SBI bank Clerk Vacancy : એસબીઆઈ બેંકમાં 13735 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી આજથી શરૂ

WhatsApp Group Join Now

એસબીઆઇ બેંકમાં ક્લાર્ક ની પોસ્ટ માટે 13735 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે મહિલા અને પુરુષ બંને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે 17 ડીસેમ્બર 2024 થી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે અને 7 જાન્યુઆરી 2025 સુધી ચાલશે.

ભારતીય સ્ટેટ બેંક દ્વારા જુનિયર એસોસિએટ ની પોસ્ટ માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવી છે. એસબીઆઇ દ્વારા જુનિયર એસોસિએટની કુલ 13,735 જગ્યાઓ માટે નોટિફિકેશન પાડવામાં આવી છે. આ ભરતી માટે મહિલા અને પુરુષ બંને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી 17 ડીસેમ્બર 2024 થી શરૂ કરવામાં આવશે. અને આ ભરતી ની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2025 રાખવામાં આવી છે.

એસબીઆઇ બેંક ક્લાર્ક ભરતી અરજી ફી

આ ભરતીમાં સામાન્ય, ઓબીસી, અને ews, માટે ભરતી ની અરજી ફી 750 રાખવામાં આવ્યા છે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એક્સ-સર્વિસમેન, અને દિવ્યાંગ માટે અરજી રાખવામાં આવી નથી. તેમના માટે અરજી ફી 0 રાખવામાં આવી છે. અરજી ફી ઓનલાઇન ભરવાની રહેશે.

એસબીઆઇ બેંક ક્લાર્ક ભરતી ઉંમર મર્યાદા

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. આમાં ઉંમરની ગણતરી એપ્રિલ 2025 થી કરવામાં આવશે. અનામત વર્ગના લોકો માટે આ ભરતી માં સરકારી નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો : Indian Navy Btech Entry Vacancy : ઇન્ડિયન નેવીમાં 12 પાસ માટે આવી ભરતી, 6 ડિસેમ્બરથી ફોર્મ ભરાવવાના થયા શરૂ

શૈક્ષણિક લાયકાત

એસબીઆઇ બેંક ક્લાર્ક ભરતી માટે ઉમેદવાર કોઈ પણ માન્ય યુનિવર્સિટી દ્વારા કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલ હોવો જોઈએ, અને તેની પાસે ગ્રેડયુશન કમ્પ્લિટ કરેલ હોય તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રિલીમ્સ, મૈંસ એક્ઝામ, લેન્ગવેજ પ્રોફિએંસી ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ના આધાર પર કરવામાં આવશે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા

એસબીઆઇ બેંક કલાર્ક ભરતી માટે ઉમેદવાર ને સ્ટેટ બેંકની ઓફિસિયલ સાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતા પહેલા નોટીફિકેશન ને એકવાર વાંચી લેવાનું છે. અને જો તમે આ ભરતી માટે યોગ્યતા ધરાવતા હોવ તો આ ભરતી માટે આવેદન કરી શકો છો.

ઉમેદવારોને બધી માંગવામાં આવેલી માહિતી ને સાચી રીતે ભરવાની રહેશે, ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ, પાસપોર્ટ સાઈઝ ફોટો, સાઈન નો ફોટો વગેરે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી ઓનલાઇન ફી ભરવાની રહેશે. ઓનલાઇન ફી અને બીજી અન્ય માહિતી ભર્યા પછી એકવાર ચેક કરી લેવાનું છે અને ત્યાર બાદ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહેશે. અને પ્રિન્ટ ને મોબાઈલ અથવા કમ્પ્યુટર માં ડાઉનલોડ કરી લેવાનું છે જેથી ભવિષ્યમાં જરૂર પડે તો મળી શકે.

SBI bank Clerk Vacancy Check :

અરજી શરૂ થયાની તારીખ : 17 ડીસેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ : 7 જાન્યુઆરી 2025

ઓફિસિયલ નોટીફિકેશન : ડાઉનલોડ કરો

ઓનલાઇન અરજી કરવા માટે : અરજી કરો

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો. જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.

વધુ વાંચો : 

10 પાસ ઉપર વન વિભાગમાં આવી મોટી ભરતી! વન્ય વિભાગ ભરતી વિશે જાણો સંપૂર્ણ માહિતી 

GSRTC Bharti 2024 : જીએસઆરટીસી દ્વારા મોટી ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી અને આ રીતે કરો અરજી

જ્ઞાન સહાયક ભરતી 2024 : ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી મેળવવાનો સૌથી શ્રેષ્ઠ મોકો!

 

Leave a comment