નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમારું સ્વાગત છે, આજે અમે તમને સરહદ ડેરી ભરતી વિશે માહિતી આપવાના છીએ, મિત્રો તમને આ ભરતી માં અરજી કઈ રીતે કરવી? લાયકાત શું જોઈએ? વય મર્યાદા કેટલી જોઈએ? આવા ઘણા બધા તમારા મનમાં સવાલ હશે જેના દરેક સવાલોના જવાબ અમે તમને અહીં આપવાના છીએ તો તમે આ લેખને માત્ર અંત સુધી વાંચો. અમે તમને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પણ જણાવવાના છીએ.
કચ્છ જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ. (સરહદ ડેરી) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર થયું છે. નોકરી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની તક આપવામાં આવી છે.
સરહદ ડેરી ભરતી માટે લાયકાત
કન્સલ્ટન્ટ (સોલ્ટ મેન્યુફેક્ચરિંગ) માટેની પોસ્ટ માટે ઉમેદવારો પાસે સમાન ક્ષેત્રમાં 20 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
સિનિયર એન્જિનિયરની પોસ્ટ માટે ઈન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, અથવા ટેલીકમ્યુનિકેશન જેવી સ્ટ્રીમમાં બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, અને તે ફસ્ટ અથવા સેકન્ડ ક્લાસ સાથે હોવી જરૂરી છે
જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે બેચલર ડિગ્રી અથવા ડિપ્લોમા (ઈન્સ્ટ્રુમેન્શન, ઈલેક્ટ્રોનિક્સ)માં ફસ્ટ અથવા સેકન્ડ ક્લાસ સાથે અને 3 થી 5 વર્ષનો અનુભવ જરૂરી છે
આ વાંચો:- Indian Army Group C Recruitment 2025 : ઇન્ડિયન આર્મી માં 625 પોસ્ટ માટે ભરતી, પગાર ધોરણ પણ સારું
કેમિસ્ટ માટે સાયન્સ (કેમેસ્ટ્રી)માં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જોઈએ
જુનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ) માટે કોમર્સમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ફ્રેશર્સ પણ આ પોસ્ટ માટે યોગ્ય છે
બોઈલર ઓપરેટર માટે સેકન્ડ ક્લાસ બોઈલર અટેન્ડન્ટનું પ્રમાણપત્ર અને 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
વેલ્ડર માટે ધોરણ 10 પાસ અને વેલ્ડર અથવા ફિટરમાં આઈટીઆઈ સાથે બે વર્ષનો વેલ્ડિંગ અનુભવ જરૂરી છે
અરજી કઈ રીતે કરવી?
- જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગો છો તો સૌ પ્રથમ અધિકારીક વેબસાઈટ ઉપર જાઓ.
- સરહદ ડેરી માટેની આ career.sarhaddairy.co.in અધિકારિક વેબસાઈટ છે
- આ વેબસાઈટની તમારા મોબાઇલમાં સૌપ્રથમ ઓપન કરો.
- હવે તમને આ વેબસાઈટ ઉપર એક જોબ્સ માટેનો ઓપ્શન મળશે અથવા તો બીજું કંઈ પણ આ જગ્યાએ લખેલું હોઈ શકે છે.
- તમારે આના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે તમારી બધી માહિતી ત્યાં લખવાની રહેશે.
- ત્યારબાદ તમારા આવશ્યક દસ્તાવેજ પણ ત્યાં અપલોડ કરવાના રહેશે.
- આમ આ રીતે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા આ ભરતી માટે અરજી કરી શકો છો.
ખાસ નોંધ:- આ ભરતીમાં અરજી કરતાં ઉમેદવારોને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સરહદ ડેરી ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 1 2025 રાખવામાં આવી છે, તો જો તમે અરજી કરવા માંગો છો તો વહેલી તકે તમારે અરજી કરી દેવી. અને આ ભરતીમાં અરજી કરતા પહેલા એક વાર તમારે આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન અથવા તો આ ભરતી ની ઓફિશિયલ વેબસાઈટ ને ચેક કરી લેવી ત્યારબાદ અરજી કરવી.
આ વાંચો:- લગ્ન સહાય યોજના: ગરીબ પરિવારની દીકરીઓ માટે સરકારની વિશેષ સહાય

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે