ લાખો લોકોની લાગણીને ઠેસ પહોંચી. અને આ વિડિયો ને લઈને ઘણી નિંદાઓ અને વિમર્શ થયા. આ વિવાદ એટલો વધી ગયો કે શો ના આયોજક રણવીર અને સમય રૈના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી.

સમય રૈના એ તેમની યુટ્યુબ ચેનલ પરથી "ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ" ના તમામ વિડીયોઝ ડિલીટ કર્યા

સમય રૈનાનું નિવેદન

આ સમગ્ર મામલાની ગંભીરતા અને વિવાદની વકરતી સ્થિતિ જોઇને, સમય રૈના એ પોતાના ચેનલ પરથી તમામ “ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ” શો ના એપિસોડ ડિલીટ કરી દીધા છે. સમય એ X પર એક પોસ્ટ કરી અને લખ્યું કે ” આ જે પણ કંઈ થઈ રહ્યું છે તે મારા માટે વિશાળ અને મુશ્કેલરૂપ છે. મેં મારી ચેનલ પરથી ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો ના તમામ વિડિયોઝ ને હટાવી ધિધા છે. મારું એક માત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનું અને મજા કરાવવાનું હતું. હું પૂરી રીતે એજન્સી સાથે સહકાર આપીશ જેથી તપાસ નિષ્પક્ષ થાય.

સમય રૈના ના આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે સમય રૈના એ પોતાની ભૂલ સ્વીકારી છે અને તેઓ તપાસમાં સહકાર આપી રહ્યો છે. તે વ્યક્તિગત રીતે નથી ઈચ્છતો કે તેમના શો દ્વારા કોઈ પણ લોકોની લાગણી ને ઠેસ પહોંચે.

આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.

જાણો Valentine’s Week ની શરૂઆત કેવી રીતે થઈ અને શું છે તેની પાછળની રિયલ સ્ટોરી ?

Best Business Ideas for 2025 : આ 7 બીઝનેસની ડિમાન્ડ હંમેશા રહેશે, અને જો તમે આ બીઝનેસ કરો છો તો તમને કરોડપતિ બનવાથી કોઈ નહિ રોકી શકે !

Leave a comment